જે લોકોને ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલ ની તકલીફ થાય છે તેમને પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને જે વસ્તુઓમાં શુગરનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. આ વસ્તુઓમાં બદામ પણ સામેલ છે. આથી જો તમે ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલ ના દર્દી છો તો તમારે બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. ચાલો તો આપણે આ વિશે વિસ્તારથી આ લેખમાં જાણી લઈએ. તેમાં રહેલ પોષક તત્વો ડાયાબીટીસ સામે રક્ષણ પૂરું પાડે છે. શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે.
કાજુ, પિસ્તા, બદામ, કિશમિશ, અંજીર જેવા ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ ખાવામાં કેટલા સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલા જ તેમના ફાયદા છે. આ બધી જ વસ્તુઓના પોતાના અલગ-અલગ ગુણ અને ફાયદાઓ હોય છે. પરંતુ બદામ એક એવી વસ્તુ છે જેને બાળકો થી લઈને મોટાઓ પણ ખાવાનું પસંદ કરે છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પણ થાય છે. લોકો બદામને કાચી, શેકીને, પલાળીને કે તેને મીઠા અને નમકીન વ્યંજનોમાં સમાવેશ કરીને ખાય છે. એમ તો બદામનો લોટ, તેલ, માખણ કે દૂધ પણ ઉપલબ્ધ હોય છે. કુલ મળીને વાત એ છે કે બદામને ગમે તે રીતે ખાઓ ફાયદો થાય છે.બદામના પોષકતત્વો ક્યાં છે?:- બદામ એક એવો સૂકો મેવો છે જેમાં શરીરને લાભ પહોંચાડનારા બધા જ પોષકતત્વો જોવા મળે છે. બદામ હેલ્થી ફૈટ, એંટીઓક્સિડેંટ, વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. 28 ગ્રામ બદામમાં ફાઈબર: 3.5 ગ્રામ, પ્રોટીન: 6 ગ્રામ, ફૈટ: 14 ગ્રામ, દરરોજની જરૂરિયાતનું વિટામિન ઇ: 37%, મેંગેનીઝ: 32%, મેગ્નેશિયમ:20% હોય છે. તે પ્રોટીન, આયારણ, કોપર, ફૉસ્ફરસ, અને વિટામિન બી12નો પણ સારો સ્ત્રોત છે.
બદામ ખાવાના ફાયદા:-
1) એંટીઓક્સિડેંટનો ખજાનો:- ડોક્ટરે જણાવ્યુ કે બદામ એંટીઓક્સિડેંટનો ભંડાર છે. એંટીઓક્સિડેંટ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે, જે તમારા સેલ્સમાં અનુઓને નુકસાન પહોંચાડી શકે છે અને સોજા, ઉંમર વધવી અને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે.2) બદામ ખાવાથી મળે છે વિટામિન ઇ:- વિટામિન ઇ ફૈટ સોલ્યુબલ એંટીઓક્સિડેંટનો એક પરિવાર છે. આ એંટીઓક્સિડેંટ તમારા શરીરમાં કોશિકાઓનું નિર્માણ કરે છે અને સેલ્સને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. માત્ર 28 ગ્રામ જેટલી બદામમાં તમને દરરોજની જરૂરિયાતનું 37% વિટામિન ઇ મળે છે. ધ્યાન રહે કે, વિટામિન ઇનું સેવન તમને હ્રદય રોગ, કેન્સર અને અલ્ઝાઇમર રોગના જોખમને ઓછું કરવામાં મદદ મળી શકે છે.
3) કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે બદામ:- લોહીમાં જોવા મળતું ખરાબ કોલેસ્ટ્રોલ હ્રદય રોગના જોખમને વધારે છે. નિયમિત રૂપથી બદામ ખાવાથી તમને આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને હ્રદય રોગના જોખમને ઓછું કરવામાં મદદ મળે છે. બદામ લોહીમાં એલડીએલને અસરકારક રીતે ઓછું કરે છે લોહીમાં વધેલ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું પણ કારણ બને છે.4) બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે:- બદામમાં મેગ્નેશિયમની સારી માત્રા હોય છે. અને તે પોષકતત્વો બ્લડ પ્રેશર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. ધ્યાન રહે કે, હાઇ બાદ પ્રેશર હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની ફેલિયરનું કારણ બને છે. એક્સપર્ટ માને છે કે, મેગ્નેશિયમની ઉણપને સરખી કરવાથી બ્લડ પ્રેશરમાં મોટી ઉણપ આવી શકે છે.
5) બ્લડ શુગર લેવલ ઓછું કરે છે બદામ:- બદામમાં કાર્બ્સ ઓછા હોય છે. પરંતુ હેલ્થી ફૈટ, પ્રોટીન અને ફાઈબર વધુ માત્રામાં હોય છે. તે જ કારણ છે કે, બદામ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે. સૌથી મોટી વાત એ છે કે, તેમાં મેગ્નેશિયમ વધારે હોય છે અને તે પોષકતત્વો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. એટલું જ નહીં, આ તત્વો ઇન્સુલિનના કાર્યમાં પણ સુધારો કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી