જો તમે આંખોનું તેજ વધારવા માંગો છો તો વિટામીન ઈ, બી અને સી વાળા ફળનું સેવન કરવું, ફળમાં આ બધા વિટામીન રહેલા છે. તમારી આંખનું તેજ વધારવા દરરોજ તાજા ફળોનું અને શાકભાજીનું સેવન કરવું.
ફળોમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જેને આપણે એન્ટી-ઓક્સીડન્ટ તરીકે ઓળખીએ છીએ, જે તમારા સેલ્સ અને ટીસ્યુને સ્વસ્થ રાખે છે જેના કારણે તમને આંખને લગતી બીમારી થવાની સંભાવના ઓછી રહે છે. આ લેખમાં અમે આંખનું તેજ વધારતા અને સ્વસ્થ રાખતા 5 ફળો વિષે માહિતી આપીશું અને ફાયદા જણાવીશું.
આંખને સ્વસ્થ રાખતા ફળો : 1) આંખનું તેજ વધારવા પપૈયાનું સેવન કરો : પપૈયામાં રહેલા ઉત્સેચકો અને તેના એન્ટી-ઓક્સીડન્ટ ગુણો આંખને સ્વસ્થ રાખે અને તેજ વધારે છે, ઉપરાંત આંખને લગતી કોઈ પણ બીમારી થતી નથી. નાના બાળકોને દરરોજ જમવામાં પપૈયા આપવું ફાયદાકારક છે.
2) નારંગી ખાવાથી મોતિયો આવવાની સંભાવના ઘટે છે : આંખો માટે ખાતા ફળોનું સેવન ફાયદાકારક છે, તેમાં રહેલું વિટામીન સી આંખને સ્વસ્થ રાખે છે. સંતરા સિવાય લીંબુ અને ગ્રેપફ્રુટમાં માંથી પણ સારા પ્રમાણમાં વિટામીન સી મળે છે. વિટામીન સી એક ખાસ એન્ટી-ઓક્સીડન્ટ છે મોતિયાના લક્ષણોથી બચી શકાય છે. ઉમર સાથે આંખનું તેજ ઘટે છે પણ વિટામીન સી વાળા ફળોના સેવનથી તમે આંખોનું તેજ જાળવી શકો છો.
3) રતઆંધળા પણાની સમસ્યાથી છુટકારો મેળવવા જમરૂખ ખાવ : જમરૂખમમાં વિટામીન સી અને ઈ હોય છે, વિટામીન ઈ ની ઉણપથી રાત્રે ઓછું દેખાવવાની સમસ્યા થાય છે. વિટામીન ઈ ની ઉણપથી આંખો સૂકાવી, નાઈટ બ્લાઇન્ડનેસ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે, શિયાળામાં જમરૂખ ખાવા જોઈએ પણ વધુ માત્રામાં નહી કારણ કે ઘણા લોકોને તેના કારણે પેટ દુખવાની સમસ્યા થાય છે.
4) રેટીનાને સ્વસ્થ રાખે છે એવોકાડો : એવોકાડોમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે આંખ માટે ફાયદાકારક છે, વિટામીન ઈ ની મદદથી તમે મસ્ક્યુલર ડીજનરેશનની સમસ્યાથી બચી શકો છો. મસ્ક્યુલર ડીજનરેશન એક એવી સમસ્યા છે જેમાં ઉમર વધતા તમારી રેટીના ઉપર અસર પડે છે અને આંખનું તેજ ઘટી જાય છે સાથે દેખાતું ઓછું થઈ જાય છે. જો તમે એવોકાડોનું સેવન કરશો તો વિટામીન ઈ ની સમસ્યા રહેશે નહી અને આંખો સ્વસ્થ રહેશે.
5) આંખોની બીમારીઓથી બચવા માટે પીચનું સેવન : પીચમાં વિટામીન સી અને ઈ જેવા વિટામીન મળી આવે છે, જે આંખોને મેક્યુલર ડિઝનેરેશન એટલે કે રેટીનાને ખરાબ થવાથી બચાવે છે. જેનાથી આંખો સ્વસ્થ રહે છે. પીચમાં બીટા કેરોટીન હોય છે જેનાથી આંખોની રોશની સારી રહે છે. પીચમાં ઝિંક કોપર પણ મળી આવે છે, આ ફળનું સેવન કરવાથી તમે કેટરેક્ટ એટલે મોતિય જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.
તમે રોજ આ એક ફળનું સેવન પણ કરો તો વૃદ્ધાવસ્થામાં પણ આંખની ગંભીર સમસ્યા નહિ થાય. શાકભાજીના સલાડમાં એડ કરીને પણ તમે આ ફળનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી