આજના સમયમાં વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજની ખાણીપીણી, પ્રદૂષણ અને સ્ટ્રેસ વધવાના કારણે તેની ખરાબ અસર વાળ પર પડે છે અને વાળ કમજોર થઈ ને ખરવા લાગે છે. હેરફોલ ની સમસ્યાને દૂર કરવા માટે તમે એક સરળ અને ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો. જે લોકોને કુદરતી ઉપાય સુટ ન કરતો હોય તેઓ અન્ય ઉપાય અપનાવી શકે છે. તમે દાડમના પાનને પણ હેર ફોલ રોકવા માટે ઉપયોગ કરી શકો છો.
દાડમનાં પાન નો રસ વાળ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન હોવ તો તમે દાડમના પાનને અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીએ હેર ફોલ માં દાડમનાં પાન નો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. 1) દાડમનાં પાન ના રસ થી માથાની માલિશ:- દાડમનાં પાન ના રસ ને તમે નાળિયેર તેલમાં મેળવીને તેનાથી માથાની માલિશ કરો. માથાની માલિશ કરવાથી નવા હેર ફોલિકલ આવશે અને તમારા વાળ વધવા લાગશે. દાડમનાં પાન ના રસ થી તમે હેરફોલ ની સમસ્યાને દૂર કરી શકો છો. દાડમ ના પાનનો રસ કાઢીને તમે નાળિયેર તેલમાં મેળવીને આ મીશ્રણને હળવા હાથથી 20 મિનિટ સુધી માલિશ કરો ત્યારબાદ વાળ ધોઈ લો.
2) વાળમાં લગાવો દાડમનાં પાન નો રસ:- દાડમ ના પાન નો રસ તમારા વાળમાં લગાવવાથી હેર ફોલ ની સમસ્યાને રોકી શકાય છે. દાડમના પાનને ભેગા કરીને સાફ કરી લો. ત્યારબાદ તેમાંથી જે પલ્પ તૈયાર થશે તેને ગાળીને તમે દાડમ ના પાન નો રસ ભેગો કરો. હવે આ જે રસ છે તેને વાળની જડ માં લગાવો. અને 20 થી 30 મિનિટ સુધી આમ જ છોડી દો. ત્યાર બાદ અડધો કલાક પછી વાળને ધોઇ લો. આમ કરવાથી હેર ફોલ ની સમસ્યા દૂર થશે.5) ગ્રોથ વધારે દાડમના પાનનું તેલ:- વાળના ગ્રોથ માટે દાડમનાં પાન નો રસ ફાયદાકારક છે.તમે દાડમનાં પાન ના રસ થી તેલ તૈયાર કરી શકો છો. જો તમે હેર ફોલ થી પરેશાન હોવ તો તમે દાડમ ના પાનનો રસ કાઢી લો અને તેને સરસવના તેલમાં મિક્સ કરી લો. ત્યારબાદ તેને માથા પર લગાવો આનાથી ટાલની સમસ્યા દૂર થશે, અને જો હેરફોલ ની સમસ્યાથી પણ પરેશાન હોવ તો તેને દૂર કરવા માટે પણ દાડમનાં પાન માંથી બનતું તેલ ફાયદાકારક છે.
4) દાડમનાં પાન માંથી બનાવો હેર પેક:- હેરફોલ ની સમસ્યાને રોકવા માટે તમે દાડમનાં પાન નો હેરપેક તૈયાર કરી શકો છો. હેરપેક તૈયાર કરવા માટે તમે દાડમના પાનની પેસ્ટ બનાવો અને તેમાં લીંબુનો રસ એડ કરો. આ પેસ્ટને એક સ્વચ્છ વાસણમાં કાઢી લો. આ પેસ્ટને તમે વાળ અને સ્કેલ્પ પર લગાવો અને 30 મિનિટ સુધી આમ જ રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો અને તેને સુકવી લો.હેર ફોલ થી બચવા માટે શું કરવું ? :- 1) હેર ફોલ થી બચવા માટે તમે હેલ્થી ડાયટ લો. વિટામિન ઈ,વિટામિન એ, વિટામિન ડી, રિચ ફૂડ્સ વગેરેને તમારા ડાયટમાં સામેલ કરો.
2) હેર ફોલ ની સમસ્યાને રોકવા માટે સ્કેલ્પ અને વાળ પર કેમિકલનો ઉપયોગ ન કરો તેના સિવાય તમે શેમ્પુ અને કંડિશનર ને અઠવાડિયામાં ત્રણ વાર થી વધારે ઉપયોગ ન કરો.
3) હેરફોલ ની સમસ્યાને રોકવા માટે સ્કૅલ્પ અને વાળને સ્વચ્છ રાખો. બહાર જતી વખતે માથાને ઢાંકેલું રાખો.
હેર ફોલ ની બીમારી આમ તો સામાન્ય છે પણ દિવસમાં જો સો થી વધારે વાળ તૂટી રહ્યા હોય તો તે એક ગંભીર સ્થિતિ છે. જો ઘરેલુ ઉપચાર અસર ન કરતાં હોય તો તમારે રાહ જોયા વગર ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી