કાળી એલચી એ ભારતીય રસોઈઘરમાં જોવા મળતા અનેક મસાલાઓ માંથી એક છે. કોઈ પણ ભોજનમાં સ્વાદનો વધારો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે પછી ભલે તમારી મનપસંદ બિરયાની હોય, અથવા તો સ્વાદિષ્ટ છોલે ચણાનું શાક, કાળી એલચી વગર તેનો સ્વાદ અધુરો લાગે છે. એટલું જ નહિ પણ તેના સ્વાસ્થ્યવર્ધક લાભોને કારણે તેને આયુર્વેદમાં પણ સ્થાન મળ્યું છે. તેમજ તેનો ઉપયોગ ઘણી ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.
આમ એલચી એ શ્વાસની દુર્ગંધ દુર કરવાથી લઈને પેટની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ ઉપયોગમાં લેવાય છે. ચાલો તો જાણી લઈએ કાળી એલચીના તંદુરસ્તીને લગતા અદ્દભુત ફાયદાઓ વિશે, તેમજ તેના ફાયદાઓ જાણીને તમે પણ તેને પોતાના ડાયટનો ભાગ બનાવશો.પાચનતંત્રમાં : કાળી એલચી પોતાના ઉત્તેજક ગુણોને કારણે ગ્રેસ્ટ્રીક અને આંતરડાની ગ્રંથીઓથી આવશ્યક રસને સ્ત્રાવિત કરવામાં મદદ કરે છે. તે પેટના એસિડની માત્રાને નિયંત્રણમાં રાખવા માટે રસ સ્ત્રાવની પ્રક્રિયાને નિયમિત કરવામાં મદદ કરે છે. જેના પરિણામ સ્વરૂપ તમને પેટની બીમારી અથવા તો ગ્રેસ્ટ્રીક અલ્સર દુર કરવામાં મદદ કરે છે. કાર્મિનેટીવ પ્રકૃતિ હોવાના કારણે કાળી એલચી પેટની ગેસમાં રાહત આપે છે. જૂની કબજિયાતને ઠીક કરવાની સાથે ભૂખમાં પણ સુધારો કરે છે. તેમજ તે અપચાને કારણે પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત અપાવે છે. તમે તેનું સેવન ચાની જેમ ઉકાળીને પણ કરી શકો છો.
શ્વાસની દુર્ગંધ :
ઘણી વખત આપણને આપણી શ્વાસની દુર્ગંધ ખુબ જ પરેશાન કરે છે અને અનેક ઉપાયો કરવા છતાં પણ આ સમસ્યા દુર નથી થતી. જો તમને પણ શ્વાસની દુર્ગંધની સમસ્યા છે તો તમે કાળી એલચીનો ઉપયોગ કરી શકો છો. તે જીવાણુંરોધી ગુણોથી ભરપુર છે. ઘણી વખત પેટની ગડબડને કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે, જ્યારે કાળી એલચી આ સમસ્યાને જડથી નાશ કરે છે.આ સિવાય દાંતનું સંક્રમણ, પેઢાનું સંક્રમણ પણ કાળી એલચીના સેવનથી દૂર કરી શકાય છે. શ્વાસનું દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે રાત્રીના ભોજન પછી કાળી એલચીનો એક ટુકડો મોંમાં રાખો. તેમજ દરરોજ એલચીની ચાનું સેવન કરો. જેનાથી પેટ ડીટોક્સીફાઈ કરવા અને મજબુત કરવામાં મદદ મળે છે અને શ્વાસની દુર્ગંધ દુર થાય છે.
એસીડીટી :
કાળી એલચીમાં રહેલ મૂળ તત્વ પેટની મ્યુકોસલ કોટિંગને મજબુત કરે છે અને તમારા દ્વારા ઉત્સર્જીત થૂકની માત્રામાં પણ વધારો કરે છે. જ્યારે તમે કાળી એલચીનું સેવન કરો છો તો ઘણી માત્રામાં તેલનું નિર્વહન કરે છે. જે લાળ અંગોને મજબુત કરે છે. આ રીતે પેટ સારી રીતે કામ કરે છે. તે ભૂખમાં પણ સુધારો કરે છે અને શરીરથી એસીડીટીની સમસ્યા પણ ઓછી કરે છે. ભોજન કર્યા પછી નિયમિત રૂપે તેના થોડા દાણાનું સેવન એસીડીટીને ઓછી કરે છે.શ્વસન રોગો : કાળી એલચી ફેફસાની અંદર રક્ત સંચારને વધારે છે. જેનાથી અસ્થમા અને શરદી જેવી શ્વાસ સંબંધિત બીમારી ઓછી કરવામાં મદદ મળે છે. આયુર્વેદમાં કાળી એલચીને એક ગરમ સ્વાદના રૂપમાં ઓળખવામાં આવે છે. જે શરીરને અંદરથી ગરમ કરે છે, બલગમ(કફ) દુર કરવા અને છાતીમાં જકડનને ઓછી કરવામાં મદદ કરે છે. એટલે સુધી કે નાના બાળકોને શરદી કે તાવ આવવા પર તેના થોડા દાણા દુધમાં નાખીને આપવાથી કફ નીકળી જાય છે. છાતીમાં જકડન થવા પર કાળી એલચીનું પાણી ઉકાળીને તેનાથી નાસ લો, તેનાથી ફાયદો થશે.
ત્વચા ગ્લોઇન્ગ : કાળી એલચી એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન સી અને આવશ્યક ખનીજ પોટેશિયમથી ભરપુર છે. આથી આ મસાલાનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરની અંદરથી વિષાક્ત પદાર્થ દુર કરી શકાય છે. જેનાથી ત્વચાના ઉપર રક્તના સંચારમાં સુધાર આવે છે અને ત્વચા અંદરથી સાફ થઈને ગ્લોઇન્ગ બને છે જો લાંબા સમય સુધી યુવાન દેખાવવા માટે તેનું નિયમિત રૂપે સેવન કરવું ફાયદાકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી