મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તમે રોગો સામે લડી શકતા નથી. આથી જ તમે પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવવા માટે અને દવાઓનું સેવન કરો છો. પણ જો તમે રોગો સામે લડવા માટે આયુર્વેદિક દવાઓ માં વિશ્વાસ કરતા હો તો તમારે તમારે આ લીલા પાનનું ખાસ સેવન કરવું જોઈએ.
જો તમે આયુર્વેદ અથવા વૃક્ષ કે છોડમાં થોડી પણ રૂચી રાખો છો તો તમે ગીલોયનું નામ જરૂર સંભાળ્યું હશે. તેને ગુડુંચી ના નામે પણ ઓળખાય છે. આ એક એવી આયુર્વેદિક ઔષધી છે જેને અમૃતા કહેવામાં આવે છે. ગિલોયને આયુર્વેદમાં સૌથી શક્તિશાળી જડીબુટ્ટી માંથી એક માનવામાં આવે છે. આ જડીબુટ્ટીમાં તાવ, ડેન્ગ્યું, ચીકનગુનિયા, ગાઉટ, વાયરલ તાવ, ઉધરસ અને તાવ જેવા રોગોથી લડવા અને તેને ખત્મ કરવાની શક્તિ રહેલી છે.આયુર્વેદ અનુસાર ગીલોય શરીરને ઉર્જા આપે છે. ઈમ્યુંનીટી વધારે છે. અને મગજ માટે પણ ટોનિક ની જેમ કામ કરે છે. આ સિવાય આમાં તનાવ લેવલ ઓછુ કરવાની, યાદશક્તિ માં સુધાર કરવાની શક્તિ રહેલી છે. મગજને તેજ કરવાની શક્તિ પણ છે.
ગિલોયના ફાયદાઓ:- ડોકટર અનુસાર ગિલોય અન્ય આયુર્વેદિક જડીબુટ્ટી ની જેમ ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવાની સાથે વાયરલ તાવ, પેટની ખરાબી, ઉધરસ, તાવ, ડેન્ગ્યું, ટાઈફોઈડ જેવી બીમારીઓથી રાહત આપી શકે છે.
ગિલોયના ગુણ:- ગિલોય એક કુદરતી એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી બાયોટીક, એન્ટી એન્જીંગ, એન્ટી ઓક્સીડેંટ, એન્ટી વાયરલ, એન્ટી ડાયાબીટીક, અને એન્ટી કેન્સર દવા છે. તેનું સેવન દરેક લોકો કરી શકે છે. તેના કોઈ દુષ્પ્રભાવ નથી. છતાં પણ તેનુ સેવન ડોકટરના માર્ગદર્શન વગર ન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ.ગરમ પાણીમાં ઉકાળીને પીવો:- ડોકટર અનુસાર ગિલોયની તાજા પાન અને જડને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ૧ ગ્લાસ પાણીમાં અડધું થાય ત્યાં સુધી ઉકાળો. પછી ગાળી લો, અને તેનુ સેવન કરો. ઉકાળો બનાવતી વખતે તેમાં તુલસીના પાન અને હળદર અને લવિંગ નાખી શકો છો.
ડાયાબીટીસના દર્દી આ રીતે સેવન કરો:- ગિલોયનું સુકું રૂપ કાથ ના નામે મળે છે. ૧ ભાગ(10 ગ્રામ) કાથ ઉકાળાને 400 મિલી પાણીમાં આખી રાત પલાળીને રહેવા દો. સવારે તેને 100 મિલીલીટર સુધી ઉકાળો. તેને ગાળી લો અને સેવન કરો. તમે સ્વાદ માટે તેમાં ગોળ પણ નાખી શકો છો.
આયુર્વેદમાં ગિલોયના ફાયદાઓ:-
1) ગિલોયનો પાવડર:- બજારમાં ગિલોયનો પાવડર પણ મળે છે. તમે એક ચમચી પાવડર સવારના સમયે ખાલી પેટ ગરમ પાણી અને મધની સાથે મિક્સ કરી લઇ શકો છો. ગિલોય, ગુડુંચી ઘનવટી, સંશમની વટી, નામ થી પણ તેની ગોળીઓ મળે છે. જેને તમે ભોજન પહેલા દિવસમાં બે વખત 2 લઇ શકો છો. 2) ગિલોયનો રસ:- તમે ભોજન પહેલા એક કલાક અગાઉ દરરોજ સવારે 10 મિલીલીટર ગરમ પાણી ની સાથે શરુ કરી શકો છો. આ રસ ખુબ જ શક્તિશાળી છે પણ પચવામાં ખુબ જ ભારે છે. માત્ર સારા ચયાપચય લોકો માટે જ તે સારો છે. આમ તમે ગિલોયનું સેવન કરીને તમે અને રોગો સામે એક સુરક્ષા કવચ મેળવી શકો છો.
3) ગિલોયના અનેક ફાયદાઓ તમે સારું સ્વાસ્થ્ય આપવામાં મદદ કરે છે. રોગો સામે ઈમ્યુન સીસ્ટમ વધારીને રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આથી જ ગિલોયનું સેવન કરવાની સલાહ આયુર્વેદમાં પ્રથમ આપવામાં આવે છે. તેના સેવનથી વાયરલ ઇન્ફેકશન સામે પણ રક્ષણ મળે છે. તાવ, ઉધરસમાં તરત જ ફેરફાર જોવા મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી