મિત્રો આપણે જાણીએ છીએ કે ઉંમર વધતાની સાથે તમારા હાડકાઓ નબળા થતા જાય છે. જેને કારણે કામકાજ કરવામાં તકલીફ પડે છે. હાથ પગ અને કમરનો દુખાવો વધે છે. આમ લાંબા ગાળે હાડકાને લગતી તકલીફ શરુ થઇ જાય છે. આથી જ લોકો તમને કસરત કરવાની સલાહ આપે છે. અમુક વિટામીન તેમજ પોષક યુક્ત ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. આથી જ આજે અમે તમને આ લેખમાં તમારા ઢીલા થયેલા હાડકાને મજબુત કરવા માટેના કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ. જે તમને ચોક્કસ ફાયદો આપશે.
દૂધને ફાર્મેટ કરીને બનાવવામાં આવેલ ખાટા-તીખા સ્વાદ વાળું ઉત્પાદન યોગર્ટ કહેવામા આવે છે. તેનો આવિષ્કાર તુર્કીમાં થયો હતો અને જ્યાં તેને સૌથી પહેલા યોગર્ટ નામ આપવામાં આવ્યું હતું. ત્યાંના લોકો દૂધનું સેવન કરતાં નથી, જ્યાં સુધી તે ખાટુ અને ઘટ્ટ ન થઈ જાય. તેના કારણે જ યોગર્ટનો જન્મ થયો. ડાયેટિશિયને યોગર્ટને હાડકાંની મજબૂતી માટે ફાયદાકારક પણ ગણાવ્યું છે. જેના વિષે નીચે જાણીશું. યોગર્ટ કઈ રીતે બને છે? દૂધની અંદર બેક્ટેરિયા મિક્સ કરવામાં આવે છે, જે દૂધમાં રહેલ શુગર લેવલને લેકટીક એસિડમાં બદલે છે. જેના કારણે દૂધનું પ્રોટીન ઘટ્ટ થઈને અલગ ફ્લેવર તેમજ ટેક્સ્ચર મેળવે છે અને યોગર્ટ બને છે. આ બેક્ટેરિયા પેટ અને પાચનતંત્ર માટે પણ સારા હોય છે. માટે યોગર્ટને પ્રો-બાયોટિક પણ ગણવામાં આવે છે.
યોગર્ટ અને દહીંનું અંતર છે માત્ર આટલું:- મોટાભાગના લોકો યોગર્ટ અને દહીંને એક જેવુ જ સમજી લે છે. પરંતુ આ બંને ફૂડ અલગ છે. જ્યાં દહીં માટે બીજું દહીં કે લીંબુનો રસ મિક્સ કરવામાં આવે છે, યોગર્ટ બનાવવા માટે ખાસ બેક્ટેરિયાને નિશ્ચિત તાપમાને ગરમ દૂધમાં મિક્સ કરવામાં આવે છે. જેનાથી તેનો સ્વાદ અને ટેક્સ્ચર અલગ બની જાય છે. પ્રોબાયોટીકના કેસમાં યોગર્ટ દહીં કરતાં સારું હોય છે.યોગર્ટ ખાવાથી જલ્દી વજન ઘટે છે:- યોગર્ટની અંદર હાઇ ક્વોલિટીનું પ્રોટીન હોય છે. અને આ ફૂડ ખૂબ જ જલ્દી પચી જાય છે. તેમજ તેમાં, કેલ્શિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ સહિત ઘણા વિટામિન અને મિનરલ પણ હોય છે. આ બધા જ પોષકતત્વો ભૂખને કંટ્રોલમાં રાખે છે અને ગંદી તેમજ હાનિકારક વસ્તુઓનું સેવન ઘટાડે છે. જેનાથી વજન ઝડપથી ઘટવા લાગે છે.
દરરોજ ખાવું 2-3 કપ યોગર્ટ:- જો તમે ચરબી ઘટાડવા માંગતા હોય તો, 2-3 મહિના સુધી તેનું સેવન કરવું જોઈએ. ડાયેટરી ફાયદા મેળવવા માટે અને શારીરિક વજનમાં તફાવત જોવા માટે આટલા સમય સુધી દરરોજ 2-3 કપ યોગર્ટનું સેવન કરવું લાભદાયી થઈ શકે છે.
ઓછું થાય છે હાઇ બ્લડ શુગર:- ડાયાબિટીસમાં પણ યોગર્ટ ખાઈ શકાય છે. કારણ કે, તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછું હોય છે. આ વેલ્યૂ 14ની આજુબાજુ હોય છે. જે લોહીમાં ગ્લુકોઝને ઝડપથી વધવા દેતી નથી. તે સિવાય આ ફૂડ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.નબળા હાડકામાં જીવ આપે છે:- યોગર્ટમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર હોય છે. જે હાડકાંની ખોવાયેલી તાકાત પાછી લાવે છે. માટે જે લોકોના હાડકાં નબળા હોય તેમણે આ પ્રોબાયોટિક ફૂડનું સેવન કરવું જોઈએ.
તેને ખાવાથી એલર્જી થતી નથી:- અમુક લોકોને દૂધ તેમજ દહીં ખાવાથી એલર્જી હોય છે. પરંતુ યોગર્ટ આવી એલર્જી કરતું નથી. કારણકે તેમાં રહેલા બેક્ટેરિયા લેકટોઝને પચાવવામાં મદદ કરે છે અને આંતરડામાં રહેવા દેતા નથી. આમ યોગર્ટ નું સેવન તમારા હાડકાને દરેક રીતે ફાયદો આપે છે. તેમજ અન્ય રોગોમાં પણ અસરકારક રીતે દવાનું કામ કરે છે. તેનાથી તમને કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી