ભારતીય રસોઈઘરમાં અનેક પ્રકારની ઔષધીય જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેને આપણે સામાન્ય ભાષામાં મસાલા કહીએ છીએ આ મસાલાઓ માંથી એક જીરૂ છે. આના વઘાર વગર દાળ અને શાકનો સ્વાદ અધુરો રહે છે. આના કેટલાક આયુર્વેદિક ગુણો પણ છે. આ વાતને તમે ભલે ન જાણતા હોવ પરંતુ તમારી દાદી અને નાની ને જરૂર ખબર હશે. તેમના જમાનામાં જીરાને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જીરું પાચનમાં સુધાર, પીરિયડ્સના દુખાવામાં રાહત, લેક્ટેશન ને વધારવામાં અને પેટના ગેસ ને ઠીક કરવા માટે અસરકારક જણાવવામાં આવ્યું છે. સાથે જ જીરાના સેવન ની રીતો, પ્રમાણ અને સમય પણ જણાવ્યો છે. તેના સિવાય જીરા માં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હાજર હોય છે. જે ઇમ્યૂનિટીને વધારીને સંક્રમણથી લડવામાં મદદ કરે છે.ઘરગથ્થુ ઉપચાર રૂપે જીરાનો ઉપયોગ કરવાની ચાર રીતો:-
1) માતાનું દૂધ વધારવામાં મદદ કરે:- કેટલીક મહિલાઓને ડિલિવરી બાદ દૂધ નથી આવતું. અને બાળકને ઉપરનું દૂધ આપવું પડે છે. જેનાથી બાળકને જરૂરી પોષક તત્વો નથી મળી શકતા. એવામાં તમે જીરાનો ઉપયોગ કરી શકો છો. આમાં ઉપસ્થિત ઔષધીય તત્વ બ્રેસ્ટ માં દૂધ બનાવવાની અને તેની માત્રા વધારવામાં સહાયકારી છે.
કેવી રીતે કરવો ઉપયોગ:-
ગરમ દૂધ, શુગર કેન્ડી, જીરું:- આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે ગરમ દૂધ અને શુગર કેન્ડી ની સાથે જીરાને થોડાક દિવસ સુધી મેળવીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે.2) પીરિયડ્સના દુખાવાથી આરામ આપે:- પીરિયડ્સના દુખાવાથી મોટાભાગની મહિલાઓ પરેશાન રહે છે. આનાથી સામાન્ય રીતે પેટ માં કળતર, કમરમાં દુખાવો, ઉબકા જેવી સમસ્યાઓ થાય છે. એવામાં જીરું રાહત પહોંચાડવાની મદદ કરે છે.
કેવી રીતે કરવો ઉપયોગ:-
50 ગ્રામ જીરૂ, 25 ગ્રામ ગોળ:- આના માટે પચાસ ગ્રામ જીરા ને પીસી લો. ત્યારબાદ 25 ગ્રામ ગોળ સાથે મેળવીને નાની ગોળી વાળી લો. આ ગોળી ને પીરિયડ્સ ની ડેટ ના બે ત્રણ દિવસ પહેલા લો. આનાથી પીરિયડ્સ દરમિયાન તમને વધારે તકલીફનો સામનો નહીં કરવો પડે.
3) અપચાની સમસ્યા માટે ફાયદાકારક:- કોઈપણ સમયે કંઈ પણ ખાઈ લેવાની આદત તમારા પાચન પર ખરાબ અસર કરી શકે છે. સામાન્ય રીતે અપચાની સમસ્યા વધુ મસાલેદાર ખાવાથી પણ થાય છે. એવામાં જીરાનો ઉપયોગ અત્યંત ફાયદાકારક બની શકે છે.કેવી રીતે કરવો ઉપયોગ:-
20 ગ્રામ જીરુ, 200 મિલી પાણી:- આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે અપચા જેવી સમસ્યા થવા પર 20 ગ્રામ જીરું ને તવા પર શેકી લો.ત્યારબાદ 200 મિલી પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળી લો.ત્યાર બાદ ગાળીને દિવસમાં બે વાર આનુ સેવન કરો.
4) પેટમાં ગેસની સમસ્યાને દૂર કરે:- વારંવાર કોઈક ને કોઈક પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન રહે છે. આવું મોટા ભાગે વધારે તળેલું-મસાલેદાર ખાવાનું ખાવાથી થાય છે.
કેવી રીતે કરવો ઉપયોગ:-
જીરું, સૂંઠ, ગરમ પાણી:- આયુર્વેદ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જીરાનું સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે જીરાને સૂંઠ અને સિંધવ મીઠા ની સાથે પાવડર બનાવીને રાખી લો અને જમતાં પહેલાં ગરમ પાણી સાથે આનું સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી