મિત્રો આપણે ઘણી વખત એવા ફળો જોયા હશે પણ તેને ક્યારેય ખાધા નહિ હોય અથવા તો ખાધા હોય તો તેના ગુણો વિશે આપણે જાણતા નથી હોતા. ફાલસા એ ઉનાળાનું ફળ છે. જે તમને બોર જેવા આકારમાં જોવા મળે છે. તેનો રંગ રીગણી જેવો હોય છે. એટલે કે જાંબુ જેવી જાંબલી હોય છે. તે સ્વાદમાં થોડા ખાટા મીઠા હોય છે. તેને તમે સીધા પણ ખાઈ શકો છો. અને તેનો રસ કે જ્યુસ બનાવીને પણ પી શકો છો. આજે આપણે ફાલસા વિશે થોડી વાતો કરીશું. તેમજ તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે પણ જાણીશું.
પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ભારત સિવાય નેપાળ, પાકિસ્તાન, કમ્બોડિયા, થઈલેંડ અને લાઓસમાં પણ ઉગાડવામાં આવે છે. આયુર્વેદાચાર્ય તેમજ આહાર વિશેષજ્ઞ ના મત મુજબ, ફાલસામાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, આયરન, ફૉસ્ફરસ, વિટામિન એ, બી, અને સી જોવા મળે છે. ગરમીમાં ફાલસાનું જ્યુસ તો અમૃત સમાન છે. આમ ફાલસા એ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. લૂથી બચાવે છે ફાલસા:- ઉનાળામાં લૂ થી બચાવ માટે તમારે ફાલસાનું સેવન કરવું જોઈએ. ફાલસા ફળ ખૂબ જ નાનું અને નાજુક હોય છે. તે બસ ગરમીમાં જ જોવા મળે છે, તે પણ મે-જૂન મહિનામાં જ. પરંતુ ગુણોની બાબતમે તે ખૂબ જ મજબૂત છે. તેમાં અગણિત વિટામીન્સ અને મિનરલ્સ હોય છે અને ગરમી તેમ જ લૂનો તાપ ઓછો કરવાની ક્ષમતા તેમાં રહેલી છે. તે બહુગુણી છે અને ગરમીમાં નેચરલ ટોનિકનુ કાર્ય કરે છે. હજારો વર્ષોથી ભારતમાં ઊગી રહ્યું છે ખાટુ-મીઠું ફાલસા.
પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં છે ફાલસાનું વર્ણન:- આ ફળની ઉત્પતિ ભારતમાં જ થઈ હોવાનું માનવામાં આવે છે. આ ફળ જ્યાં પણ પહોંચ્યું તે ભારતમાંથી જ ગયું છે. પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં તેનું વર્ણન છે અને તેને ‘પરૂષકં’ કહેવામા આવ્યું છે. ગ્રંથોમાં તેના રસનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન બે મહિનામાં જ થતું હોય છે. જે શહેરોની આસપાસ ગામડા છે ત્યાં સુધી આ ફળ પહોંચી જાય છે.
ખૂબ જ લોકલ અને સીમિત છે ફાલસાનો પાક:- ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાના વનસ્પતિ વિજ્ઞાન તેમજ પ્લાન્ટ પેથોલોજી વિભાગની એસોસિએટ પ્રોફેસર સુષમા નૈથાનીએ ફળ તેમજ શાકભાજીની ઉત્પતિ તેમજ તેના પ્રસાર વિષે ખૂબ લખ્યું છે. તેમના રિસર્ચ અને લખાણોમાં દુનિયા આખીના ફળ અને શાકભાજીના પાક વિષે જાણકારી આપવામાં આવી છે. પરંતુ તેમાં ક્યાંય ફાલસાની વાત કરેલી નથી. તેનો મતલબ એ છે કે ફાલસા ભારતનું તો છે પરંતુ તેનો પાક ખૂબ જ લોકલ અને સીમિત છે.ગરમીમાં ફલસાનું જ્યુસ અમૃત સમાન છે:- ફાલસામા ઘણા બધા વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. ગરમીમાં તેનું જ્યુસ અમૃત સમાન ગણવામાં આવે છે. તે પેટની બળતરા તેમ જ રક્ત સંબંધી બીમારીઓમાં લાભદાયી છે. તેની તાસીર ઠંડી હોવાને કારણે તે શરીરમાં થતી બળતરા મટાડે છે. તેને ખાવાથી કે તેનો રસ પીવાથી તરસ લાગતી નથી. ગરમીમાં તેનું સેવન સૂર્યના કિરણોથી પણ બચાવે છે. તે યુરીનની બળતરા પણ મટાડે છે. તે થાક પણ ઓછો કરે છે.
કાચા ફાલસાનું સેવન ન કરવું જોઈએ:- કાચા ફાલસાનું સેવન વર્જિત ગણવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે, કાચું ફાલસા જલ્દી પચતું નથી. આ ફાલસા ખાટુ હોવાની સાથે સાથે પિત્તકારક પણ હોય છે. માટે તેનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. વિશેષ વાત એ છે કે પાકેલું ફાલસા તો ઠંડુ હોય છે પરંતુ કાચા ફાલસાની તાસીર ગરમ ગણવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી