મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી વખત રસોઈ વધતા આપણે તેને ફ્રીજમાં મુકીને બીજા દિવસે ખાઈએ છીએ. પણ જો ફ્રીજમાં વધુ સમય માટે રસોઈ રાખીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. આથી ફ્રીજમાં રસોઈ વધુ સમય રાખતા પહેલા આ લેખ એક વખત જરૂરથી વાચી જુઓ.
આજકાલની ભાગાદૌડી વાળી જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો માટે દરરોજ તાજું ભોજન બનાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આ જ કારણે સામાન્ય રીતે લોકો એક જ વખતમાં મોટી માત્રામાં ભોજન તૈયાર કરી લે છે અને પછી તેનો ઉપયોગ કરવા માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી લે છે. પરંતુ ઘણા હેલ્થ એક્સપર્ટ બનાવેલા ભોજનને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખવાની સલાહ આપે છે. ફ્રીજમાં લાંબા સમયથી સ્ટોર કરેલ ભોજનના શું નુકસાન છે અને તેને કેટલી વાર સુધી સ્ટોર કરીને રાખવા સારા ગણાય છે.
જાણો અહીં….તેના વિશે જણાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર કહે છે કે, તે લોકોની વચ્ચે ખોટી ધારણા છે કે, રેફ્રીજરેટર કરવાથી ભોજન પોતાના પોષકતત્વો ખોઈ નાખે છે. પરંતુ ભોજનના ઘણા પોષકતત્વો તેને રાંધવાથી નષ્ટ થઈ જાય છે.રેફ્રીજરેટરમાં ભોજન સ્ટોર કરવું સારું ગણાય કે નહીં?:- સામાન્ય રીતે આ પ્રકારના મુદ્દાઓ પર બનેલી અવધારણાઓને તોડતા સૂચનાત્મક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, આગળ કહે છે કે, પાણીમાં ઘૂલનશીલ વિટામિન સૌથી અસ્થિર અને સરળતાથી ખોવાઈ જનાર પોષકતત્વ હોય છે પરંતુ, તેનું મોટા ભાગનું નુકસાન ભોજન રાંધવા દરમિયાન જ થાય છે, રેફ્રીજરેશન દરમિયાન નહીં, વાસ્તવમાં હિટ જ વિટામીનોને નષ્ટ કરે છે, ઠંડક નહીં.
એક એરટાઈટ કન્ટેનરમાં વધારે રાંધેલો ખોરાક ઓછામાં ઓછા 2 થી 3 દિવસ અને અમુક કેસમાં એક અઠવાડીયા સુધી સારો રહી શકે છે. ફ્રીજમાં રાખેલી ઘણી બધી વસ્તુઓ છ મહિના સુધી સારી રહી શકે છે. બધી જ જૈવિક ક્રિયાઓ તાપમાનની સાથે ધીમી થઈ જાય છે. માટે જ ભોજનને નષ્ટ થઈ જવાની સંભાવના ઓછી થઈ જાય છે.અમુક ફૂડ્સ જલ્દી ખરાબ થઈ જાય છે:- તેઓ આગળ જણાવે છે કે, જોકે, તેના ઘણા અપવાદ પણ છે. સાદા રાંધેલા ભાતમાં ઘણી વખત એવા બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે જે ઓછા તાપમાને પણ સરવાઈવ કરી લે છે. માટે એક થી બે દિવસમાં જ તેનું સેવન કરી લેવું જોઈએ. તે સિવાય કેમકે ભારતીય ભોજનમાં મસાલા, નમકીન અને ખટાશ હોય છે માટે તે, પોતાનામાં જ ફ્રિજને અનુકૂળ થઈ જાય છે.
આ ફૂડ્સને જલ્દી ખાઈ લેવા જોઈએ:- ફ્રીજમાં સ્ટોર કરવાથી સમયની બચત થાય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત છે. આ સવાલનો જવાબ આપતા પોષણ વિશેષજ્ઞ કહે છે કે, માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી ઉત્પાદનો અને ઈંડા જેવા જલ્દી ખરાબ થતા ખાદ્ય પદાર્થોને રેફ્રીજરેટરમાં રાખવા જોઈએ અને તેનું અમુક દિવસો થી લઈને અઠવાડીયાની અંદર ઉપયોગ પણ કરી લેવો જોઈએ. જ્યારે જલ્દી ખરાબ ન થતાં ખાદ્ય પદાર્થો જેમકે, રોટલી, ફળ અને શાકભાજીને વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે.એક્સપર્ટ મુજબ, ફ્રીજમાં રાખેલ ભોજનમાં ત્રણ થી ચાર દિવસ પછી બેક્ટેરિયા પનપવા લાગે છે. ત્યાર બાદ વધારે દિવસ સુધી રાખેલ ભોજનમાં ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે. બેક્ટેરિયા સામાન્ય રીતે ભોજનના સ્વાદ, ગંધ કે રંગને બદલતા નથી. તેના કારણે ભોજન સુરક્ષિત છે કે નહીં, તે જાણવું મુશ્કેલ થઈ જાય છે.
શા કારણે થાય છે બેક્ટેરિયા?:- આપણામાંથી કોઈ પણ ભોજન બનાવ્યા ઓછી તરત જ ફ્રીજમાં રાખતા નથી. ભોજનને પહેલા ખાવા માટે બહાર રાખવામા આવે છે. જ્યાર પછી વધેલા ભોજનને રૂમના તાપમાને ઠંડા થયા પછી જ ફ્રીજમાં રાખવામા આવે છે. આ સ્થિતિ બેક્ટેરિયાને જલ્દીથી ભોજન દૂષિત કરવાની તક આપે છે.બેક્ટેરિયાને થતાં અટકાવવા શું કરવું:- ભોજનમાં બેક્ટેરિયા ઉદ્દભવતા અટકાવવા માટે સૌથી પહેલા જલ્દી ખરાબ થતી વસ્તુનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જે વધે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને તેને ઢાંકીને રાખવા. વાસી વધેલા ભોજનને ફ્રીજમાં આગળની તરફ અને તાજા ભોજનને પાછળની તરફ રાખવા. આમ, જેટલું શક્ય બને તાજું બનાવેલું ભોજન જ ખાવું જોઈએ. ફ્રીજમાં રાખેલ ભોજન લાંબા સમય સુધી ઉપયોગમાં લેવું સ્વાસ્થ્ય માટે સારું નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી