આજકાલની લાઈફ સ્ટાઈલ જોતા તેમજ ખાનપાન જોતા આપણે ખાનપાનની વસ્તુઓને લઈને ગંભીર થવાની જરૂર છે. શું તમે જાણો છો કે બજારમાં મોંઘા ભાવે મળતા પિઝ્ઝા તમારી ઉંમર ઘટાડી રહ્યો છે. એક અધ્યયન મુજબ પિઝ્ઝાની એક સ્લાઈસ ખાવાથી માણસની જિંદગીની 7 થી 8 મિનીટ ઓછી થઈ જાય છે.
યુનિવર્સિટી ઓફ મીશીગનના એક્સ્પર્ટ એ ખાવાની અમુક વસ્તુઓનું નિરીક્ષણ કાર્બન ફુટ પ્રિંટ્સ અને પોષણના આધાર પર કર્યુ છે. બદામ ખાવાથી તમારી જિંદગીમાં 26 મિનીટ્સ વધી શકે છે.
આ રીપોર્ટમાં એ પણ કહ્યું છે કે, પીનટ બટર અને જામ સેંડ્વીચ ખાવાથી માણસની ઉંમરમાં અડધાથી વધારે કલાકનો વધારો થાય છે. જ્યારે પિઝ્ઝા સહીત બેકોન અને બર્ગર જેવી વસ્તુઓ માણસની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. એક્સપર્ટ કહે છે કે, પિઝ્ઝા ખાવાથી માણસની જિંદગીની 10 મિનીટ ઓછી થઈ જાય છે.
જર્નલ નેચર ફુડમાં પ્રકાશીત આ સ્ટડી સ્વસ્થ જીવન ઉપર આધારીત છે. વૈજ્ઞાનીકોને લગભગ 6000 કેસોમાં ઘણી રીતે ફુડ, સ્નેક્સ અને ડ્રીંક્સના પ્રત્યક્ષ પ્રભાવનો અભ્યાસ કર્યો છે. સ્ટડીમાં લેખકો એ જોયું છે કે, અમેરીકામાં પ્રતિગ્રામ પ્રોસેસ્ડ મીટનો સેવન કરવા વાળા લોકોની એવરેજ ઉંમર 0.45 મિનીટ ઓછી થઈ રહી છે.
આ હિસાબથી હોટડોગ સેંન્ડ્વીચમાં રહેલું 61 ગ્રામ પ્રોસેસ્ડ મીટ માણસની જિંદગીની 7 મિનીટ ઓછી કરી શકે છે. જ્યારે તેમાં રહેલ સોડીયમ અને ટ્રાંસ ફેટની વધારે માત્રા એક અલગ જ ચિંતાનો વિષય છે. તેમાં રહેલ પોલીસેચ્યુરેટેડ ફેટ અને ફાઈબરથી થતા ફાયદાઓનું નિરીક્ષણ કરી લે. ત્યારે પણ ફાઈનલ વેલ્યુમાં હોટડોગ આપણી જિંદગીની 36 મિનીટ ઓછી કરે છે.
યુનિવર્સિટીના શોધ કર્તાઓ કહે છે કે, આ સ્ટડી માત્ર લોકોને તંદુરસ્ત લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરશે પરંતુ તેની એંન્વાયરમેંન્ટ પર પણ સારી અસર પડે છે. શોધકર્તાઓએ દરેક ફૂડને એક ટ્રાફિક લાઈટ આપી છે. જે જણાવે છે કે, આપણે ક્યું ફૂડ વધુ ખાવું કોઈએ અને ક્યું ન ખાવું જોઈએ.
પોતાની ખુબ સારી ન્યુટ્રીશનલ વેલ્યુને લીધે સાલ્મન ફીશને તેમાં ગ્રીન સ્કોર આપ્યો છે. રીપોર્ટ અનુસાર સાલ્મન ફીશ માણસની જિંદગીમાં 16 મિનીટ વધારી શકે છે. જો કે પર્યાવરણ પર તેની અસરને જોતા રેડ સ્કોર આપવામાં આવ્યો છે.
સ્ટડીના પ્રમુખ શોધકર્તા કેટરીના સ્ટાઈલિયાનું એ દાવો કર્યો છે કે, પ્લાટ બેઝ ફુડ અને એનીમલ બેઝ્ડ ફુડ એકા બીજાથી ઘણા અલગ હોય છે. ઘણા એક્સપર્ટ તો પ્લાટ બેઝ પ્રોટીનને એનીમલ બેઝ પ્રોટીનથી વધારે ગુણકારક બતાવે છે.
પહેલા પણ આવા સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રોસેસ્ડ મીટમાં મળી આવતા તત્વો કેમીકલ્સ, કલર અને શરીરને નુકશાન પહોંચાડનાર સ્વીટનર્સ હોય શકે છે.
મીશીગન યુનિવર્સિટીના એક ગ્રાફમાં બતાવવામાં આવ્યુ છે કે, કેળા ખાવાથી માણસની જિંદગી 13.50 મિનીટ વધે છે. જ્યારે ટમેટા સાડા ત્રણ મિનીટથી વધુ જિંદગી વધારે છે. આ સિવાય એવોકાડો ખાવાથી તમારી જિંદગીની 2 મિનીટ અને 8 સેકેંડ વધે છે. જ્યારે એક સોફ્ટ ડ્રીંક પીવાથી તમારી જિંદગીના 12 મિનીટ 04 સેંકેડ ઓછા થાય છે.
આમ તમે અમુક વસ્તુઓનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી તમને નુકશાન થઈ શકે છે. અને તમારી જિંદગીની અમુક મિનીટ પણ ઓછી થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી