મિત્રો આ શિયાળાની ઋતુમાં તમારી સ્કીન ખુબ જ રફ થઈ જતી હોય છે, આથી તમે તેને મુલાયમ બનાવવા માટે ચહેરા પર કોઈક ક્રીમ લગાવો છો. જેના કારણે તમારા ચહેરાની ચમક કાયમ રહી શકે છે. પણ તમે આ ક્રીમની જગ્યાએ ઘરેલું વસ્તુઓ લગાવીને સ્કીનમાં ગ્લો લાવી શકો છો.
ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવો દરેક લોકો ઈચ્છે છે. પરંતુ શિયાળામાં લોકો ઠંડીને કારણે ચહેરા પર કોઈ વસ્તુ જલ્દી ઉપયોગ નથી કરતા. કારણ કે તેને ડર લાગે છે તેની ત્વચા રફ અને બેજાન બની જશે. આથી તમને જણાવી દઈએ કે રાત્રે સુતા પહેલા અમુક ઘરેલું વસ્તુઓ લગાવીને તમે સ્કીનનો ગ્લો કાયમ રાખી શકો. આજે આ લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા કંઈ વસ્તુઓને લગાવવી જોઈએ. જેનાથી તમારી ત્વચા ચમકદાર બની શકે છે.
ગ્લીસરીન અને લીંબુ : સ્કીનને હાઈડ્રેટ રાખવા માટે ગ્લીસરીન ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમજ શિયાળામાં ગ્લીસરીનના ઉપયોગથી ત્વચામાં પણ સારો એવો નિખાર આવે છે. આ માટે તમને જણાવી દઈએ કે, પહેલા તમે ગુલાબ જળ, ગ્લીસરીન અને લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ક્રીમની જેમ ત્વચા પર લગાવો. આમ કરવાથી તમારી સ્કીનમાં નિખાર આવે છે.
નાળિયેરનું તેલ : આમ જોઈએ તો નાળિયેર એ અનેક પોષક તત્વોથી સમૃદ્ધ છે. આથી જો તેનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે તો સ્કીનની અનેક સમસ્યાઓ દુર થઈ જાય છે. તેમજ જો રાત્રે સુતા પહેલા નાળીયેરના તેલનો ઉપયોગ કરવામાં આવે તો રફ અને બેજાન ત્વચા દુર થઈ જાય છે. તેનાથી ત્વચામાં નમી બની રહે છે અને એન્જીંગની સમસ્યા પણ દુર થઈ જાય છે.
બદામનું તેલ : બદામના તેલનો ઉપયોગ કરીને તમે ચહેરા પરના કાળા કુંડાળા દુર કરી શકો છો. આ માટે રાત્રે સુતા પહેલા બદામના તેલના થોડા ટીપા આંખના કુંડાળા પાસે લગાવી લો. હળવા હાથે એક મિનીટ માટે મસાજ કરો અને પછી આખી રાત રહેવા દો. આમ કરવાથી ચહેરામાં નિખાર આવે છે.
એલોવેરા જેલ : એલોવેરા જેલની મદદથી તમે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દુર કરી શકો છો. આ માટે તમે રાત્રે સુતા પહેલા એલોવેરા જેલ ત્વચા પર લગાવો. આં એન્ટી ઓક્સીડેંટનું કામ કરે છે. આથી શિયાળામાં તેનો ઉપયોગ રાત્રે સુતા પહેલા કરવો જોઈએ.
વિટામીન ઈ કેપ્સુલ : વિટામીન ઈ ઓઈલની મદદથી તમે સ્કીનને લગતી અનેક સમસ્યાઓ દુર કરી શકો છો. પણ ક્યારેય પણ વિટામીન ઈ ના તેલનો ઉપયોગ સીધો ત્વચા પર ન કરવો જોઈએ. એવામાં તમે નાળિયેર તેલ અને બદામના તેલની સાથે વિટામીન ઈ ના થોડા ટીપા મિક્સ કરો, પછી આ મિશ્રણને ત્વચા પર લગાવો. આમ કરવાથી ત્વચામાં નિખાર આવે છે.
એરંડિયું : એરંડાનો ઉપયોગ કરીને તમે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દુર કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે વિટામીન ઈ ની કેપ્સુલ હોવી જોઈએ. હવે એક ચમચી એરંડામાં વિટામીન ઈ ના તેલને મિક્સ કરો. આ મિશ્રણને તમે શિયાળામાં તમારી ત્વચા પર લગાવો. ત્વચામાં નિખાર જોવા મળશે.
મલાઈનો ઉપયોગ કરો : નાળિયેરની મલાઈથી ત્વચા અને વાળ બંનેને હેલ્દી બનાવી શકાય છે. તેમાં વિટામીન સી અને વિટામીન ઈ બંને મળે છે. આથી તમે રાત્રે સુતા પહેલા નાળિયેરની મલાઈને ચહેરા પર લગાવી શકો છો. આમ કરવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી