આજના સમયમાં ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ આખો દિવસ કામકાજમાં જ વ્યસ્ત હોય છે. તો તેના માટે તમારે વધુ એનર્જીની જરૂર પડે છે. પરંતુ લોકોનું ખાનપાન આજનાં સમયમાં જે પ્રકારનું છે તેનાથી કફત કેલેરી મળે છે, ઉર્જા નહિ. થાક, સુસ્તી, કમજોરી દુર કરવા અને આખો દિવસ ઉર્જાવાન રહેવા માટે રોજ સવારે તમારે એક વાટકો અંકુરિત ચણા ખાવા જોઈએ.
અંકુરિત ચણામાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, આયર્ન, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બીજા પોષકતત્વો હોય છે. એટલા માટે તેને ખાવાથી કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે. અંકુરિત ચણા ખાવાથી પાચન પણ સુધરે છે અને તુરંત ઉર્જા મળે છે. ચણાનું સેવન સુંદરતા વધારે છે સાથે જ દિમાગને પણ તેજ બનાવી દે છે. તેમજ વજન ઘટાડવું હોય તો પણ ચણા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ચણાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં ચણાની દાળ અને ચણાને શરીર માટે ખુબ જ સ્વાસ્થ્યવર્ધક કહેવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે રોજ સવારે નાસ્તામાં ઉકળેલા કાળા ચણા ખાવાના ફાયદા.
1 ) ખરાબ ખાનપાન અને એકસરસાઈઝની કમીથી કબજિયાત અને બવાસીર જેવી ગંભીર સમસ્યાઓનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. આખી રાત પલાળેલા ચણાને સવારે ઉકાળીને તેમાં આદુ, જીરું અને નમક મિક્સ કરીને ખાવાથી કબજિયાત અને પેટના દુખાવાથી રાહત મળે છે.
2 ) જો તમે આખો દિવસ ખુબ જ ભારે કામ કરો છો, તો તમારે દરરોજ સવારે નાસ્તામાં બાફેલા ચણાનું સેવન કરવું જોઈએ. શરીરની તાકાત વધારવા માટે બાફેલા ચણામાં લીંબુ, આદુના ટુકડા, થોડું મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને નાસ્તામાં ખાવ. તમને આખો દિવસ એનર્જી રહેશે.
3 ) દુષિત પાણી અને દુષિત ભોજન કરવાથી પથરીની સમસ્યા વધી રહી છે. ગોળ બ્લેડર અને કિડનીમાં પથરીની સમસ્યા સૌથી વધુ થઈ રહી છે. આખી રાત પલાળેલા ચણામાં થોડું મધ મિક્સ કરીને સેવન કરો. નિયમિત આ ચણાનું સેવન કરવાથી પથરી આસાનીથી નીકળી જાય છે. આ સિવાય તમે લોટ અને ચણાનું સત્તુને મિક્સ કરીને રોટલી બનાવીને પણ ખાઈ શકો છો.
4 ) કાળા ચણાને રાતના સમયે પલાળીને સવારે મધમાં મિક્સ કરીને ખાવ. રોજ આ રીતે ચણાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમનો ખતરો પણ ટાળી શકાય છે.
5 ) બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં લોહીની કમી સામાન્ય છે. ચણા અને મધ બંનેમાં આર્યન ખુબ જ ભરપુર પ્રમાણમાં હોય છે. એટલા માટે તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી પૂરી થઈ જાય છે.
6 ) કાળા ચણા ચાવવાથી તમારી એકસરસાઈઝ થઈ જાય છે. જેનાથી દાંતની સાથે હાડકાઓ પણ મજબુત થાય છે. આ સિવાય તમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહિ કરવો પડે.
7 ) જો તમે ડાયાબિટીસના દર્દી છો તો, તમારે બાફેલા ચણાનું સેવન જરૂર કરવું જોઈએ. સવારે બાફેલાચણાનું સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
8 ) કાળા ચણાનું સેવન પુરુષોની યૌનશક્તિ અને સ્ટેમિના બંનેને વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા લગ્નજીવનમાં યૌન સંબંધોમાં કોઈ રોમાંચ ન હોય તો આજે ખાવા લાગો કાળા ચણા. લગ્નજીવનમાં આવી જશે ફરીવાર આનંદની પળો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી