મિત્રો કઠોળ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા પહોંચાડે છે. આવા કઠોળમાં એક છે ચણા, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં હાજર પોષક તત્વો શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ચણા અનેક પ્રકારના હોય છે, સફેદ ચણા જેને કાબુલી ચણા પણ કહેવાય છે અને કાળા ચણા.
સફેદ અને કાળા ચણા બંને તેમના પોતાના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરી શકાય છે. પરંતુ ઘણા બધા લોકોનો આ પ્રશ્ન છે કે સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ફાયદાકારક કયા ચણા હોય છે. વળી કાબુલી ચણા કે સફેદ ચણામાં હાજર પોષક તત્વો કાળા ચણાથી અલગ હોય છે. તો આવો આજે આપણે આ લેખના માધ્યમથી વિસ્તારપૂર્વક જાણીએ કે સફેદ અને કાળા ચણામાંથી સ્વાસ્થ્ય માટે કયા વધારે ફાયદાકારક હોય છે.સફેદ ચણા કે કાળા ચણા કયા છે વધુ ફાયદાકારક:- સફેદ અને કાળા ચણા બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં હાજર પોષક તત્વો પણ લગભગ એક જેવા જ હોય છે. પરંતુ બંનેમાં પોષક તત્વોનું પ્રમાણ અલગ અલગ હોય છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે લગભગ 100 ગ્રામ કાળા ચણામાં હાજર પોષક તત્વોનું પ્રમાણ સફેદ ચણા થી અલગ હોય છે. 100 ગ્રામ સફેદ ચણામાં લગભગ 12 ગ્રામ ફાઇબરનું પ્રમાણ હોય છે. તેમજ કાળા ચણામાં ફાઇબર 18 ગ્રામની આસપાસ હોય છે.
જો આપણે પ્રોટીનની વાત કરીએ તો કાળા ચણામાં પ્રોટીનનું પ્રમાણ 8 ગ્રામ ની આસપાસ હોય છે અને સફેદ ચણામાં 10 ગ્રામ પ્રોટીન ઉપલબ્ધ હોય છે. તેના સિવાય બીજા અનેક પોષક તત્વો પણ કાળા ચણામાં સફેદ ચણાની તુલનાએ વધારે હોય છે. કુલ મેળવીને જો પોષક તત્વોના આધાર પર વાત કરવામાં આવે તો કાળા ચણાનું સેવન વધુ ફાયદાકારક હોય છે.કાળા ચણા ખાવાના ફાયદા:- કાળા ચણા નું સેવન કરવાથી તમને અનેક ફાયદા મળે છે. તેનું સેવન કરવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબરની પૂર્તિ થાય છે. હાડકાને મજબૂત બનાવવા અને પાચનતંત્ર સ્વસ્થ બનાવી રાખવા માટે કાળા ચણા નું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. કાળા ચણામાં આયર્નનું પ્રમાણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન કે લોહીની કમી પણ નથી થતી. કબજીયાત અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ કાળા ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરને ઊર્જા પ્રદાન કરવામાં અને ઇમ્યુનિટી ને બુસ્ટ કરવામાં પણ તેનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.
વધુ પડતું કાળા ચણા નું સેવન કરવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. તેમાં હાજર હાઈ ફાઇબર પેટ માટે નુકસાનદાયક બની શકે છે. વધારે પડતા ચણા ખાવાથી તમારું વજન પણ વધી શકે છે કાળા ચણાનું સેવન કોઈપણ બીમારી કે સમસ્યામાં કરવા કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી