ભારતીય રસોઈમાં હળદરનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. હળદર અનેક ઔષધીય ગુણોથી યુક્ત છે. અને તેનું ઉચિત માત્રામાં સેવન તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો પીળા રંગની હળદરના પાવડરનો ઉપયોગ ભોજન બનાવવામાં અને અન્ય ઔષધીય કાર્યોમાં કરે છે, પણ શું તમને ખબર છે કે હળદરની હજી એક પ્રજાતિ છે, અને તેનો રંગ સફેદ હોય છે. સફેદ હળદર પણ સામાન્ય પીળી હળદરની જેમ જ અનેક ઔષધીય ગુણોથી યુક્ત હોય છે.
સફેદ હળદરને આંબા હળદર પણ કહેવામાં આવે છે. દેખાવમાં તે આદુ જેવી હોય છે, અને તેના પાવડરનો ઉપયોગ તમામ પ્રકારની બીમારીઓમાં આયુર્વેદિક ઉપાયોમાં કરવામાં આવે છે. હળદરમાંથી મળતો કરક્યુમીન સ્વાસ્થ્ય માટે ખુબ જ શક્તિશાળી છે, તેના એન્ટીઓક્સીડેન્ટ, ગુણ તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક છે. ચાલો તો સફેદ હળદરના ઔષધીય ગુણ અને તેના ફાયદા વિશે જાણી લઈએ.
સફેદ હળદરના ફાયદા : આંબા હળદર અથવા સફેદ હળદર ઘણી રીતે પીળી હળદર કરતા અલગ હોય છે. તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓના નિર્માણમાં ઘણા વર્ષોથી થઈ રહ્યો છે. સફેદ હળદરમાં ઘણા રાસાયણિક તત્વ જેવા કે સ્ટાર્ચ, કરક્યુમીન, શુગર, ટીયાન, સ્ટાર્ચ, સેપોનીન, રેજિન, અને ફ્લેવેનોઈડ વગેરે પ્રચુર માત્રામાં મળે છે. જે ઘણા પ્રકારની સમસ્યાઓમાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળ રૂપે ભારત અને ઇન્ડોનેશિયામાં મળતી સફેદ હળદરના ફાયદાઓ જોતા હવે આ વિદેશોમાં પણ ઉગાવવામાં આવે છે.
પાચન : સફેદ હળદરના ઉપયોગથી પેટની ઘણી સમસ્યાઓમાં ફાયદો મળે છે. પાચનતંત્રથી જોડાયેલ દરેક સમસ્યામાં તે ખુબ જ અસરકારક છે. સફેદ હળદરનું તેલ અને તેનો પાવડર પેટના દુઃખાવાથી લઈને અપચો, મરોડ, પેટના કીડા, અને દસ્ત, વગેરેમાં પણ ફાયદાકારક છે. પેટના અલ્સરમાં પણ તેનો ઔષધીય ઉપયોગ કરવામાં આવે છે.
એન્ટી એલર્જીક : સફેદ હળદર અથવા આંબા હળદરના તેલમાં એન્ટી એલર્જીક ગુણ જોવા મળે છે. તેમાં રહેલ Curcuminoids એલર્જીથી જોડાયેલ સમસ્યાઓમાં ખુબ જ ઉપયોગી છે. તેના ઉપયોગથી સ્કીનથી જોડાયેલ એલર્જીની સમસ્યાઓને ઓછી કરવામાં મદદ મળે છે. હળદરના એન્ટી ઓક્સીડેન્ટ ગુણ સંક્રમણ અને એલર્જી સામે લડવામાં મદદ કરે છે.
શ્વાસની સમસ્યાઓમાં : શ્વાસથી જોડાયેલ સમસ્યાઓમાં સફેદ હળદરનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આયુર્વેદના હિસાબથી શરીરમાં કફની અધિકતાથી શ્વાસના રોગોમાં વધારો થાય છે. શરદી, શ્વાસ અને દમ જેવી સમસ્યાઓમાં સફેદ હળદરનો ઉપયોગ ખુબ જ લાભકારી છે.
સોજા અને દર્દ : સફેદ હળદરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. તેનો ઉપયોગ સોજા, ઈજા અને સ્કીન સંબંધિત ઘણી સમસ્યાઓમાં પણ કરવામાં આવે છે. સફેદ હળદરનો ઉપયોગ પારંપરિક ચિકિત્સામાં આંતરડાને સંબંધિત ગંભીર બીમારીઓમાં પણ કરવામાં આવે છે. ફેફસા માટે પણ તેને ખુબ જ સારી માનવામાં આવે છે.
કેન્સર : સફેદ હળદરમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. સફેદ હળદર કેન્સર જેવી ઘાતક બીમારીઓના ખતરાને ઓછો કરવામાં ખુબ જ મદદ કરે છે. આ કેન્સરના મેટાસ્ટેસને એક અંગથી બીજા અંગમાં જવાથી અટકાવે છે. સફેદ હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળે છે. આથી તેને કેન્સર જેવી બીમારીઓને ઓછી કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. પણ આ વાતને સત્ય સાબિત કરવા માટે હજી કોઈ મજબુત શોધ નથી થઈ.
સફેદ હળદરના અન્ય ફાયદા : સફેદ હળદરની જડનો ઉપયોગ પેટની સમસ્યામાં કરવામાં આવે છે. માસિક ધર્મ સંબંધિત પરેશાની અને ઉલટીની સમસ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ હળદર મૂત્ર સંબંધિત બીમારીઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. શરદી, તાવ અને ઉધરસના ઉપચારમાં પણ તેનો પારંપરિક ઉપયોગ થાય છે. શ્વાસ સંબંધિત સમસ્યા અને અસ્થમા જેવા રોગમાં ફાયદાકારક માનવામાં આવે છે. પેટની ચરબી ઓછી કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very good health tips.
Can you suggest how this article can be spread to many?
You are clever and sensible.
you can share this article from our facebook page.. visit our facebook page https://www.facebook.com/SocialGujarati . where you find share button