મિત્રો આજે આ લેખમાં અમે તમને ગોખરુંના ફાયદા વિશે જણાવશું. ઉભા ગોખરુંના છોડ વરસાદમાં ખુબ જ જોવા મળે છે. તે એક ફૂટથી દોઢ ફૂટ સુધી ઊંચા હોય છે. તેની ડાળ જમીન સુધી નમેલી હોય છે. તેના પાન 3 ઇંચ પહોળા, અને 6 ઇંચ લાંબા હોય છે. તેમાં પીળા સફેદ રંગના ફૂલ આવે છે. તેના ફળ ચાર કાંટા વાળા હોય છે. તેની જળ કેસરિયા રંગની હોય છે. તેના છોડને પાણીમાં નાખવાથી લુઆબ પેદા કરે છે. આ વનસ્પતિ કાઠીયાવાડ, ગુજરાત, રાજપુતાના, હરિયાણા, પંજાબ અને મધ્ય ભારતમાં, ખેતરના કિનારે રેતાળ જમીનમાં ઉગે છે.
ઉભા ગોખરુંંના દરેક ભાષાઓ પ્રમાણે અલગ અલગ નામથી બોલાવાય છે. જેમાં સંસ્કૃતમાં ગોક્ષુર, ત્રીકંટક કહેવાય છે. ગોખરુંંને હિન્દીમાં મોટું ગોખરુંં, માલવી ગોખરુંં અને ફરીદના નામે પણ ઓળખવામાં આવે છે. તેમજ ગુજરાતીમાં ઉભું ગોખરુંં અને માલવીરના નામથી ઓળખવામાં આવે છે.ઉભા ગોખરુંંના ગુણ-દોષ અને પ્રભાવ : આયુર્વેદ અનુસાર ગોખરુંની જડ અને ફળ મીઠા, શીતલ, પૌષ્ટિક, મજાવર્ધક, કામોદીપક, અને ધાતુ પરીવર્તક છે. પથરી મૂત્રાશયના રોગ અને બવાસીર રોગમાં તે લાભકારી છે. તે જલનને ઓછી કરે છે. વાત, પિત્ત, કફના દોષને નષ્ટ કરે છે. કફ રોગ, દમ અને શ્વાસ કષ્ટમાં ફાયદો કરે છે. ચામડીના રોગ, હૃદય રોગ, બવાસીર અને કુષ્ઠમાં ફાયદાકારક છે. તેના પાન કામોદીપક અને રક્તશોધક છે. તેનો ક્ષાર શીતળ, કામોદીપક અને વાત્ત નાશક અને રક્તશોધક છે.
ગોખરુંં પ્રમેહ, યકૃતની ગરમી, સુજાક, પેશાબમાં જલન, અને મૂત્રાશયના રોગોમાં ફાયદો કરે છે. તે પેશાબ અને માસિકધર્મને સાફ કરે છે. કિડની અને મસાની પથરીને તોડીને બહાર કાઢે છે. કમર દર્દ, જળોદર અને વાયુના ઉદરશુલમાં લાભ કરે છે. વીર્યને વધારે છે, કમોદીપક, તે લોહીને પણ સાફ કરે છે. પ્રસુતિના રોગમાં તેના ફળનો ઉકાળો પીવાથી લાભ થાય છે. યકૃત અને તીલ્લીના વધારામાં પણ તેનો ઉકાળો અથવા પંચાંગ કરીને પીવાથી ફાયદો થાય છે.
ઉભા ગોખરુંના ફાયદાઓ : 1 ) ગોખરુંંને ત્રણ વખત દુધમાં ઉકાળીને ત્રણેય વખત સુકવીને તેનું ચૂર્ણ બનાવીને ખાવાથી કામ ઇન્દ્રિયની શક્તિ વધે છે.
2 ) ગોખરુંના પાણીને ઉકાળીને રૂમમાં છાંટવાથી પીસ્સુ ભાગી જાય છે.
3 ) ગોખરુંં અને પાષાણભેદનું સીત નીયાર્સ અથવા ઉકાળો બનાવીને પીવાથી પથરી ઓગળી જાય છે.4 ) ઈજા ઉપર પણ આ વનસ્પતિ સારું કામ કરે છે. તેનો રસ લગાવવાથી ઈજા જલ્દી ભરાઈ જાય છે
5 ) બકરીના દૂધમાં મધ મિક્સ કરીને તેમાં આના ચૂર્ણની ફાકી લેવાથી પથરી દુર થાય છે.
6 ) તેના પંચાંગને પાણીમાં પલાળીને ખુબ મસળવાથી તેનો ગર્ભ નીકળે છે, આ ગર્ભમાં મિશ્રી મિક્સ કરીને પીવાથી સુજાક અને પેશાબમાં જલન માં ખુબ લાભ થાય છે.
7 ) તેને પીસીને ગરમ કરીને લેપ લગાવવાથી સોજા ઓછા થાય છે.
8 ) ગોખરુંંનો ઉકાળો બનાવીને પીવાથી પ્રસુતિ પછી ગર્ભાશયમાં રહેલ ગંદકી સાફ થઇ જાય છે.
9 ) નેત્ર રોગના ઉપર પણ આ વનસ્પતિનો પ્રભાવ પડે છે. તેનો તાજો રસ આંખમાં લગાવવાથી આંખની બીમારી દુર થાય છે. આંખની લાલીમાં, ખટકવું, આંખમાં પાણી આવવા જેઈ સમસ્યામાં લાભ થાય છે.
10 ) તેને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી પેઢાની ઈજા, દુર્ગંધ દુર થાય છે અને સોજા પણ ઓછા થાય છે.
11 ) ગોખરુંં ને રાત્રીમાં થયેલ સ્વપ્નદોષ અને નપુસંકતા અને ધાતુ દુર્બળતાના કામમાં લઇ શકાય છે.
ગોક્ષુરાદી ચૂર્ણ : ગોખરુંં, શતાવરી, મખના, કોચના બીજ, ખરેટીના બીજ, અને ગંગેરનની જડ આ 6 વસ્તુઓને સમાન ભાગમાં લઈને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને એક તોલાની માત્રામાં એક તોલું મિશ્રી મિક્સ કરીને સવારે, સાંજે ગાયના દૂધની સાથે લેવાથી કામ શક્તિ વધે છે.સુજાક (ગોનોરિયા) : નવા સુજાકમાં તેની તાજી વનસ્પતિના સીત નીયાર્સ બંને સમયે લેવાથી ઘણો લાભ થાય છે. જો તાજી વનસ્પતિ ન મળે તો ગોખરુંંનો ઉકાળો બનાવીને તેમાં જેઠ્ઠીમધ અને નાગર મોથા મિક્સ કરીને લેવાથી સુજાકમાં લાભ થાય છે.
કામ શક્તિ : સ્વપ્નદોષ, પેશાબની સાથે વીર્ય આવવું, કામ શક્તિની કમીમાં ગોખરુંંને લઈ શકાય છે. અથવા તેના ફળનું ચૂર્ણ 3 ગ્રામની માત્રામાં સાકર, ઘી અને દૂધની સાથે લેવું. ઉભા ગોખરુંંનો પૌષ્ટિક ગુણ તરત જ દેખાય છે.
વાઈનો રોગ : વાઈના રોગમાં પણ આ વનસ્પતિ ખુબ જ ઉપયોગી છે. આ રોગ માટે આ ઔષધિનો ઉપયોગ કરવા ગોખરુંની તાજી લીલી જડની ઉપર છાલ 160 ગ્રામ લઈને તેને ચટણીની જેમ પીસી નાખો. એક પીતળના વાસણમાં મૂકી દો. તે વાસણમાં 2560 ગ્રામ પાણી અને 600 ગ્રામ ઘી નાખીને ધીમા તાપે ઉકળવા દો. જ્યારે પાણી બળીને માત્ર ઘી રહે તેને ઉતારીને ગાળી નાખો. આ ઘીને એકથી ચાર તોલાના માપમાં સવાર અને સાંજે લેવાથી અને ભોજનમાં માત્ર દૂધ લેવાથી વાઈનો રોગ નષ્ટ થઈ જાય છે.વૃદ્ધદંડ ચૂર્ણ : ગોખરુંં, કોચના બીજ, સફેદ મુસળી, સફેદ સીમરની કોમલ જડ, આંબલા, ગીલોયનું સત્વ અને મિશ્રી. આ સાત વસ્તુઓને સમાન માત્રામાં લઈને ચૂર્ણ બનાવો. આ ચૂર્ણની એક તોલાથી દોઢ તોલાની માત્રામાં દૂધ સાથે સેવન કરવાથી દરેક પ્રકારની નપુસંકતા, વીર્યની કમજોરી, શુક્રાણુના વિકાર, સ્વપ્નદોષ, અને અનેચ્છીક વીર્ય સ્ત્રાવ બંધ થઈ જાય છે.
ગોખરુંં પાક : ગોખરુંં એક કિલો લઈ તેનું ઝીણું ચૂર્ણ બનાવી લો, 4 કિલોગ્રામ દુધમાં તેન નાખીને ધીમા તાપે શેકી નાખો, પછી જાવિત્રી, લવિંગ, લોઘ્ર, કાળા મરી, કપૂર, નાગર મોથા, સીમર, કમરકસ, હળદર, આંબળા, કેસર, નાગકેસર, સફેદ એલચી, પત્રક, તજ, કોચના બીજ, આ બધી વસ્તુઓ 20 ગ્રામની માત્રામાં, 40 ગ્રામ ભાંગ, અને 10 ગ્રામ લઈને તેનું ચૂર્ણ ગોખરુંના પાકમાં મિક્સ કરી લો. અને 320 ગ્રામ ઘી માં તે બધી ઔષધિને શેકી નાખો. આ બધી વસ્તુઓનો જેટલો વજન હોય એટલી જ માત્રામાં સાકરની ચાસણી બનાવો. આ ચાસણીમાં બધી વસ્તુઓ નાખી તેના 40-40 ગ્રામના લાડવા બનાવી લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી