બજારમાં જોવા મળતી લીલી અને કાળી દ્રાક્ષના ફાયદાઓ વિશે આપણે જાણીએ છીએ. તેમજ તેના સેવનથી તમને સારા પ્રમાણમાં પોષણ મળે છે. તેમજ રોગો પણ દુર થાય છે. પણ આજે આપણે વાત કરીશું લીલી કે કાળી દ્રાક્ષ વિશે નહિ પણ લાલ દ્રાક્ષ વિશે. જેના સેવનથી તમને ઘણા ફાયદાઓ થાય છે. આથી જ લાલ દ્રાક્ષને સ્વાસ્થ્ય માટે સુપર ફ્રુટ માનવામાં આવે છે. જો તમે લાલ દ્રાક્ષનું સેવન કરો છો તો તેનાથી તમને આશ્ચર્ય થાય એવા અદ્ભુત ફાયદાઓ થાય છે. આથી જ તમે તેને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો.
દ્રાક્ષનિઘની વેરાયટી આખી દુનિયામાં જોવા મળે છે, જેમાંથી એક છે લાલ દ્રાક્ષ. લાલ દ્રાક્ષ માંથી ઘણી વસ્તુ બનાવવામાં આવે છે મસલન, કિશમિશ, જેલી, રેડ વાઇન. શોધમાં જાણવા મળ્યું છે કે, લાલ રંગમાં ઘણી માત્રામાં એન્ટિઓક્સિડેંટ જોવા મળે છે. જે આપણને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવમાં મદદ કરે છે. તે આપણી સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને તે આપણને યુવી કિરણોના નુકસાનથી પણ બચાવે છે.તેમાં એક ખાસ એન્ટિઓક્સિડેંટ રેસ્વેરાટ્રોલ રહેલું હોય છે, જેના કારણે શોધકર્તાઓએ પહેલા રેડ વાઇન પીવાની સલાહ આપી હતી, પરંતુ પછી એ માનવામાં આવ્યું કે જો તેનો તાજો રસ કે ફળ ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ લાલ દ્રાક્ષ કઈ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લાલ દ્રાક્ષના જબરદસ્ત ફાયદાઓ:-
1) હાર્ટને સ્વસ્થ રાખે છે:- જો તમે હાર્ટને લગતી કોઈ બીમારી છે તો તમે લાલ દ્રાક્ષનું સેવન કરી શકો છો. તેનાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે. તમારું હૃદય યોગ્ય રીતે કામ કરે છે. પુરતા પ્રમાણમાં લોહી પરિભ્રમણ થઇ શકે છે. એક્સપર્ટના મત મુજબ, લાલ રંગની દ્રાક્ષમાં એક ખાસ પ્રકારનું એન્ટિઓક્સિડેંટ જોવા મળે છે. જે હ્રદય પ્રણાલીના સારા કામકાજમાં મદદ કરે છે.ફ્લેવોનોઇડ્સ કે પોલીફેનોલ્સ નામનું આ એંટીઓક્સિડેંટ રક્તવાહિકાઓને રિલેક્સ કરીને કોઈ પણ પ્રકારના સોજાને મટાડવાનું કામ કરે છે. તે એસ્પિરિનની જેમ પ્લેટલેટના ક્લોટિંગ ફંક્શનને પણ ઓછું કરે છે. અધ્યાયનો પરથી જાણવા મળ્યું છે કે, કાર્ડિયક ફંક્શનને સારું બનાવવા માટે તમે આ દ્રાક્ષનું સેવન કરી શકો છો.
2) ડાયાબિટીસમાં ફાયદાકારક:- જે લોકો આજના સમયમાં ડાયાબીટીસ ની બીમારીથી પરેશાન રહે છે તેના માટે લાલ દ્રાક્ષનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. અમુક લોકો એવું મને છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ફળ ખાવા જોઈએ નહીં. પરંતુ તમને જણાવી દઈએ કે, લાલ દ્રાક્ષ ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સ વાળું ફળ છે.
જેનાથી બ્લડ શુગર પર કોઈ અસર થતી નથી. માટે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દ્રાક્ષનું ગ્લાઇસેમિક ઇંડેક્સ અને ગ્લાઇસેમિક લોડને ઓછું કરે છે જ્યારે તેમાં ઘણા એંટીઓક્સિડેંટ તત્વ છે જે ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ગુણકારી હોય છે.3) વજન કંટ્રોલ કરે છે:- શરીરની વધતી જતી ચરબીને કંટ્રોલ કરવા માટે તમે લાલ દ્રાક્ષનું સેવન કરી શકો છો. જે લોકો પોતાનું વજન ઓછુ કરવા માંગે છે તેના માટે પણ લાલ દ્રાક્ષ એક સારી ડાયટ બની રહે છે. આથી જ જો તમે વજન કંટ્રોલ કરવા માંગતા હોય તો, લાલ દ્રાક્ષને ડાયેટમાં જરૂરથી સમાવિષ્ટ કરવી જોઈએ.
તેમાં રહેલ એંટીઓક્સિડેંટ, વિટામિન સી, પાણી અને ફાઇબર પેટને ભરાયેલું રાખવાની સાથે સાથે વજન વધવાથી પણ અટકાવે છે. વધારે લાભ મેળવવો હોય તો જ્યુસના બદલે તમે ફળ ખાઓ. આમ લાલ દ્રાક્ષ અનેક ગુણોથી યુક્ત હોવાથી તેનું સેવન સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી