મિત્રો જો તમે ડાયાબીટીસથી પીડિત છો તો તમારે પોતાના ખોરાક અંગે ખુબ જ કાળજી રાખવી પડે છે. દરેક વસ્તુનું સીમિત માત્રામાં સેવન કરવું જરૂરી છે. પણ જો તમે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માંગતા હો તમારા માટે પીળા રંગનું આ દાણાદાર હર્બ્સ ખુબ જ અસરકારક નીવડી શકે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર સામાન્યથી ઘણું વધારે વધી જાય છે. વાસ્તવમાં, જ્યારે આપણે કોઈ વસ્તુ ખાઈએ કે પીએ છીએ તો, તેમાં કાર્બોહાઈડ્રેડ રહે છે. આ જ કાર્બોહાઇડ્રેડ શુગર હોય છે. કોઈ પણ વસ્તુ ખાધા કે પીધા પછી પેટમાં જાય છે. પેટમાં તે પચીને ગ્લુકોઝ બની જાય છે. આ ગ્લુકોઝ જ આપણી એનર્જી છે. ગ્લુકોઝ લોહીમાં દોડતું રહે છે.
ગ્લુકોઝ વગર આપણે કઇં પણ કરી શકતા નથી પરંતુ જ્યારે લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય એટલે કે શુગરની માત્રા જરૂરિયાત કરતાં વધી જાય તો તે નસોને પાતળી કરવા લાગે છે. આ સ્થિતિ જ ડાયાબિટીસ છે. કેમકે ડાયાબીટીસ લાઇફસ્ટાઇલથી સંબંધિત બીમારી હોવાને કારણે, લાઈફસ્ટાઇલ સરખી કરીને આપણે આ બીમારીને મટાડી શકીએ છીએ. આપણાં ઘરમાં એટલી વસ્તુઓ રહેલી હોય છે જેનાથી આપણે બ્લડ શુગરને કંટ્રોલ કરી શકીએ છીએ. મેથી તેમાંથી જ એક છે. પરંતુ મેથીનું વધારે સેવન પણ નુકસાનદાયક બની શકે છે. ડોક્ટર ના મત મુજબ, મેથી ખૂબ જ ફાયદાકારક જરૂર છે પરંતુ તેનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ. જો વધારે મેથીનું સેવન કરીએ તો, તેના ઘણા ખરાબ પરિણામો પણ શરીરને ભૂગતવા પડે છે.
જમ્યા પહેલા મેથીના સેવનથી બ્લડ શુગર નીચું આવે છે:- મેથી પીળા રંગના દાણાદાર બીજ હોય છે. તેનાથી જ પાવડર બને છે જે શાકભાજીમાં નાખવામાં આવે છે. મેથીમાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ જોવા મળે છે. હજારો વર્ષોથી ભારત અને ચીનમાં તેનો ઘણી બીમારીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. મેથીના દાણામાં ઘણા પ્રકારના વિટામીન્સ, આયરન, મેગ્નેશિયમ અને એંટીઓક્સિડેંટ જોવા મળે છે.
મેથીના દાણા હેલ્થી એનર્જી લેવલને વધારે છે અને ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. તે સિવાય તે સ્કીન અને વાળના ગ્રોથને પ્રોત્સાહિત કરે છે. મેથીમાં રહેલ ફ્લેવનોઈડ ફ્રી રેડિકલ્સથી બચાવે છે, જેના કારણે ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ અને કેન્સરથી બચાવ થાય છે. એક અધ્યયન માં જાણવા મળ્યું છે કે, જમ્યા પહેલા જો મેથીના થોડા દાણાનું સેવન કરવામાં આવે તો, ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત દર્દીઓમાં બ્લડ શુગર વધતી નથી. મેથીના દાણા પાચન શક્તિને મજબૂત કરે છે જેના કારણે કબજિયાત જેવી સમસ્યા થતી નથી.મેથીના વધારે સેવનથી થાય છે આ બીમારીઓ:- આટલી ફાયદાકારક હોવા છતાં મેથીનું વધારે સેવન નુકસાન પહોંચાડી શકે છે. માટે એ સમજવું જરૂરી છે કે, મેથીનું કેટલું સેવન ફાયદાકારક છે અને કેટલું સેવન નુકસાનદાયી છે. ડોક્ટર કહે છે કે, આપણે મેથીના દાણાનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. જોકે, તેની કેટલી માત્રા સાચો ડોઝ છે તે દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોઈ શકે છે. મેથીના દાણા લઈ રહ્યા હોય, કે મેથીનો પાવડર કે મેથીના પાંદડા, ડોઝ એ વાત પર પણ નિર્ભર કરે છે.
આમતો, જો વ્યક્તિ સ્વસ્થ હોય તો, તે 8 થી 10 ગ્રામ મેથીના દાણા કે તેનો પાવડર લઈ શકે છે. તેનાથી વધારે મેથી નુકસાન પહોંચાડી શકે છે. જો તમે વધારે મેથીનું સેવન કરી લીધું તો તેનાથી તમને પેટ સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મેથીના દાણાના વધારે સેવનથી ડાયેરિયા, ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. અમુક લોકોમાં લીવર સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી