મિત્રો ઘણા લોકોને જમ્યા પછી અપચો, અથવા તો ગેસ કે એસિડીટી જેવી સમસ્યા થતી હોય છે. આ સમયે પેટમાં એક પ્રકારની ખેંચનો અનુભવ થાય છે. પેટની અંદર સતત એક ગોળો ફરતો હોય તેવું લાગે છે. આ સમયે કોઈ પણ ઘરેલું ઉપાય કરીને સરળતાથી તેનાથી રાહત મેળવી શકો છો. પરંતુ જો તમે કોઈ આયુર્વેદિક ડોક્ટર પાસેથી તેનો સચોટ ઈલાજ જાણીને પછી તેનો પ્રયોગ કરો છો તો વધુ અસરકારક નીવડે છે.
જો કે આજના સમયમાં આપણી ખોટી ખાણીપીણીને કારણે લોકોને મોટાભાગે પેટને લગતી તકલીફ જોવા મળે છે. જેના કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ વધી શકે છે. ખાનપાનની ખોટી આદતો અને સુસ્ત જીવનશૈલીના કારણે, આજકાલ મોટા ભાગના લોકોને પેટથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો કરવો પડે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, મોટાભાગના લોકો જમ્યા પછી પેટનો દુખાવો, અપચો, ગેસ અને એસિડીટીની ફરિયાદ કરતાં હોય છે. ઘણી વખત પેટ ખરાબ હોવું એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમે મોટાભાગે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરતાં હોય તો, તમારે સતર્ક થવાની જરૂર છે.
આજના સમયમાં તમે જાણો છો તેમ બહારનું ખાવાપીવાનું વધી ગયું છે. જયારે બહારના ભોજનમાં ખુબ જ તેજ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જ એમ કહી શકાય કે વાસ્તવમાં ફાસ્ટફૂડના વધતાં ચલણ, મસાલેદાર ખાવાનું અને સિટિંગ જોબ પેટ ખરાબ રહેવાનુ સૌથી મોટું કારણ છે. જો જમ્યા પછી તમારું પેટ પણ ભારે ભારે લાગતું હોય અને અપચાના લક્ષણો અનુભવાઈ રહ્યા હોય, તો સૌથી પહેલા તમારી જમવાની આદતોમાં સુધારો કરવાની જરૂર છે. બીજું, વરિયાળી જેવી અમુક વસ્તુઓ છે જેના સેવનથી આ પ્રકારના રોગોથી રાહત મેળવી શકાય છે.
આયુર્વેદિક ડોક્ટરના મત મુજબ, જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાથી તમને પેટથી જોડાયેલી ઘણી ગંભીર બીમારીઓથી બચવામાં મદદ મળી શકે છે. વરિયાળી એક પ્રાચીન ભારતીય મસાલામાં સમાવિષ્ટ છે. સામાન્ય રીતે મસાલા ગરમ પ્રકૃતિના હોય છે અને પેટને આરામ આપતા નથી. પરંતુ વરિયાળી ઠંડી હોય છે અને ભોજન પછી ચાવવાથી તેની પેટમાં ઠંડી અસર પડે છે. આથી વરીયાળીનું સેવન પેટમાં ઠંડક આપવાનું કામ કરે છે.
વરિયાળીના ઔષધિય ગુણ : આયુર્વેદના મત મુજબ, વરિયાળીમાં તે બધા જ ગુણ હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે. તેમાં ગુણા, લઘુ, સ્નિગ્ધા, રસ, મધુરા, કટુ, વીર્ય, ઉષ્ણા જેવા ગુણ હોય છે. તે વાત્ત અને કફને સંતુલિત કરે છે. આમ તમારું શરીરનું અંદરનું સ્વાસ્થ્ય સારું રાખવામાં વરીયાળી તમારી મદદ કરે છે.
અપચાનું રામબાણ ઈલાજ વરિયાળી : આયુર્વેદના મત મુજબ, વરિયાળી પાચનક્રિયામાં વિશેષ ભૂમિકા ભજવે છે. પોતાના શીતળ અને મીઠા ગુણોને કારણે, તે વિશેષ રૂપથી પિત્તને ઉત્તેજિત કર્યા વિના અગ્નિને મજબૂત અને ગરમ કરે છે. તેને એક મીઠી જડીબુટ્ટી ગણવામાં આવે છે. જેમાં શરીરમાં વાત અને કફને સંતુલિત જાળવી રાખવાની ક્ષમતા છે.
ફેફસામાં જામેલા કફ માટે : કહેવામાં આવે છે કે, વરિયાળીના સાત્વિક ગુણ મનને તરોતાજા કરવા અને મસ્તિષ્કની સતર્કતાને વધારો આપવાની સાથે સાથે આંખોના સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, વરિયાળી વધેલાં કફને પણ ઘટાડે છે જે ફેફસામાં જામી જાય છે.
આમ, વરિયાળી અપચો, ગેસ અને એસિડીટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખુબ ઉપયોગી બની શકે છે. માટે જ તેને આ સમસ્યાઓ માટેનો રામબાણ ઈલાજ જણાવવામાં આવ્યો છે. જો તમે પણ અપચા, ગેસ કે એસિડીટી જેવી સમસ્યાઓથી પરેશાન હો તો એક વખત આ રામબાણ ઈલાજને જરૂરથી અજમાવવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી