આદુનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે, અને આદુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. પરંતુ શું તમે આદુ ના પાનનો ઉપયોગ કર્યો છે? આદુનાં પાન પણ આદુની જેમ જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને તેનું સેવન કરવાથી ઘણા બધા પ્રકારની સમસ્યાઓ જેમ કે સાંધાનો દુખાવો, ખેંચાણ, મચકોડ, ગળામાં ખરાશ, સ્નાયુઓમાં દુખાવો, ઊલટી, કબજિયાત, અપચો, હાઇ બ્લડપ્રેશર અને સંક્રામક રોગોને દૂર કરી શકે છે. ચીનની પારંપરિક ચિકિત્સા પદ્ધતિ અને ખાણીપીણીનાં આદુનાં પાન નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે આ લેખમાં આદુનાં પાન ના ફાયદા તથા તેને ઉપયોગ કરવાની રીત વિશે જણાવીશું
આદુનાં પાન ના ફાયદા
સાંધાના દુખાવા: આદુ ના પાનનો ઉપયોગ કરવાથી સાંધામાં થતી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. ખરેખર તો આ પાનમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે જે સોજામાં થી રાહત આપવા માટે ખૂબ જ અસરકારક છે. ત્યાં જ આદુનાં પાનનું સેવન કરવાથી સાંધામાં થતા દુખાવાથી આરામ મળી શકે છે.
સ્નાયુના દુખાવા : આદુના પાનમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે સ્નાયુમાં થતા દુખાવામાં આરામ આપવા માટે તમારી મદદ કરી શકે છે. અને એક રિસર્ચ અનુસાર આદુનાં પાન માં ઉપસ્થિત ગુણ સ્નાયુમાં થતા દુખાવા અને જકડનને દૂર કરવા માટે ખૂબ જ પ્રભાવી છે.
બ્લડ પ્રેશર: બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ આદુનાં પાન ખૂબ જ લાભકારી હોય છે. તે શરીરમાં લોહીના પ્રવાહને ખૂબ સારું બનાવે છે, અને જો તમને બ્લડ-પ્રેશર અથવા તો હાઈપર ટેન્શનની સમસ્યા છે તો આદુ ના પાન થી બનેલ તેનું સેવન કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ પ્રભાવકારી સાબિત થઈ શકે છે.
વાયરસથી બચાવે
આદુની જેમ જ આદુનાં પાન પણ વાઈરસથી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે. ખરેખર તેમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે સંક્રમણથી તમારો બચાવ કરે છે. અને તેમાં તમારી મદદ કરી શકે છે. જો તમને વાયરલ ના કારણે શરદી ઉધરસ અને તાવની તકલીફ થઈ રહી છે તો આદુના પાનની ચાનું સેવન કરી શકો છો.
કબજીયાતમાં: કબજિયાતની સમસ્યામાં રાહત મેળવવા માટે આદુનાં પાન પ્રભાવકારી થઈ શકે છે. તેમાં ઉપસ્થિત ફાઇબર તમારા મળને ત્યાગ કરવામાં મદદ કરી શકે છે. જો તમને કોઈ કારણથી કબજિયાતની તકલીફ છે તો તેને નિયમિત રૂપે તમારા આહારમાં સામેલ કરી શકો છો.
કઈ રીતે કરવો આદુનાં પાન નો ઉપયોગ
ભોજન બનાવવા માટે આદુ ના પાનનો ઉપયોગ કરી શકો છો. તેની માટે આદુ ના પાન ને ઝીણા સમારી લો, હવે આ પાનને તમે કોઈ શાકભાજીમાં નાખીને તમારી શાકભાજીનો સ્વાદ વધારી શકો છો. તે સિવાય તમે તેને પાણીમાં ઉકાળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો. તેની સુગંધથી જ ભોજનનો સ્વાદ વધી જાય છે. તેની સાથે જ તે તમારા માટે લાભકારી થઈ શકે છે. એટલું જ નહીં તમે તેના પાન માંથી અથાણું પણ બનાવી શકો છો.
તમે ઈચ્છો તો આદુનાં પાન ને કાચા પણ ખાઈ શકો છો. તેની માટે તમારે કોઇ સલાડ અથવા કોઈ ડીશ ઉપર ગાર્નિશ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
આદુ ના પાનનો ઉપયોગ ચાના રૂપે પણ કરી શકાય છે. તેની માટે આદુના પાનને પાણીમાં સારી રીતે ઉકાળો. હવે એક કપમાં ગાળી લઈને તેમાં લીંબુના રસના અમુક ટીપાં નાખો, અને મધ ઉમેરો તેનો સ્વાદ આદુની ચા કરતા થોડો અલગ હોઈ શકે છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આદુનાં પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે તેનું સેવન તમે સીમિત માત્રામાં કરો. ત્યાં જ જો તમે પહેલી વખત આદુનાં પાન નો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો એક્સપર્ટની સલાહ જરૂર લો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી