દૂધ અને ગોળ બંને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, આ વાત તો આપણે બધા જાણીએ છીએ, પણ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી પણ શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. મોટાભાગે લોકો સાદું દૂધ પીવે છે અથવા ખાંડ મિક્સ કરે છે. પણ આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, દુધમાં ગોળ નાખીને પીવાથી શરીરના ઘણા રોગો દવાઓ વગર જ દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ ગરમ દૂધ અને ગોળના ફાયદા વિશે.
શિયાળામાં સામાન્ય રીતે દરેકના ઘરમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. ગોળ ઝેરી પદાર્થોને શરીરમાંથી સાફ કરે તેવા ડિટોક્સ ફ્લાઈંગ એજન્ટની તરીકે કાર્ય કરે છે. સંશોધન દ્વારા ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રોસેસ્ડ ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.ગોળનો ઉપયોગ ઘણા પ્રકારની ચીજો બનાવવામાં કરવામાં આવે છે અને લોકો ગોળનું સેવન કરવાનું ખુબ જ પસંદ કરે છે. ગોળને હંમેશાથી ખાંડની સરખામણીમાં ખુબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. ગોળને જો દૂધની સાથે સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે.
ગર્ભાવસ્થા : ગરમ દૂધ અને ગોળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે. જો રોજ લેવામાં આવે તો તે લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે. તેથી તે એનેમિયા રોકવામાં અસરકારક છે અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. તેમાં હાજર રહેલો સુક્રોઝ શરીરમાં એનર્જીના સ્તરમાં વધારો કરે છે અને શરીરનો થાક અને નબળાઈ ઘટાડે છે.ત્વચા : દૂધ અને ગોળમાં ઘણા પોષક તત્વો હોય છે જે આપણી ત્વચાને કોલેજન બનાવવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચાને નરમ અને કોમળ બને છે. ગોળ અને દુધમાં એમિનો એસિડ સ્કીનમાં મોઈશ્ચરાઈઝનું સ્તર જાળવી રાખે છે. દૂધમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ આપણને સમય પહેલા વૃદ્ધ થવાથી રોકી શકે છે. દૂધમાં રહેલ લેક્ટિક એસિડ એક્ઝોલીટીંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે અને ઉત્સેચકો ઉત્પન્ન કરે છે, જે તમારી ત્વચાને વધારે સુંદર બનાવે છે.
દૂધ અને ગોળ પાચન : દૂધ અને ગોળ આંતરડાના કીડા, અપચો, કબજિયાત, પેટનું ફૂલવું અને બીજી ઘણી સમસ્યાઓથી બચાવવામાં અસરકારક માનવામાં આવે છે. ગોળ અને દૂધ પાચનની પક્રિયામાં સુધારો કરીને પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. તેથી જમ્યા પછી થોડો ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદરૂપ છે.હાડકાની સમસ્યાઓ : ઘણા લોકોને સાંધાના દુઃખાવાની પરેશાની રહેતી હોય છે અને આ દુઃખાવાને કારણે લોકોને ઉઠવા અને બેસવામાં તકલીફ થતી હોય છે. જો તમને પણ સાંધાના દુઃખાવાની તકલીફ રહેતી હોય તો તમારે બસ દરરોજ ગોળ અને દૂધ અને આદુનું સેવન કરવું જોઈએ. ગોળ અને દૂધ હાડકા માટે ફાયદાકારક છે, તેથી દૂધમાં ગોળ પીવાથી હાડકા સ્વસ્થ બને છે, સ્નાયુઓને પણ પોષણ મળે છે, સાથે આર્થરાઈટિસ જેવા હાડકાના સાંધાને લગતા રોગોનું જોખમ પણ ઓછું થાય છે.
હાડકા અને દાંત : દૂધનું સેવન કરવાથી કેવેટિઝ અને દાંતના સડાથી બચાવી શકાય છે. બાળકોમાં ખાસ કરીને તેમના વિકાસ દરમિયાન ખુબ કેલ્શિયમની જરૂર હોય છે અને દૂધ પીવાથી જરૂર પૂરી થઈ શકે છે. તેજ સમયે વૃદ્ધોમાં વધતી ઉંમરની સાથે ઓસ્ટીયોપોરોસિસ જેવી બીમારીઓ રોકવા માટે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.પીરીયડની સમસ્યા : ગોળમાં જોવા મળતા ઘણા પોષક તત્વોને કારણે તે પીરીયડ સંબંધિત સમસ્યાઓમાં ખુબ અસરકારક છે. તે પીરીયડ્સ દરમિયાન ખેંચાણ અને પેટમાં દુઃખાવો ઓછો કરવામાં મદદ કરે છે.
વજન : ગોળમાં વધારે માત્રામાં પોટેશિયમ જોવા મળે છે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઈટસને સંતુલિત કરે છે અને શરીરમાં માંસપેશીઓ બનાવવામાં પણ મદદ કરે છે. તે જ સમયે વજન ઓછું કરવાનો પ્રયાસ કરતી વખતે તમે પાણીની કમીથી પીડાઈ શકો છો. આ સ્થિતિમાં ગોળમાં હાજર રહેલ પોટેશિયમ શરીરમાં પાણીની કમીને પહોંચી વળવા માટે મદદ કરે છે. જેના કારણે ગોળ અને દૂધ વજન ઘટાડવા માટે મદદગાર છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી