દુધ ને વરીયાળી બંને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ અદ્ભુત લાભ આપે છે, પણ જો તે બંને એકસાથે મિક્સ કરવામાં આવે તો તેનાથી તમારા શરીરને વધુ લાભ આપે છે. વરીયાળી વાળું દૂધ વિટામીન અને ખનીજો થી ભરપુર હોય છે જેના તમને અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.
રાત્રે સૂતા પહેલા એક ગ્લાસમાં ઘણી એવી વસ્તુઓને મિક્સ કરીને સેવન કરવાથી તમને તેના સ્વાસ્થ્ય ને લગતા અનેક ચમત્કાર થાય છે. વરિયાળીના બીજ એ લોકપ્રિય ભારતીય મસાલો છે જેનો ઉપયોગ ઘણા પાક અને ઔષધિઓ બનાવવામાં થાય છે. વરિયાળીના બીજ ખાવામાં મીઠા અને તમને સુગંધ પણ મળે છે. સૂકાયેલ વરિયાળીના બીજને માઉથ ફ્રેશનર અથવા સ્નેક ના રૂપમાં ખાવામાં આવે છે.
વરીયાળી વાળું દૂધ ના ફાયદાઓ ખુબ અનોખા છે. તેમજ વરિયાળીના બીજ આંખની રોશની વધારવામાં મદદ કરે છે. તે સોજા અને ઉલ્ટીમાં રાહત પ્રદાન કરીને પાચનને સારું કરવામાં મદદ કરે છે. વરીયાળી એ ડાયટરી ફાઈબર અને ઘણા પોષક તત્વોનો એક સ્ત્રોત છે, માઉથ ફ્રેશનર ના રૂપમાં, તેને એક સંતુલિત આહારના રૂપમાં સામેલ કરી શકાય છે.
જો તમે પોતાના એક ગ્લાસ દુધમાં વરિયાળીના બીજ સામેલ કરીને તેના ફાયદાઓ ને વધારી શકો છો. વરીયાળી વાળું દૂધ તમારા મેટાબોલીજ્મ ને પણ વધારે છે. દુધ ને વરીયાળી બંને આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ઘણા લાભ આપે છે. પણ જો તને એક સાથે મિક્સ કરવામાં આવે તો તે તમારા શરીરમાં એક જાદુ ની જેમ કામ કરે છે. વરીયાળી વાળું દૂધ વીટામી અને ખનીજો થી ભરેલું છે. વરીયાળી વાળું દૂધ પીવાના અદ્ભુત ફાયદાઓ
પાચનમાં: વરીયાળી વાળું દૂધ પીવાથી પાચનમાં સુધાર આવે છે. વરિયાળીના બીજમાં રહેલ વાષ્પશીલ તેલ હોય છે જે ગેસ્ટ્રીક એન્જાઈમ ના ઉત્પાદનને વધારીને પાચન પ્રક્રિયાને વધારે છે. આ દુધને પીવાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ રહે છે, તમે આ દૂધનું સેવન દરરોજ કરી શકો છો.
હાડકાઓના સ્વાસ્થ્ય માટે : વરિયાળીના બીજનું દૂધ કેલ્શિયમ, મેગનીજ, મેગ્નેશિયમ નો એક સારો સ્ત્રોત છે. જે હળકોના સ્વાસ્થ્ય માટે લાભ પ્રદાન કરે છે. વરિયાળીના બીજને પોતાના દુધના ગ્લાસમાં મિક્સ કરીને સેવન કરવાથી તમારા હાડકાઓ મજબુત બનાવામાં મદદ મળે છે.
એનીમિયાને અટકાવે : એનીમિયા થવાનું સામાન્ય કારણ શરીરમાં આયરનની ઉણપ હોય છે. અને ઘણી મહિલાઓ આજે આ બીમારી થી પીડિત થઈ રહી છે. વરિયાળીના બીજમાં આયરન અને પોટેશિયમ રહેલું છે જે શરીરની આયરન ની કમી પૂરી કરે છે અને રક્તમાં હિમોગ્લોબીન ને સંતુલિત કરે છે. અને તે આગળ જતા એનીમીતા જેવી પરેશાનીથી બચાવે છે.
આંખની રોશની : જે લોકોની આંખ ખરાબ છે અથવા ને લગતી કોઈ સમસ્યા છે તેમણે દરરોજ એક ગ્લાસ દુધમાં વરિયાળીના બીજ નાખીને સેવન કરવું જોઈએ. તેમજ આંખને આરામ આપવા અને આંખની રોશની વધારવા માટે તમે દરરોજ રાત્રે વરીયાળી વાળું દૂધ પી શકો છો.
હૃદયના સ્વાસ્થ્ય માટે :વરિયાળીના બીજમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ, રહેલ છે જે આપણા હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ વરિયાળીના બીજ એ હ્રદયની બીમારીને ઓછી કરે છે. તેમજ તેનું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
એન્ટી ઓક્સીડેંટથી ભરપુર : વરિયાળીના બીજમાં પોલીકેનોલ એન્ટી ઓક્સીડેંટ રહેલ છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. એન્ટી ઓક્સીડેંટ થી ભરપુર આહાર કોઈપણ બીમારીને રોકવા માટે ખુબ ફાયદાકારક છે. આ રીતે તમે કેન્સર, વજન વધારો, હૃદયની બીમારી જેવા અનેક રોગો થી દુર રહી શકો છો.
શ્વાસની સમસ્યામાં રાહત આપે: જો તમે અસ્થમા જેવી શ્વાસની બીમારીથી પીડિત છો તો વરીયાળીના બીજનું દૂધ તમારા માટે ખુબ જ સારું છે. તેમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ છે જે શ્વસન રોગ સામે લડે છે. તમે તમારી શ્વાસની સમસ્યામાં આ દૂધનું સેવન કરી શકો છો.
ચહેરાને ચમકદાર બનાવે : વરીયાળી નું નિયમિત રીતે સેવન કરવાથી તમારા શરીરને જસ્તા, કેલ્શિયમ, અને સેલેનીયમ જેવા ખનીજ મળે છે. એ હાર્મોન ને સંતુલિત કરવામાં અને ઓક્સીજન સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. ત્વચા પર તેનો ઠંડો પ્રભાવ ચહેરાને ચમક પ્રદાન કરે છે. વરિયાળીના બીજમાં એન્ટી બેકટરીયલ ગુણ હોય છે જે રક્ત ને શુદ્ધ કરવા અને ખીલ દુર કરવામાં મદદ કરે છે.
વજન કંટ્રોલ કરવામાં :શું તમે વજન ને કંટ્રોલ કરવા માંગો છો? વરીયાળી તમને લાંબા સમય સુધી પૂર્ણ રહેવામાં મદદ કરે છે, જે એક સમૃદ્ધ ફાઈબર સ્ત્રોત છે, જે તમને વધુ ખાવાથી રોકે છે, આ બીજનું સેવન શરીરના મેટાબોલીજ્મ ને વધારવામાં મદદ કરે છે. અને આરામ કરતી વખતે પણ તે કેલેરીને બર્ન કરે છે. આમ તમે વરિયાળીના બીજનું દૂધ સાથે સેવન કરીને અનેક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good informative article.
Shame that it is not for copy and paste for giving to many for wide spread knowhow.?!?
May be in the next century.