મિત્રો આપણ પરંપરાગત ખોરાકમાં રોટલીનું વિશેષ મહત્વ છે. ભારતીય ખોરાકમાં રોટલી એ સંપૂર્ણ ખોરાક છે. તેના વગર કોઈપણ વાનગી અધુરી છે. આથી જ રોટલીમાં અનેક પોષક તત્વો પણ રહેલા છે. તેમજ દૂધ એ પણ સંપૂર્ણ ખોરાક છે. જો આ બંનેને એકસાથે ખાવામાં આવે તો તમને અનેક ફાયદાઓ થાય છે. તેમજ પોષક તત્વોથી તમારું શરીર ફીટ રહે છે. શું તમને પણ દૂધમાં રોટલી ચોળીને ખાવાનું પસંદ છે? તો આવો આજે અમે તમને જણાવી કે રાત્રે દૂધમાં રોટલી ખાવાના શું ફાયદા થાય છે.
લગભગ દરેક ઘરમાં બંને ટાઈમ રોટલી બનાવવામાં આવે છે અને દરેક ઘરમાં દૂધનો ઉપયોગ પણ થાય છે. પરંતુ મોટા ભાગના લોકો દૂધ અને રોટલી ચોળીને ખાવાનું પસંદ કરતાં હોય છે. આ મીઠી ડિશ મોટા વૃદ્ધ લોકોને તો પસંદ છે જ, પરંતુ બાળકો તેને ખાતા મોઢા બગાડે છે. તમને જણાવી દઈએ કે રાતના સમયે તમને જણાવી દઈએ કે રાતના સમયે જો તમે દૂધ સાથે રોટલીનું સેવન કરો છો તો તે તમારા શરીરને ખૂબ જ ફાયદાઓ આપે છે. આવો તમને જણાવી રાત્રે દૂધ અને રોટલી ખાવાના 5 ફાયદાઓ વિશે.1) પોષકતત્વોથી ભરપૂર:- ઘઉંના લોટની રોટલી અને દૂધ સારા એવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તે શરીરમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે. રાતના સમયે દૂધ રોટલી ખાવાથી તમારા શરીરને આ બધા જ પોષકતત્વો મળે છે. દૂધ કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે. તે સિવાય તેમાં વિટામિન, આયરન અને પ્રોટીન પણ જોવા મળે છે. તેમ જ રોટલીમાં સોડિયમ અને ફાઈબર પ્રચુર માત્રામાં જોવા મળે છે. તેની સાથે જ તેમાં કાર્બોહાઈડ્રેડ, થાયમિન બી 1, રાઈબોફ્લેવિન બી2 અને નિયાસીન બી3 જોવા મળે છે.
2) પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે:- સામાન્ય રીતે તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે, રાતના સમયે આપણે હળવું ભોજન કરવું જોઈએ. એવામાં દૂધ અને રોટલી એક શાનદાર વિકલ્પ છે, કારણ કે તે તમારી પાચન સંબંધી બધી જ સમસ્યાઓને દૂર રાખે છે. તેનાથી કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ થતી નથી. સાથે જ તમારું પાચન પણ સ્વસ્થ રહે છે. એટલું જ નહીં દૂધ અને રોટલી ખાવાથી ડાયેરિયા અને એસિડિટીની સમસ્યા પણ થતી નથી.3) સ્ટ્રેસ પણ ઘટાડે છે:- આખા દિવસના તણાવને દૂર કરવા માટે જો તમે રાત્રે હળવું ભોજન દૂધ અને રોટલીનું સેવન કરો છો તો તમે તણાવ રહિત અનુભવ કરો છો. તેને બનાવવા માટે તમારે રસોડામાં કલાકો સુધી કામ પણ કરવું પડતું નથી. આ ફૂડ તમને રિલેક્સ ફિલ કરાવે છે અને સારી ઊંઘ પણ આવે છે.
4) થાક અને નબળાઈમાં આપે રાહત:- દિવસ આખો ભાગાદૌડી અને કામકાજના રહેતા રાત્રે તમને નબળાઈ અનુભવાઈ શકે છે. તો તમે એક વાટકી દૂધ અને રોટલીનું સેવન કરો અને જુઓ કે તમારો થાક અને નબળાઈ કેવા દૂર થાય છે. તેને ખાવાથી તમને તાકાત પણ મળે છે અને તમે બીજા દિવસ માટે એનર્જી પણ મેળવી લો છો. 5) વેઇટ લોસ અને વેઇટ ગેન કરવામાં કરે છે મદદ:- હા, દૂધ અને રોટલી ખાવાથી તમારું વજન પણ વધી શકે છે અને તમારું વજન ઘટી પણ શકે છે. જો તમે મલ્ટીગ્રેન રોટલી અને લો ફૈટ દૂધનું સેવન રાતના સમયે કરો અને તેમાં મીઠાની જગ્યાએ મધનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારું વજન ઘટી શકે છે. તેમ જ જો તમે દુબળા પાતળા અને કમજોર હોય અને વજન વધારવા માંગતા હોય તો, ફૂલ ફૈટ દૂધ અને ઘઉંની બનેલી રોટલી ખાઈ શકો છો. તેમાં કેલોરી, ફૈટ અને કાર્બ્સ આ બધી જ વસ્તુઑ રહેલી હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી