મિત્રો સવારનો નાસ્તો હોય કે બપોરનું ભોજન ગરમા ગરમ ખાવાની સાથે થોડું તીખું, ખાટું અને મસાલેદાર અથાણું ન હોય તો આપણે ભારતીઓને ખાવાનું અધૂરું લાગે છે. અથાણું ન માત્ર પરાઠા નો સ્વાદ વધારે છે, પરંતુ જીભથી લઈને દિલ ને ખુશ કરી દે છે. ભારતમાં સ્થાન પ્રમાણે કેરી, લીંબુ, લસણ, આદુ, ફણસ અને બીજા પણ અનેક પ્રકારના શાકભાજીના અથાણા બનાવી શકાય છે. આમાંથી કેટલાક તો બજારમાં પણ સરળતાથી મળી જાય છે.જો કે ખાવામાં જે સ્વાદ મરચા ના અથાણાંમાં આવે છે તે કદાચ જ બીજા કોઈ અથાણામાં આવી શકે છે
મિત્રો લગભગ દરેક ભારતીય ઘરોમાં મરચાનો ઉપયોગ થાય છે. મરચું પોતાની તીખાસના કારણે ઓળખાય છે. ખાવાના ઉપયોગની સાથે સાથે લોકો લીલા મરચા નું અથાણું પણ ખૂબ જ ચટાકા સાથે ખાય છે. લીલા મરચા ખાવામાં જેટલા તીખા હોય છે તેના ફાયદા પણ એટલા જ વધારે હોય છે. લીલા મરચાનું અથાણું ખાવાની સાથે સ્વાસ્થ્યને પણ અનેક પ્રકારના લાભ પહોંચાડે છે. તેથી આજે આ લેખના માધ્યમથી જાણીશું કે લીલા મરચા નું અથાણું ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે.લીલા મરચાના અથાણાના પોષક તત્વો:- લીલા મરચાના અથાણાના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન એ, બી 6,સી,આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. લીલા મરચાના અથાણામાં ફાઇબર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
લીલા મરચાનું અથાણું ખાવાના ફાયદા:-
1) વજન:- લીલા મરચાના અથાણામાં ફાઇબર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. ફાઇબર વજન ઘટાડવામાં મદદ કરે છે. લીલા મરચાના અથાણાંને જો સરકા સાથે બનાવવામાં આવ્યું હોય તો તેમાં કેલેરીનું પ્રમાણ 0 થઈ જાય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.2) ઇમ્યુનિટી:- લીલા મરચામાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે. વિટામિન સી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ થાય છે, એટલું જ નહીં લીલા મરચાં સંક્રમણ થી પણ બચાવવામાં મદદ કરે છે.
3) આંતરડા:- લીલા મરચા નું અથાણુ કર્કયુમીન થી ભરપૂર હોય છે. સાથે જ તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે.લીલા મરચાના અથાણાનું સેવન કરવાથી આ શરીરમાં ગુણ બેક્ટેરિયાને વધારે છે અને આંતરડા માટે પણ ફાયદાકારક હોય છે.
એક દિવસમાં લીલા મરચાનું અથાણું કેટલું ખાવું જોઈએ?:- લીલા મરચાનું અથાણું ભલે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પ્રમાણમાં લીલા મરચા નું સેવન કરવાથી બળતરા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. એક દિવસમાં એક થી બે પીસ થી વધારે મરચા નું અથાણું ન ખાવું જોઈએ. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય તેઓએ અઠવાડિયામાં એક દિવસ જ એક થી બે મરચાનું અથાણું ખાવાની સલાહ આપવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી