માતા બનવાનો અનુભવ કોઈ પણ મહિલા માટે એક ખાસ પ્રકારનો હોય છે. કોઈ સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેને ખુબ જ હેલ્દી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેનાથી તેના ગર્ભમાં રહેલ બાળકને પર્યાપ્ત પોષણ મળી રહે. પણ માત્ર ગર્ભાવસ્થામાં જ નહિ પણ ડિલીવરી પછી પણ મહિલાઓને પોષક તત્વોની જરૂર હોય છે. બાળકને જન્મ દીધા પછી મહિલાનું શરીર ખુબ જ નબળું થઈ જાય છે. તેના શરીરમાં શક્તિ નથી રહેતી. એવામાં પૂરી રીતે રીકવરી થવામાં સારા ખોરાકની જરૂર પડે છે.
ડિલીવરી પછી 6 મહિના સુધી માતાને નવજાત શિશુને સ્તનપાન કરાવવાનું હોય છે. આ પણ એક કારણ છે કે, તેને પોસ્ટ ડિલીવરી હેલ્દી ખોરાક લેવો જોઈએ. તેવામાં ઘણી સાસુ, દાદી, નાની બાળકના જન્મ પછી તેની માતાને ગુંદરના લાડુ બનાવીને આપે છે. તમારા માંથી પણ ઘણી મહિલાઓએ ગુંદરના લાડુ ખાધા હશે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ડિલીવરી પછી મહિલાને ગુંદરના લાડુ કેમ આપવામાં આવે છે. આજે આપણે એ વિશે જ વાત કરીશું.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ગુંદરના પણ ઘણા પ્રકાર હોય છે. જો તમે મહિલાને ગુંદર ખવડાવી રહ્યા છો તો કિકર અને બાવળનો ગુંદર સૌથી વધુ ફાયદાકારક છે. આ ગુંદર તમને બજારમાંથી સરળતાથી મળી જશે. જો કે તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો. લાડવા સિવાય તમે આ ગુંદરને એક ગ્લાસ દુધમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.
જો કે ગુંદરના લાડવાની વાત જ કંઈક અલગ છે. તેને બનાવવા માટે ગુંદર સિવાય ઘી, કાજુ, બદામ, જેવા મેવા અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગુંદરના લાડવામાં ખુબ જ કેલેરી હોય છે. તેમજ તે પોષક તત્વથી પણ ભરપુર હોય છે. આ બધી વસ્તુઓ તંદુરસ્તીની દ્રષ્ટીએ ખુબ જ જરૂરી છે. ખાસ કરીને તેને ડિલીવરી પછી મહિલાઓને તે આપવા જોઈએ. તેના ઘણા સારા લાભ છે. તો ચાલો જાણીએ ગુંદરના લડવા ખાવાના ફાયદા.
હાડકા : જ્યારે એક મહિલા બાળકને જન્મ આપે છે તો પોસ્ટ ડિલીવરી તેના કરોડરજ્જુને કમજોર બનાવે છે. ગુંદરના લાડવા ખાવાથી હાડકાઓ મજબુત થવામાં મદદ મળે છે. આથી મહિલાઓ પોતાના હાડકાઓમાં કમજોરી અનુભવે છે તો તેણે ગુંદરના લાડવા જરૂર ખાવા જોઈએ. તેનાથી તેના હાડકાઓ મજબુત બનશે.
રોગ પ્રતિકારક શક્તિ : ડિલીવરી પછી મહિલાઓની ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર પડી જાય છે. આ સિવાય આ કોરોના કાળમાં ઈમ્યુન સિસ્ટમ નબળી થવાની સંભાવના ખતરનાક સાબિત થઈ શકે છે. આથી ગુંદરના લાડવા મહિલાની ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. એટલું જ નહિ, તે મહિલાઓને શરદી અને તાવથી પણ દુર રાખે છે.સ્કીન : ડિલીવરી પછી મહિલાની સ્કીન પણ ખુબ જ પ્રભાવિત થાય છે. તેવામાં તેને ગુંદરના લાડવા આપવાથી તેની ત્વચામાં ચમક આવે છે. તેનાથી તેની સ્કીનમાં નમી બની રહે છે સાથે જ સ્કીનમાં ગ્લો પણ આવે છે.
આમ તમે મહિલાઓને બાળકના જન્મ પછી ઝડપથી રીકવરી માટે ગુંદરના લાડવા આપવાથી ઘણો લાભ થાય છે. તેમજ તેના હાડકાઓ મજબુત થવાની સાથે સ્કીન અને ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે. તેમજ સ્તનપાન કરાવતી મહિલા માટે ગુંદરનું સેવન ખુબ જ લાભદાયી છે.
આમ પોસ્ટ ડિલીવરી પછી શરીરને પોષક તત્વો મળી રહે તે માટે ગુંદરનું સેવન આપણા સાસુ, દાદી તેમજ નાની કરતા રહે છે. અને આપણે જીવનભર શારીરિક રૂપે કમજોર નથી પડતા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી