જો તમે કોઈ એક જ સ્થિતિમાં ખુબ જ લાંબો સમય બેસી રહો છો તો તમારા હાથ અને પગમાં ધુજારીની સમસ્યા થાય છે. આમ એક સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી હાથ અને પગમાં આવી ધુજારી થતી હોય છે. આ કોઈ બીમારીનો સંકેત નથી હોતો. હાથ પગમાં ધુજારીને કારણે તમારા હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, જાણે બેજાન થઈ જાય છે. આ સમયે તમને કંઈક કાંટા જેવો અનુભવ થાય છે.
આ સમયે તમે હાથ પગને હલાવવામાં અસમર્થ અનુભવો છો. સાથે શરીરમાં કોઈ આંતરિક ઈજાને કારણે ધુજારી ઉત્પન્ન થાય છે. પરંતુ આપણા શરીરમાં વધુ ધુજારી આવવી એ સ્વાસ્થ્ય માટે સારું નથી. જો કે હાથ પગમાં ધુજારી અને બેજાન થવાની આ સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે થાયરોઈડ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને અન્ય બીમારીને કારણે પણ આવી ધુજારી થઈ શકે છે.
ગંભીરતાથી લો હાથ પગની આ ધુજારી : આપણે રાત્રે ઘણી વખત એક જ સ્થિતિમાં સૂતા રહીએ છીએ, જેના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, અથવા તેમાં ધુજારી થાય છે. આ દરમિયાન હાથ પગના જે ભાગમાં ખાલી ચડે છે તેને સ્પર્શ કરવાથી કોઈ અનુભવ નથી થતો. સાથે આપણે હાથ પગને વાળવામાં પણ અસમર્થ થઈ જઈએ છીએ. થોડો દુખાવો પણ થાય છે. પરંતુ જે જગ્યા પર થોડી વાર માલીશ કરવાથી હાથ પગની ધુજારીને દુર કરી શકાય છે. જો માલીશ કર્યા પછી પણ ધુજારી દુર નથી થતી તો કોઈ બીમારીનો સંકેત હોય શકે છે.
1 ) રક્તસંચારની કમીને કારણે પણ હાથ પગમાં ધુજારી થવા લાગે છે. જો આપણા શરીરમાં રક્ત સંચાર યોગ્ય રીતે નથી થતો તો આપણી નસ પર તેની અસર થાય છે. જેનાથી આપણા શરીરમાં વિભિન્ન ભાગોમાં ઓક્સિજન બરાબર નથી પહોંચતો અને શરીરમાં ધુજારી અને ખાલી ચડવા લાગે છે.
2 ) જો આપણે નસ સંબંધિત બીમારીથી પીડિત છીએ તો આપણા હાથ-પગની આંગળી અને સાંધામાં ખાલી ચડે છે. હાથ પગમાં એવો અનુભવ થાય છે કે કોઈએ તેમાં સોય મારી હોય, આ દુખાવો ક્યારેક ક્યારેક અસહ્ય હોય છે.
3 ) જો તમારા હાથની આંગળીઓ અને કાંડામાં લાંબા સમય સુધી ખાલી ચડે છે તો અથવા બેજાન થઈ જાય છે તો તેને અવગણશો નહિ. આ લક્ષણ કાર્પલ ટનલ સિન્ડ્રોમના હોય શકે છે. જેમાં કાંદાની વચ્ચેની નસ જે હાથ અને ખંભા સુધી જાય છે, વચ્ચેની નસ દબાવવાથી આંગળીઓમાં ધુજારીની સમસ્યા થઈ શકે છે.
સતત ટાઈપિંગ : હાથમાં ધુજારીનું કારણ સતત ટાઈપિંગ કરવું એ પણ હોય શકે છે. લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટરમાં લાંબો સમય ટાઈપિંગ કરવાથી કાંદાની નસ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે લોકો કલાકો સુધી એક સ્થિતિમાં બેસીને મોબાઈલ જોતા રહે છે. આમ લાંબા સમય સુધી હાથ એક જ સ્થિતિમાં રહેવાથી હાથમાં ખાલી ચડે છે.vine
નસ દબાવવાના કારણે : કમર અથવા ગળાની નસ દબાવવાથી પગમાં ધુજારી થાય છે. આપણા હાથ અને પગમાં ધુજારીનું કારણ ઈજા થવી, ખોટી રીતે બેસવાથી પણ થઈ શકે છે. કરોડરજ્જુ ખરાબ થવાથી આસપાસની નસ દબાવા લાગે છે. આ સમયે સર્વાઇકલની સમસ્યા શરૂ થઈ જાય છે. તેનાથી હાથ પગમાં ખાલી ચડે છે.
ગર્ભવતી થવા પર : ઘણી ગર્ભવતી મહિલાઓને પગમાં ધુજારીની સમસ્યા ક્યારેક ક્યારેક થતી હોય છે. જે મહિલાઓના પગમાં તળિયા સપાટ હોય છે, જેનાથી નસ પર દબાણ થાય છે અને પગમાં ધુજારી થાય છે.
શરાબનું સેવન : હાથ અને પગમાં ધુજારીની સમસ્યા એ લોકોને પણ થાય છે, જે લોકો શરાબનું વધુ સેવન કરતા હોય છે. શરાબનું વધુ સેવન કરવાથી કોશિકાઓમાં ધુજારી થવા લાગે છે. જેનાથી હાથ અને પગમાં ખાલી ચડે છે.
હાથ-પગમાં ધુજારીનું કારણ – ડાયાબિટીસ : હાથ અને પગમાં હંમેશા ધુજારીનું કારણ ડાયાબિટીસ પણ હોય શકે છે. આથી પોતાનું શુગર સમય સમય પણ ચેક કરતા રહેવું જોઈએ. તેમજ દવાઓ અને યોગ્ય ખાનપાન પર ધ્યાન આપવું જોઈએ.
થાઈરોઈડ : હાથ અને પગમાં ધુજારી થાઈરોઈડના કારણે પણ થઈ શકે છે. ગળાની થાઈરોઈડ ગ્રંથીમાં ગડબડ થવાથી હાથ અને પગમાં ખાલી ચડવા લાગે છે. અથવા તેમાં ધુજારી થાય છે. આ સમયે ડોક્ટરની સલાહ લો.
વિટામીનની ઉણપ : વિટામીનની કમીને કારણે પણ આપણા હાથ-પગમાં ખાલી ચડે છે. વિટામીન બી-12 ની કમીના કારણે હાથમાં ધુજારી અને ખાલી ચડે છે. ડોક્ટરની યોગ્ય સલાહથી દવાઓનું સેવન કરવું જોઈએ. આમ તમે હાથ અને પગમાં ખાલી ચડવાના કારણને જાણીને તેનો યોગ્ય ઈલાજ કરી શકો છો. તેમજ આ બાબતને નાની ન ગણતા તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. જે તમને અમુક ગંભીર બીમારીનો સંકેત પણ સૂચવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી