સ્વાસ્થ્યને હેલ્દી અને ફિટ રાખવા માટે તાજા ફળ અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપુર માત્રામાં પોષકતત્વો અને વિટામીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આવું જ એક ફળ છે નાશપતી. આ ફળમાં પ્રોટીન, કાર્બ્સ, ફાઈબર, વિટામીન સી, પોટેશિયમ, કોપર, વિટામીન કે સહીત ઘણા પોષકતત્વો રહેલા હોય છે. તેના સેવનથી પાચનતંત્ર મજબુત બને છે. તો ચાલો જાણીએ આપણે નાશપતી ફળના ચોંકાવનારા ફાયદા.
1 ) ડાયાબિટીસ : એક અધ્યયન અનુસાર જો ડાયાબિટીસના દર્દી નાશપતી ફળનું સેવન કરે છે, તો તેનું ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં આવી જાય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ખુબ જ ફાયદાકારક છે. આ ફળ મોટાભાગે ચોમાસામાં જ જોવા મળે છે. પરંતુ આ સિઝન દરમિયાન જો આ ફળનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીને ઘણા લાંબા સમય સુધી બ્લડ શુગરમાં ઘટાડો રહે છે. માટે ડાયાબિટીસ દર્દીએ નાશપતી ફળનું સેવન અવશ્ય કરવું જોઈએ.
2 ) પાચનતંત્ર : નાશપતી ફળનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર મજબુત બને છે. તે પેટના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેના સેવનથી પેટ બરોબર સાફ થઈ જાય છે. નાશપતીમાં ફાઈબર રહેલું હોય છે. જે ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે. ગેસ જેવી બીમારીઓ જે લોકોને થતી હોય તેમના માટે આ ફળ ખુબ જ લાભકારી છે. સિઝન દરમિયાન આ ફળનું સેવન રોજ કરવામાં આવે તો ડાયજેશન સિસ્ટમ મજબુત બને છે. જેને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે આ ફળનું સેવન જરૂર કરવું જોઈએ.
3 ) હૃદય : નાશપતીનું સેવન હૃદય માટે ખુબ જ લાભકારી છે. તેનું સેવન કરવાથી હૃદય મજબુત બને છે. નાશપતીમાં ઘણા એન્ટી-ઓક્સીડેંટ ગુણ રહેલા હોય છે. જે હૃદય માટે ખુબ જ લાભકારી છે. આ ફળનું સેવન કરવાથી હાર્ટએટેકનો ખતરો ઓછો થાય છે.
4 ) વજન : નાશપતીનું સેવન કરવામાં આવે તો વજન પણ ઓછુ થાય છે. કેમ કે નાશપતી ખાવાથી પાચનતંત્ર મજબુત થાય છે, જેના કારણે પેટ ફૂલવા જેવી સમસ્યા નથી થતી. પાચનની સમસ્યાઓને કારણે જ વજન વધે છે. પરંતુ આ ફળ પેટની સમસ્યા દુર કરે છે. જે વજન વધતા પણ અટકાવે છે. માટે જો સિઝનમાં નિયમિત સેવન કરવામાં આવે તો વજન પણ કંટ્રોલ રહે છે.
5 ) એનર્જી બુસ્ટર : એનર્જી બુસ્ટ કરવા માટે નાશપતી ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં એનર્જી બુસ્ટરનું કામ કરે છે. આ ફળનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. નિયમિત આ ફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. માટે આ ફળની સિઝનમાં જરૂર સેવન કરવું જોઈએ, તેનાથી અનેક સમસ્યા દુર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી