મિત્રો હવે ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે અને હવે રાત્રી દરમિયાન પણ ગરમી થઈ રહી છે, ઘરે ઘરે એસી શરૂ થઈ ગયા છે. એવા કદાચ તમને બાહ્ય રીતે તો ઠંડક મળી જશે પણ આંતરિક રીતે ઠંડક નહિ મળે. આથી જો તમે શરીરને અંદરથી ઠંડક આપવા માંગો છો તો ગરમીના દિવસોમાં તમારે બીલીના ફળનું શરબત પીવું જોઈએ. ચાલો તેના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.
આમ બીલીનું શરબત ઠંડક અપાવા સિવાય અનેક બીમારીઓ સામે પણ લડે છે. નહિ જાણી લો તેને પીવાથી થતા લાભ અને તેને બનાવવાની રીત અંગે,ગરમી પડતા જ માર્કેટમાં તરબૂચ જેવા ઠંડી તાસીરના ફળો જોવા મળે છે. આ સિવાય બીલી પત્રના વૃક્ષ પર બિલ્લા પણ આવવા લાગે છે. તમને જાણવી દઈએ કે બીલીમાં આવતા બિલ્લા સ્વાદમાં ખુબ જ મજેદાર હોય છે અને સાથે તે ઘણા પોષકતત્વોથી ભરપુર પણ હોય છે.
બીલીના ફળમાં ઠંડક હોય છે આથી તેને ગરમીઓમાં પીવાથી ઠંડક મળે છે. તે પેટની સમસ્યા, દસ્ત, મૂત્ર રોગ, પેચીશ, ડાયાબિટીસ, કમળો, કોલેરા અને એવા કેટલાક રોગો દુર કરવામાં મદદ કરે છે. બીલી એક એવું ફળ છે જે ચહેરા પરના ડાઘ, ખીલ, કરચલીઓ અને તમારા વાળની ડ્રાયનેસ દુર કરે છે. જો તમે ગરમીમાં બીમારીથી બચવા માંગો છો, તો ચાલો જાણીએ બીલીના શરબતની રેસીપી અને તેના ફાયદાઓ વિશે.પાચનક્રિયા સારી કરે છે : બીલી તમારા શરીરમાં પાચનને સરળ કરે છે. તે આપણા શરીરના આંતરિક પરજીવીઓને ઠીક કરે છે. અને પેટને લગતી પરેશાની દુર કરે છે. તેને લેક્સિટીવ કબજિયાતને સારી કરે છે.
શુગરમાં આરામ આપે છે : બીલીના શરબતથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તે લોહીમાં બ્લડ શુગરને વધતા અટકાવે છે. તેમાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે તેનાથી તે ડાયાબિટીસની સમસ્યાને દુર કરે છે.
હૃદય માટે સારું છે : આ ફળને હૃદય માટે ખુબ સારો એવો સોર્સ માનવામાં આવે છે. તે એક પ્રકારનું એજેંટ છે. જે હૃદયથી જોડાયેલ પરેશાનીને દુર કરવામાં મદદ કરે છે.
કમળામાં રાહત આપે છે : લીવરમાં સોજો આવવાથી કમળો થાય છે. તેનાથી બચવા માટે તમે બીલીનું શરબત પીય શકો છો. આ સિવાય બીલીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળે છે. લીવરના સોજાને દુર કરવામાં ઘણી મદદ કરે છે.કોલેરા : બેક્ટીરીયલ સંક્રમણને કારણે કોલેરા થઈ શકે છે. તેનાથી સતત રહેલા દસ્તથી માણસની સ્થિતિ ગંભીર થઈ જાય છે. જો તમને આ બીમારી છે તો તમારે બીલીનું શરબત પીવું જોઈએ. બીલીમાં એન્ટી ડાયરિયા પ્રોપર્ટી હોય છે જે કોલેરાના જોખમને ઓછું કરે છે.
ઉલટી ઉબકા દુર કરવા માટે : ઉલટી, કબજિયાત અથવા પેટમાં જલનને ઓછી કરવા માટે બીલીમાં મિશ્રી, એલચી. લવિંગ, મરી મિક્સ કરો અને તેને પીવો તેનાથી પેટની સમસ્યામાં રાહત મળશે. તમે ઈચ્છો તો તેમાં દહીં અને ખાંડ મિક્સ કરીને પણ પી શકો છો.
કેવી રીતે બીલીનો ઉપયોગ કરવો ? : પહેલા બીલી માંથી તેનો ગર્ભ કાઢી લો, તેને આમ પણ ખાઈ શકાય છે. આમ પાકેલા બીલીમાંથી તેનો અંદરનો ભાગ કાઢીને તેનું શરબત બનાવી શકાય છે. તેમજ તેનો મોરબો બનાવીને પણ ખાઈ શકાય છે.બીલી ખાવાનો યોગ્ય સમય : બિલીને તમે બપોરના સમયે પણ પીય શકો છો. તેમજ કોઈ પણ સમયે પણ પીય શકાય છે. તેની તાસીર ઠંડી હોવાથી તેને બપોરના સમયે પીવું વધુ સારું રહેશે. આમ બીલીને તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો.
બીલીનું શરબત બનાવવા જરૂર પડતી સામગ્રી : બીલીનું ફળ – 1, પાણી – 1 કપ, જીરૂનો પાવડર – ½ ચમચી, મીઠું – સ્વાદ મુજબ.
રીત : સૌથી પહેલા બીલી લઈ તેની અંદરનો માવો કાઢી લો. તેમાં એક કપ પાણી મિક્સ કરી લો. તેને 10 મિનીટ માટે પલળવા દો. પછી તેને બ્લેન્ડરથી મિક્સ કરી લો. પછી તેને કોઈ સાફ કપડાથી ગાળી લો. હવે તમે સ્વાદ મુજબ જીરાનો પાવડર, મરીનો પાવડર નાખો તેમજ તમે ઈચ્છો તો તેમાં ફુદીનો પણ નાખી શકો છો. તેમજ તમે આ શરબતને ફ્રીજમાં 5 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો પણ તેને કોઈ એર ટાઈટ વાસણમાં ભરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી