મિત્રો મખાનાનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ કમળ કાકડી કે કમળના બીજથી પણ ઓળખાય છે. જે શરીરને મજબૂત બનાવવા, લોહીની કમી દૂર કરવા અને અનેક બીમારીઓથી બચવા માટે ઉપયોગ કરી શકાય છે. અહીંયા અમે તમને જણાવીશું કે મખાના તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તમે કેવી રીતે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
1) મખાનામાં અનેક ઔષધીય ગુણો હોય છે. જેના કારણે તેને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થની યાદીમાં સામેલ કરવામાં આવે છે. એક શોધ પ્રમાણે મખાનામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીઈમ્ફલેમેટરી અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે. આ પાચનતંત્ર સુધારવાથી લઈને શરીરને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે.2) હેલ્થ લાઈન પ્રમાણે મખાનામાં ન્યુટ્રીસન્સ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આ પ્રોટીન, ફાઇબરથી ભરપૂર હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ થી પણ ભરપૂર હોય છે. આ રીતે બોન્સ ને સ્વસ્થ રાખવા, બ્લડપ્રેશર નિયંત્રિત કરવા કોલેસ્ટ્રોલ લેવલને ઠીક રાખવામાં પણ મદદ કરે છે. આ જ્ઞાનતંતુના કાર્ય અને સ્નાયુઓના સંકોચનમાં પણ ખૂબ ફાયદાકારક છે.
3) મખાનામાં એન્ટીઓક્સિડન્ટ પણ સારું એવું ઉપલબ્ધ હોય છે. જેના કારણે આ ફ્રી રેડીકલ્સથી થતા નુકસાન ને ઘટાડવામાં અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને રોકવામાં મદદ કરે છે. આ રીતે આ હૃદયના રોગોને રોકવા, કેન્સર અને ડાયાબિટીસ ટાઈપ 2 ના જોખમને પણ દૂર કરવાનું પણ કામ કરે છે.4) કેટલાક એનિમલ સ્ટડીઝમાં જાણવા મળ્યું કે મખાના બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ ફાયદો પહોંચાડે છે. તેમજ આ ઇન્સ્યુલિન લેવલને પણ જાળવી રાખવા મદદરૂપ થાય છે. જો તમે તેનું રેગ્યુલર સેવન કરો છો તો આ વજનને પણ ઘટાડવામાં મદદ કરે છે. આ તમારા ફૂડ ક્રેવીંગને નિયંત્રિત કરે છે અને પાચન ટ્રેકને ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. તેમાં હાજર ઉચ્ચ ફાઇબર બેલી ફેટને ઘટાડવામાં પણ મદદ કરે છે.
5) આમાં પાવરફુલ એન્ટી એજિંગ પ્રોપર્ટીસ ઉપલબ્ધ હોય છે. વળી તેમાં ભરપૂર પ્રમાણમાં એમિનો એસિડ, ગ્લુટામાઇન, સિસ્ટિન વગેરે હોય છે જે કોલેજન ના નિર્માણને વધવા અને ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. જેથી ત્વચા લચીલી રહે છે અને લાંબી ઉંમર સુધી ત્વચા સ્વસ્થ રહે છે.6) તમે મખાનાને અનેક રીતે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. ઉદાહરણ તરીકે શેકીને, ખીર બનાવીને, શાકભાજીમાં નાખીને કે સ્નેક્સના રૂપમાં પણ ખાઈ શકો છો. તમે તેને રોસ્ટ કરીને કે ડ્રાયફ્રુટની જેમ પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી