મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે કે જો તમે શીલાજીત નું સેવન કરશો તો લાંબા સમય સુધી પોતાને જવાન રાખી શકશો. કેટલાક લોકો માને છે કે શીલાજીતનું સેવન કરવાથી પ્રજનન ક્ષમતામાં જબરજસ્ત વધારો થાય છે. શિલાજીત એ હિમાલયના ખડકોમાંથી નીકળતો ચીકણો પદાર્થ છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં રોગોની સારવાર માટે થાય છે.
આયુર્વેદિક ચિકિત્સામાં શીલાજીતને વરદાનની જેમ માનવામાં આવે છે. જો કે તેને લઈને લોકોના મગજમાં અનેક ગેર સમજાણ પણ છે કેટલાક લોકોને લાગે છે કે આ માત્ર પુરુષો માટે જ હોય છે. પરંતુ આયુર્વેદિક એક્સપર્ટે શીલાજીત વિશે હેરાન કરવા વાળી વાતો જણાવી છે.આયુર્વેદિક ડોક્ટર નું કહેવું છે કે શીલાજીત અનેક ચમત્કારિક પોષક તત્વોનો ભંડાર છે. તેનું સેવન કરવાથી શરીરને મજબૂતી મળે છે અને અનેક બીમારીઓથી પણ બચાવ કરવો સરળ બની જાય છે. આયુર્વેદમાં તેને ઔષધીય ગુણોનો ભરપૂર ખજાનો માનવામાં આવે છે. શીલાજીત એક રસાયણ હોય છે જે વાત, પિત્ત અને કફના વિકારોમાં સૌથી વધારે લાભદાયક માનવામાં આવે છે. તેનું સેવન મહિલાઓ અને પુરુષ બંને કરી શકે છે. મહિલાઓ માટે આ ટોનિકનું કામ કરે છે. 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને શીલાજીત ન આપવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ આનુ સેવન કરતાં બચવું જોઈએ.
👉 શીલાજીત થી થાય છે અનેક મોટા ફાયદા:- આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શીલાજીત નો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓના ઈલાજમાં કરવામાં આવે છે. તેના સેવનથી રિપ્રોડેકટીવ હેલ્થ ઝડપથી બુસ્ટ થાય છે. આ શરીરની કોશિકાઓને નવજીવન આપે છે અને સેલ્સને ડેમેજ થતા રોકે છે. ઇમ્યુનિટીને વધારવા માટે શીલાજીત અત્યંત અસરકારક માનવામાં આવે છે. આ વંધ્યત્વ ની સમસ્યાથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે. શીલાજીત નું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો આ શરીરમાં તાકાત ભરી દે છે. બીમારીથી સંઘર્ષ કરતા દર્દીઓના ઈલાજ માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. શરીરની કમજોરી સહિત અનેક બીમારીઓ તેનાથી દૂર થઈ જાય છે.👉 કેવી રીતે કરવું શીલાજીત નું સેવન?:- આયુર્વેદિક એક્સપર્ટ નું માનીએ તો શીલાજીતને દૂધમાં મેળવીને પીવું સૌથી વધારે ફાયદાકારક છે. સરકો અને સૂપમાં પણ મેળવીને તેનું સેવન કરી શકાય છે. જ્યુસમાં તેને મેળવીને ન પીવું જોઈએ કારણકે આયુર્વેદમાં તેનો નિષેધ કરવામાં આવેલો છે. તમે દિવસમાં કોઈપણ સમયે જમ્યા બાદ શીલાજીત નું સેવન કરી શકો છો. શીલાજીત ખાધા બાદ લોકોએ હળવો ખોરાક લેવો જોઈએ અને ફાસ્ટ ફૂડ થી દૂર રહેવું જોઈએ. તેનું સેવન લાંબા સમય સુધી કરી શકાય છે પરંતુ આજીવન તેનું સેવન કરવાથી બચવું જોઈએ.
👉 ચાર પ્રકારનું હોય છે શીલાજીત:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદમાં શીલાજીતને ચાર પ્રકારનું જણાવવામાં આવ્યું છે. સ્વર્ણ, રજત, તામ્ર અને લોહ શીલાજીત. લોહ શીલાજીતને સ્વાસ્થ્ય માટે સૌથી વધારે લાભદાયક માનવામાં આવ્યું છે. સામાન્ય રીતે બજારમાં આ જ પ્રકારનું શીલાજીત મળે છે. જો કે શીલાજીત હંમેશા સારી ક્વોલિટીનું જ ખરીદવું જોઈએ નહિતર ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી