આજનું ખાનપાન જીવનશૈલી અને બેઠાડું જીવન જોતા મોટાભાગના લોકો અનેક બીમારીઓથી પરેશાન છે. બીમારીઓના સચોટ ઈલાજ રૂપે આપણે લીંબુનો ઉપયોગ કરી શકીએ છીએ. લીંબુ ભોજનનો સ્વાદ જ વધારતું નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. જમ્યા બાદ પણ ખોરાક પચાવવામાં લીંબુનો ઉપયોગ કરી શકાય છે.
ભોજનમાં લીંબુના ઉપયોગથી થતાં ફાયદાઓ:- વર્ષોથી આપણા દાદી અને નાની ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લીંબુનો ઉપયોગ કરતા હતા. વિટામીન સી નો ખજાનો ગણાતા લીંબુ ને આપણા ભોજનમાં સામેલ કરવું જ જોઈએ જેથી આપણને વિટામિન સી ની પૂર્તિ માત્રા મળી રહે. આ આપણા શરીરમાં રહેલા સ્ટાર્ચને બહાર કાઢે છે અને શુગર ઇન્ટેકને ઓછું કરવામાં મદદ કરે છે. લીંબુનું સેવન હાઇ કોલેસ્ટ્રોલ અને ખરાબ બ્લડ સર્કયુલેશનની સમસ્યામાં પણ મદદરુપ થાય છે. આજ રીતે ભોજનમાં લીંબુનો ઉપયોગ ઘણી બીમારીયો ને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો ભોજન માં લીંબુ થી થતા ફાયદાઓ વિશે જાણીએ.ભોજનમાં લીંબુથી થતાં ફાયદાઓ:-
1) લોહીનું શુદ્ધિકરણ:- જો લીંબુ નું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ખૂબ જ મદદ મળે છે, જેથી કરીને આપણા શરીરની સફાઈ થાય છે. આ રીતે લીંબુ શરીરની સફાઇમાં મદદરુપ થાય છે. લીંબુ માં રહેલા સાઈટ્રિક એસિડ અને વિટામિન સી ની અંદર ક્લીનજીંગ ગુણ હોય છે. જે તમારા શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. અને વળી તેમાં રહેલ એન્ટીઑકિસડન્ટ પણ ટોક્સિકને લોહી અને પરસેવા દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે.
2) પથરીની સમસ્યામાં ફાયદાકારક:- લીંબુનો રસ કિડનીમાં પથરીની ગાંઠને વધતી રોકવામાં મદદ કરે છે.લીંબુની પ્રકૃતિ ક્ષારીય હોય છે જેના લીધે લાઈમોનીન પથરીની બીમારીને ઘટાડવામાં મદદરુપ થાય છે. આનું સાઈટ્રિક એસિડ પથરીને ઓગાળવામાં અને બહાર કાઢવામાં મદદ કરે છે.લીંબુ લાંબા સમય સુધી આ બીમારીમાં મદદરુપ થાય છે.3) ડાયાબિટીસમાં ફાયદાકારક:- ડાયાબિટીસ એક ખરાબ મેટાબોલિઝ્મ થી થતી બીમારી છે. ડાયાબિટીસની બિમારીમાં ભોજનથી નીકળતું સ્ટાર્ચ શુગર લેવલને વધારે છે. આવી સ્થિતિ માં જો તમે તમારા ભોજનમાં લીંબુનો ઉપયોગ કરો છો ત્યારે આ તમારા સ્ટાર્ચને બહાર કાઢે છે અને શુગર સ્પાઈકને રોકે છે. આવી રીતે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
4) એસિડિટી અને કબજિયાતથી બચાવમાં ફાયદાકારક:- પાચનતંત્રને મજબૂત કરવામાં લીંબુ નો મુખ્ય રૂપે ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી પેટનું મેટાબોલિઝમ રેટ વધી જાય છે અને જમવાનું ઝડપથી પચી જાય છે. જો ભોજનમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો પાચનની ગતિમાં વધારો થાય છે. જેથી કરીને આપણું પેટ પણ સાફ રહે છે. અને વળી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. તેથી આપણા ભોજનમાં લીંબુનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી