આપણું આયુર્વેદશાસ્ત્ર પોતાનામાં અનેક ઔષધીઓને લઈને બેઠું છે. તેમાં આવતી અનેક ઔષધિઓ તમારા શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી દુર કરી શકે છે. આજે અમે તમને આવી જ ઔષધિમાં શિલાજીત અને કેસર બંને ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું. આ બંને ઔષધિઓનું સેવન તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને દુર કરવામાં તમારી મદદ કરે છે. તેનાથી તમારા શરીરને અનેક ફાયદાઓ મળે છે.
શિલાજિત અને કેસર બંને ખૂબ જ શક્તિશાળી અને ફાયદાકારક ઔષધીઓ ગણવામાં આવે છે. તેનું સેવન પરુષ અને મહિલા બંને માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. શિલાજિત પર્વતો પર મળતું એક ખનીજ છે જે ભારતમાં હિમાલયના પર્વતોમાં સૌથી વધુ જોવા મળે છે. તેમ જ કેસર એક ઔષધિ છે, જેની ખેતી કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે કેસર કાશ્મીરમાં થાય છે.આ બંને ઔષધીઓનું સેવન કરવાથી પુરુષોની ઘણી ગંભીર સમસ્યાઓમાં ફાયદો મળે છે. શિલાજિત અને કેસર બંનેની તાસીર ખૂબ જ ગરમ હોય છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ઘણા લોકો કરે છે. શરીરીક શક્તિ વધારવા અને મર્દાના નબળાઈને દૂર કરવા માટે શિલાજિત અને કેસરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.
શિલાજિત અને કેસરના ફાયદા:- પર્વતોમાં મળતી શિલાજિતમાં એક વિશેષ પ્રકારની ન્યૂરોપ્રોટેક્ટિવ ક્વોલિટી હોય છે, જે ઘણી ગંભીર માનસિક બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું સેવન પુરુષોની નબળાઈ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમ જ કેસરમાં રહેલ ગુણ શારીરક શક્તિ વધારવાની સાથે જ સ્કીન અને મગજ માટે પણ ફાયદાકારક હોય છે. શિલાજિત અને કેસર બંનેનું એક સાથે સેવન કરવાથી શરીરને મળતા ફાયદા આ પ્રકારે છે.મસ્તિષ્કને સ્વસ્થ રાખવા માટે શિલાજિત અને કેસર બંને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે અને માનસિક સમસ્યાઓમાં ફાયદો મળે છે. પુરુષ અને મહિલા બંને માટે શિલાજિત અને કેસરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી શારીરિક ક્ષમતા અને પ્રજનન ક્ષમતા વધે છે.
મહિલાઓને પિરિયડ્સમાં શિલાજિત અને કેસરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં આ બંને ઔષધીઓનો ઉપયોગ ફાયદાકારક ગણવામાં આવે છે. માઈગ્રેન અથવા ક્રોનીક માથાના દુખાવાની સમસ્યામાં પણ શિલાજિત અને કેસરનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. શિલાજિત, ચંદન અને કેસરની પેસ્ટ લગાડવાથી માથાનો દુખાવો દૂર થાય છે. ઊંઘથી જોડાયેલ સમસ્યાઓમાં શિલાજિત અને કેસરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી મગજ શાંત રહે છે અને પર્યાપ્ત ઊંઘ લઈ શકાય છે.
શિલાજિત અને કેસરમાં રહેલ તત્વો:- શિલાજિતમાં શરીર માટે ફાયદાકારક 86 પ્રકારના ખનીજ તત્વો અને ગુણ જોવા મળે છે. તેમાં શિલાજિતમાં આયરન, ઝીંક, મેગ્નેશિયમ વગેરે રહેલા હોય છે. તેમ જ કેસરમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન સી, પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન, મેંગેનીઝ, આયરન, વિટામિન એ વગેરે જોવા મળે છે. તે સિવાય કેસર અને શિલાજિતમાં એવા ઘણા ગુણ રહેલા હોય છે, જે શરીરની બીમારીને દૂર કરવાનું કામ કરે છે.કેસર અને શિલાજિતનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. જોકે, આ બંનેની તાસીર ગરમ હોય છે, માટે તેનું સેવન હંમેશા સંતુલિત માત્રામાં કરવું જોઈએ. મોટા ભાગે ચિકિત્સક શિલાજિતનું સેવન ઠંડી ઋતુમાં કરવાની સલાહ આપે છે. તેનો ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આમ શિલાજીત અને કેસર એ અનેક ગુણોથી સંપન્ન છે. તેનું સેવન તમારા સ્વાસ્થ્ય સંબંધી રોગોને દુર કરવા માટે કરવામાં આવે છે. આ બંનેનું સેવન શરીરની તંદુરસ્તી માટે સારું છે. પણ તેનું સેવન સીમિત માત્રમાં કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી