મિત્રો દરેક લોકોને પોતાના વાળ સફેદ થાય એ નથી ગમતું હોતું. આ માટે તેઓ પોતાના સફેદ થયેલ વાળ કાળા કરવા માટે કલરનો ઉપયોગ કરે છે. જેથી કરીને પોતાના સફેદ વાળ છુપાવી શકે. પણ તમે કેટલાક નેચરલ ઉપાયો અપનાવીને પણ પોતાના સફેદ વાળ કાળા કરી શકો છો. આ માટે આપણી રસોઈમાં રહેલ આદુ ખુબ જ ઉપયોગી છે. આદુને વાળમાં લગાવીને તમે સફેદ વાળ કાળા કરી શકો છો.
વધતી ઉંમરની સાથે વાળનું સફેદ થવું ખૂબ જ વ્યાજબી હોય છે, પરંતુ નાની ઉંમરમાં જ જો તે સફેદ હોય તો શરમનું કારણ બની શકે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવાના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે વધતું પ્રદૂષણ, ખાણીપીણી, સ્ટ્રેસ અને શારીરિક બીમારીઓ. હવે જ્યારે વાળ નાની ઉંમરમાં સફેદ થઈ રહ્યા હોય તો લોકો તેને ફરીથી કાળા કરવા માટે મહેંદી, ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટસ અને કેમિકલ વાળા કલરનો ઉપયોગ કરે છે. આ બધી જ વસ્તુઓ થોડા સમય માટે વાળાને કાળા બનાવે છે, પરંતુ જેવો તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે તો, વાળ ખરાબ થવા લાગે છે.જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી જજૂમી રહ્યા હોય તો, કેમિકલ યુક્ત પ્રોડક્ટસના બદલે ઘરેલુ ઉપાયોની મદદ લેવી. વાળને કાળા કરવા માટે તમે આદુંનો ઉપયોગ કરી શકો છો. હા, આદુંના પોષકતત્વો વાળને પોષણ આપીને તેને કાળા બનાવવામાં મદદ કરે છે. આવો જાણીએ સફેદ વાળને કાળા કરવા માટે આદુંનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.
વાળને કાળા કરવા માટે કઈ રીત કરવો આદુંનો ઉપયોગ:- વાળને કાળા કરવા અને તેની રંગત સુધારવા માટે તમે આદુંનો લેપ કે આદુંના માસ્કનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારે નીચે આપવામાં આવેલા પ્રોસેસને ફોલો કરવાની રહેશે.
આ લેપને બનાવવા માટે એક વાટકીમાં 20 થી 30 ગ્રામ આદું વાટી લો. વાટેલાં આદુમાં 2 ચમચી મધ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે વાળને પાણી અને શેમ્પૂની મદદથી ધોઈને સૂકવી લો. જ્યારે વાળ સુકાય જાય તો, આદુંના પેસ્ટને વાળમાં લગાડીને છોડી ડો, 15 થી 20 મિનિટ સુધી વાળમાં આદુંની પેસ્ટ રહેવા દો. જ્યારે વાળમાં આદુંની પેસ્ટ સુકાઈ જાય તો, તેને પાણીથી ધોઈ લો. વાળમાંથી આદુંની પેસ્ટ ધોતા સમયે ધ્યાન રહે કે તે સરખી રીતે નીકળી જાય. આદુંના પેસ્ટને ક્લીન કરતાં સમયે તમારે કોઈ પણ પ્રકારના શેમ્પૂ કે કંડિશનરનો ઉપયોગ કરવાનો નથી. વાળને કાળા કરવા માટે તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આદુંના પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
વાળમાં આ રીતે પણ કરી શકાય છે આદુંનો ઉપયોગ:- માસ્ક સિવાય તમે વાળમાં આદુંનો રસ પણ લગાડી શકો છો. તેને લગાડવા માટે એક વાટકીમાં 5 થી 7 ચમચી આદુંનો રસ અને રૂ લો. રૂની મદથી સ્કેલ્પ પર આદુંનો રસ લગાડવો. અને ઓછામાં ઓછું અડધા કલાક માટે છોડી દો. ત્યાર બાદ સ્કેલ્પની હળવા હાથે મસાજ કરતાં પાણીથી ધોઈ લો.સફેદ વાળને કાળા કરવા માટે તમે અઠવાડિયામાં 3 થી 4 વખત આદુંના રસનો ઉપયોગ કરી શકો છો. આદુનો રસ એ કુદરતી રીતે કામ કરે છે. અને તમારા વાળને અંદરથી મજબુત કરે છે. વાળને અંદરથી પોષણ મળતા તમારા સફેદ થયેલ વાળ ધીમે ધીમે કાળા થવા લાગે છે. આમ નાની ઉંમરે સફેદ થયેલા વાળને કુદરતી રીતે કાળા કરવા માટે આદુ એક નેચરલ ઉપાય તરીકે કામ કરે છે. તેમજ તેની કોઈ આડ અસર થતી નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી