જ્યારે ધમનીઓમાં હાઈ કોલેસ્ટ્રોલ વધુ થઈ જાય તો તે હાર્ટએટેક અને હૃદય સંબંધિત જટિલતાઓને વધારી દે છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને જેવું તેવું ખાનપાનના કારણે શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ થઈ જાય છે. જ્યારે હાઈ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં ચોંટવા લાગે છે તો લોહીના પ્રવાહને ઓછો કરી દે છે. એટલા માટે તે જીવનમાં જોખમ ઉભું કરે છે. માટે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે લસણ ખુબ જ કારગર આપે છે. લસણનું જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર બંનેનો અંત આવી જાય છે. આ વાત અમે નહિ પરંતુ આયુર્વેદ વિશેષજ્ઞ કહે છે. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી કરવા માટે લસણનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે લસણનું સેવન કેવી રીતે કરવામાં આવે જેનાથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
1 ) કાચું લસણ : આયુર્વેદ અનુસાર કાચા લસણની કળીઓને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર બંને ઓછું થાય છે. લસણમાં મળી આવતા એલિસીન કમ્પાઉન્ડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને લોહીને પાતળું કરે છે. જ્યારે લસણ પાકી જાય છે તો તેમાંથી એલિસીન ગાયબ થઈ જાય છે, એટલા માટે લસણનો ઉપયોગ વધુ ફાયદાકારક હોય છે.
2 ) લસણની ચા : જો તમને લસણની સુગંધ પસંદ હોય તો લસણની કાચી કળીને ચા માં મિક્સ કરીને પિય શકો છો. તેમાં તમે તજનો પાવડર પણ મિક્સ કરી શકો છો. આ સિવાય તમે તેમાં લેમન જ્યુસ અને મધ પણ મિક્સ કરી કરો, તેમાં ચા ન નાખવી જોઈએ. આ બધી વસ્તુને મિક્સ કરીને ચા બનાવો અને પિય લ્યો. તે કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત કરશે.
3 ) મધ અને લસણ : લસણની કળીનોને ઝીણી ઝીણી કાપી લ્યો અને તેમાં મધ મિક્સ કરી ડો. તેને થોડા સમય સુધી એવી જ રીતે મૂકી ડો. પછી ધીમે ધીમે એ લસણને ચાવી જાવ. જો સ્વાદ તીખો લાગે તો તેમાં થોડું ગરમ પાણી પણ મિક્સ કરી દો. તેનું સવારે સવારે સેવન કરવું જોઈએ.
4 ) રોસ્ટેડ લસણ : લસણને હળવું એવું લાલ થાય ત્યાં સુધી શેકીને ખાવું જોઈએ. તેનાથી લસણનો ટેસ્ટ થોડો મીઠો થઈ જાય છે. લસણને ફોતરાં સાથે ત્યાં સુધી શેકતા રહો જ્યાં સુધી તે ગોલ્ડન ન થાય. ત્યાર બાદ તેને ઠંડું કરીને લસણના ફોતરાં ઉતારી લ્યો અને તેને ચટણી સાથે ખાઈ શકો છો. તેનાથી સ્વાદ ખુબ જ વધી જાય છે, સાથે હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર સહિત ઘણા ફાયદા મળે છે.
5 ) લસણનું તેલ : જો તમને કાચું લસણ ખાવું પસંદ ન હોય તો લસણના તેલનું સેવન કરવું જોઈએ. તેને તમે કુકિંગમાં ઉપયોગ કરી શકો છો. લસણનું તેલ તમે ખુદ પણ બનાવી શકો છો. તેની સાથે લસણને ફોલી લ્યો અને તેને ક્રશ કરી તેમાંથી તેલ કાઢી લ્યો. તેનાથી કુકિંગ ઓઈલની સાથે મિક્સ કરી દો અને તેનું સેવન તમે ઈચ્છો એ રીતે કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી