મિત્રો આ સમયમાં જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે છે સ્વાસ્થ્યવર્ધક રહેવું. એક્સરસાઇઝ,વોક, ગ્રીન ટી આ ઉપાય છે જેના પર લોકો વધારે ભરોસો કરે છે. પરંતુ આટલું જ નહીં આયુર્વેદમાં બીજા પણ એવા ઘણા ઉપાય છે જે બદલાતી ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, એવા જ ઉપાયમાં એક છે પલાળેલા ખજૂરનું સેવન. જી હા મિત્રો ડ્રાયફ્રૂટ્સની શ્રેણીમાં સામેલ ખજૂર છે જેનું નિયમિત રૂપે સેવન કરવાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
ખજૂરમાં હાજર ગુણ શરીરને સ્વસ્થ રાખવા અને શરીરમાં લોહીની કમી વગેરે દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં કેલ્શિયમ, ફાઇબર, ફ્રુકટોજ વિટામીન અને પ્રોટીન વગેરે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. દરરોજ સવારના સમયમાં પલાળેલા ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને પોષણ મળે છે અને પલાળેલા ખજૂર ના ફાયદા બમણા થઈ જાય છે.
પલાળેલા ખજૂર ખાવાના ફાયદા:- પલાળેલા ખજૂરનું સેવન શરીરને એનર્જી આપવાનું અને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. નિયમિત રૂપે પલાળેલા ખજૂર ખાવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે તેનું સેવન મગજને તેજ કરવાથી લઈને શરીરને કમજોરીથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ પલાળેલા ખજૂર ખાવાથી તમને આ ફાયદા થઈ શકે છે.1) બ્લડ સુગર નિયંત્રિત કરવામાં ફાયદાકારક:- શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે દરરોજ સવારના સમયમાં પલાળેલા ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિત રૂપે પલાળેલા ખજૂરનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન સારું રહે છે.
2) મગજ માટે ફાયદાકારક:- પલાળેલા ખજૂરનું સેવન મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં હાજર ગુણ મગજને તેજ કરવામાં અને તેની કાર્યક્ષમતાને વધારવાનું કામ કરે છે. ખજૂરમાં હાજર વિટામીન બી અને કોલીન મેમરી પાવર વધારવા અને મગજને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
3) કબજિયાતની સમસ્યામાં:- ખજૂરમાં ફાઇબરનું પૂરતું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. દરરોજ સવારના સમયમાં પલાળેલું ખજૂર ખાવાથી તમને કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે અને પેટથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. સવારના સમયમાં ત્રણથી ચાર ખજૂર પલાળીને ખાવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે.4) કોલેસ્ટ્રોલમાં ઘટાડવામાં ફાયદાકારક:- દરરોજ સવારના સમયે પલાળેલું ખજૂર ખાવાથી તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે. નિયમિત રૂપે તેનું સેવન કરવાથી તમારા શરીરનું વજન પણ નિયંત્રિત રહે છે અને હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે .
5) ત્વચા માટે ફાયદાકાર:- ખજૂરમાં હાજર વિટામિન અને અન્ય પોષક તત્વો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય છે જે ત્વચા ને સ્વસ્થ રાખવા અને ડાઘ ધબ્બા થી છુટકારો મેળવવામાં ખૂબ જ ફાયદાકારક છે.
6) હાડકા મજબૂત બનાવે:- દરરોજ સવારના સમયમાં પલાળેલા ખજૂરનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરના હાડકા મજબૂત બનાવે છે અને શરીરને શક્તિશાળી બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે.7) ખાંડનો સ્વસ્થ વિકલ્પ છે ખજૂર:- આયુર્વેદિક એક્સપર્ટ નું કહેવું છે કે મોટાભાગના લોકોનું એવું માનવું છે કે ખજૂર ગરમ પ્રકૃતિનું હોય છે પરંતુ એવું બિલકુલ નથી ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડી હોય છે અને તેનું સેવન કરવાથી તેના સ્વાસ્થ્ય લાભ પણ અદભુત છે. અને આ પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
8) સૂકા ખજૂર થી વધારે ફાયદાકારક પલાળેલા ખજૂર:- ખજૂર પલાળવાથી તેમાં હાજર ટેનિન / ફાઈટીક એસિડ નીકળી જાય છે, જેથી આપણા માટે તેના પોષક તત્વોને સરળતાથી અવશોષિત કરવાનું સરળ બની જાય છે. પલાળવાથી ખજૂર પચાવવામાં સરળ પણ બની જાય છે. તેથી જો તમે ખજૂર ખાવાની મજા લેવા ઈચ્છતા હોવ અને તેનું પોષણ પણ લેવાય ઇચ્છતા હોવ તો તેને ખાતા પહેલા આખી રાત માટે પલાળીને રહેવા દો ત્યારબાદ સવાર માં તેનું સેવન કરો.
9) ખજૂર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેના બીજા પણ અનેક ફાયદા છે:- બ્લડ પ્રેશર નિયંત્રિત કરે, પુરુષો અને મહિલાઓ બંનેની યૌન શક્તિ માં સુધારો કરે. માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. થાક થી છુટકારો અપાવે, એનિમિયા થી બચાવવામાં પણ ખજૂર ઉપયોગી, વજન વધારવામાં ઉપયોગી. બાવાસીરની સમસ્યામાં રાહત થાય, ગર્ભાવસ્થામાં પણ ખજૂર ખાવું ફાયદાકારક, સોજો દૂર કરે, ત્વચા અને વાળ માટે અતિ ઉત્તમ.10) ખજૂર ખાવાનો સૌથી સારો સમય:- સવારમાં ખાલી પેટે, સાંજે સ્નેક્સના રૂપમાં, જ્યારે પણ તમને મીઠું ખાવાનું મન કરે, તમે વજન વધારવા ઈચ્છતા હોવ તો રાત્રે સુતા સમયે ઘીની સાથે ખજૂરનું સેવન કરવું.
11) તમારે એક સમયમાં કેટલું ખજૂર ખાવું જોઈએ:- જો તમે ખજૂર ખાવાનું શરૂ કરવા ઈચ્છતા હોવ તો શરૂઆત માં 2 ખજૂર ખાવાનું શરૂ કરવું. પરંતુ જો તમે વજન વધારવા ઈચ્છતા હોવ તો દરરોજ 4 ખજૂર પણ ખાઈ શકો છો પરંતુ ધ્યાન રાખવું કે તમે તેને સારી રીતે પચાવી શકો તો જ તેનું વધુ પ્રમાણમાં સેવન કરવું
બાળકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક ક્ષમતામાં સુધાર કરવા માટે ખજૂર સૌથી સારું છે. ઓછા વજનવાળા અને ઓછું હિમોગ્લોબિન વાળા લોકોએ દિવસમાં એક ખજૂર ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આને બે થી ત્રણ મહિના સુધી સતત ખાઈ શકાય છે. એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ખજૂર ગરમ નહીં પરંતુ ખૂબ જ ઠંડું હોય છે અને બધા પિત્ત વિકારો માટે સૌથી સારું કામ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી