મિત્રો આપણી કેટલીક આદતો ઘણીવાર ભયંકર જોખમકારક બની શકે છે. આમાંની એક આદત છે કાનની સફાઈ કરવી. કાનની અંદર જોવા મળતો પીળા રંગના પદાર્થને આપણે સામાન્ય ભાષામાં કાનનો મેલ કહીએ છીએ. કેટલાક લોકો તેને ગંદકી માનીને દરરોજ કાનની સફાઈ કરે છે. પરંતુ આ મેલ કાન ને સ્વસ્થ રાખવા માટે જરૂરી હોય છે. ખરેખર માં તમે જેને મેલ સમજીને સાફ કરો છો તે એક પ્રકારનું વેક્સ હોય છે જે તમારા કાન માટે સૌથી જરૂરી વસ્તુ છે. તેને ઈયરવેક્સ (Earwax) કહેવાય છે. તેનો મેડિકલ શબ્દ સિરુમન છે.
કેટલીક વાર લોકો આ મેલને સાફ કરવા માટે હેરપીન કે માચીસની સળી જેવી અણીદાર વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. જે કાન માટે અત્યંત જોખમકારક બની શકે છે. ડોક્ટર આ મેલ ને ઈયરબડ્સ થી પણ સાફ ન કરવાની સલાહ આપે છે.
👉 કાન સાફ કરવા વાળા લોકોથી રહો દૂર:- આપણી આસપાસ અનેક એવા લોકો ફરતા હોય છે જે કેટલાક રૂપિયાના બદલામાં તમારા કાનને સંપૂર્ણ રીતે સફાઈ કરવાનો દાવો કરે છે. તેઓ કાન ના આ વેક્સ ને ગંદકી જણાવે છે અને તેનાથી તમને અનેક બીમારીઓ થવાની વાત કહીને એટલા બીવડાવી દે છે કે તમે તેમની પાસે તમારો કાન સાફ કરાવવા માટે તૈયાર થઈ જાવ છો. આવા લોકો દરેક શહેર અને કસબામાં ફરી રહ્યા હોય છે. રાજધાની દિલ્હીમાં પણ અનેક જગ્યા પર પાછલા કેટલાક સમયથી આવા લોકોની સંખ્યા વધી ગઈ છે જે ₹20 થી લઈને ₹200 સુધીમાં તમારા કાનને સંપૂર્ણ રીતે સાફ કરવાનો દાવો કરે છે.એટલું જ નહીં આ પોતાના ગ્રાહકોને વિશ્વાસ અપાવવા માટે તેમના કાનમાંથી એક વારમાં વટાણાના દાણા જેટલી મેલની ગાંઠ કાઢીને પણ બતાવે છે. કાનની સફાઈ ના નામ પર આમ કરવાવાળા લોકો અને તેમની જાળમાં ફસાતા લોકોને એ વાતનો અંદાજો નથી હોતો કે આમ કરવાથી કાન પર ખરાબ અસર પડે છે કે કાનના પડદા પણ ફાટી શકે છે.
👉 શું કહે છે એક્સપર્ટ:- આ કેટલું જોખમકારક હોઈ શકે છે તે વિશે દિલ્હીના ENTડોક્ટર નું કહેવું છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિથી કાનનો મેલ સાફ કરાવવો અત્યંત જોખમકારક બની શકે છે તેમની પાસે ના અનુભવ હોય છે કે ના કોઈ હાઈટેક ઉપકરણ. કાન સાફ કરાવવાના ચક્કરમાં તમારાં પડદામાં કાણું પણ થઈ શકે છે.
જો તમારા કાનમાં મેલ બનતો હોય તો સીધા કોઈ ENT સર્જન પાસે જાઓ. દરેક સરકારી હોસ્પિટલમાં ઇએનટી સ્પેશિયાલિસ્ટ હોય છે.ત્યાં એકદમ રાહત દરની ફી ચૂકવીને તમે યોગ્ય ઈલાજ કરાવી શકો છો. મોટાભાગે લોકો ઈયરબડ્સ થી કાન સાફ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેનાથી મેલ બહાર નથી નીકળતો પરંતુ અંદર ચાલ્યો જાય છે. તેના ઉપયોગથી કાનની કેનાલ ને પણ નુકસાન પહોંચી શકે છે.ડોક્ટર આગળ જણાવે છે કે એકવાર કાનની સફાઈ થઈ ગયા બાદ કાનમાં નવો મેલ તૈયાર થતાં ઓછામાં ઓછા છ મહિનાથી લઈને ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. મેલનું વેક્સ એક પ્રોટેક્ટિવ ફીનોમીના છે જે આપણા કાનમાં ધૂળ માટીના કણોને અંદર જતા રોકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુને ચાવીએ છીએ તો કાન જાતે જ બહારની તરફ ખસે છે. તેથી વારંવાર કાનની સફાઈ ન કરવી. જો તમને લાગતું હોય કે તમારા કાનમાં મેલ જેવું કંઈક છે તો કોઈ કાન સાફ કરવા વાળાના ચક્કરમાં પડ્યા વગર ઇએનટી સર્જન પાસે જવુ.
👉 શું હોય છે ઇયર વેક્સ:- કાનમાં તેનું જામવું સામાન્ય વાત છે અને તેનો મતલબ એ નથી કે તમે ગંદા છો. આ કાનના બાહ્ય ભાગ અને કાનની કેનાલની કોશિકાઓ થી નીકળતા કુદરતી તેલથી બને છે. ઈયર વેક્સ એટલે કે મેલ ખરેખરમાં એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. આ કાનની ત્વચા ને વાગતા બચાવે છે. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પાણીથી પણ કાનની સુરક્ષા કરે છે. આ મેલ તમારા કાનને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
👉 તમારા કાન માટે અત્યંત જરૂરી છે આ મેલ:- કાનમાં બનતું આ વેક્સ આપણા કાનને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ કાનને ધૂળ, માટીના કણો અને પાણીથી બચાવે છે. આ બેક્ટેરિયા અને વાઇરસથી કાનની સુરક્ષા કરે છે. આ વેક્સ કોઈ પણ પ્રકારના સંક્રમણને રોકવામાં મદદ કરે છે. આ કાનની નળીઓની ઉપર જામેલી પરતને સુકાવા અને તેમાં તિરાડ પડતા રોકે છે.👉 કાન નો મેલ સમસ્યા ક્યારે બને છે:- ઈયર વેક્સ કે કાન નો મેલ કોઈ સમસ્યા નથી પરંતુ આ જ્યારે વધારે પ્રમાણમાં બનવા લાગે તો તેનાથી કાનમાં દુખાવો થઈ શકે છે. કે પછી કેટલાક કિસ્સામાં સાંભળવાની ક્ષમતા કમજોર બની જાય છે. આવી સ્થિતિમાં તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ. બજારમાં એવી અનેક વસ્તુઓ વેચાય છે જે એવો દાવો કરે છે કે આના ઉપયોગથી કાનનો મેલ સાફ થઈ જશે. તેની પર વિશ્વાસ કરવો જોખમકારક બની શકે છે.
👉 ઈયરબડ્સ નો ઉપયોગ થઈ શકે છે જોખમકારક:- સામાન્ય રીતે કાનને સાફ કરવા માટે જે પાતળી સ્ટીક પર લપેટેલા રૂ ને ઈયરબડ્સ કહેવાય છે. આ કાનની સફાઈ ની ખોટી રીત છે. જ્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો આપણે આ વેક્સને કાન ની અંદર ધકેલીયે છીએ. ત્યારબાદ આ કાનના એવા ભાગથી ચોંટી શકે છે કે જેથી જાતે જ સાફ કરવું શક્ય નથી થતું. ઈયર વેક્સ માં કાનની બહારની તરફથી એવા બેક્ટેરિયા થઈ શકે છે જે સંક્રમણના કારણે બને છે. ઈયરબડ્સ દ્વારા કાનની ઉપર ઉપરથી થોડું ઘણું વેક્સ સાફ કરી શકાય છે પરંતુ ક્યારેય પણ તેને કાનની અંદર બિલકુલ પણ ન નાખવું જોઈએ.
રૂની ફાસથી કાનનો મેલ સાફ કરવાથી આ મોટાભાગે કાનની અંદરની ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. જેનાથી વારંવાર તમને તે જગ્યા ને અડકવાનું મન થાય છે. વારંવાર આમ કરવાથી તમારા કાનને નુકસાન પહોંચે છે. જો આ ઈયરબડ્સ વધારે ઊંડાણપૂર્વક જતા રહે તો તેનાથી કાનનો પડદો પણ ફાટી શકે છે. તેથી તમને આનાથી અચાનક વધારે દુખાવો પણ થઈ શકે છે, લોહી નીકળી શકે છે અને અસ્થાયી રૂપે સાંભળવાની ક્ષમતા ને પણ અસર થાય છે.
👉 ઈયર ડ્રોપ્સ:- ઘણા બધા લોકો ઈયર ડ્રોપ્સ નો ઉપયોગ કાન સાફ કરવા માટે ના વિકલ્પ રૂપે પહેલું પસંદ કરે છે. જોકે ડોક્ટરોનું કહેવું છે કે ઈયર ડ્રોપ કાનનો મેલ સાફ કરવાની સૌથી સુરક્ષિત રીત છે. આ લિક્વિડ સોલ્યુશન હોય છે જે કાન ના મેલ ને પાતળો અને મુલાયમ કરી દે છે જેથી તે જાતે જ બહાર નીકળવા લાગે છે. આ કોઈપણ મેડિકલ સ્ટોર પર સરળતાથી મળી જાય છે તમે તેને ખરીદતા પહેલા ડોક્ટરની પણ સલાહ લઈ શકો છો. સામાન્ય રીતે ઈયર ડ્રોપ્સ તુરંત જ કામ કરે છે પરંતુ જો મેલ વધારે અને જિદ્દી હોય તો તેનો ઉપયોગ અનેક વાર કરવો પડી શકે છે. આ ઇયર ડ્રોપ્સ હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ જેવી વસ્તુઓ મેળવીને બનાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. પરંતુ સંવેદનશીલ ત્વચા વાળા લોકોને તેના ઉપયોગ થી બળતરા ની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકો મેલ ને સાફ કરવા માટે કાનમાં તેલ પણ નાખે છે. દરરોજ આમ કરવું કાન માટે સારું નથી હોતું. તેલથી વધુ સારું તમે ઈયર ડ્રોપ્સ નો ઉપયોગ કરો.
👉 પાણીથી સફાઈ:- ઇયર વેક્સ ની વધારે સમસ્યા થવા પર ડોક્ટર કેટલીક વાર પાણીથી કાનની સફાઈ કરવાની સલાહ આપે છે. આ પ્રક્રિયાને સિરીંજિંગ કહેવામાં આવે છે જેનાથી કાનનો મેલ સાફ કરવા માટે એક સિરીઝ દ્વારા કાનની નળીઓ પર પાણીના ફુવારા નાખવામાં આવે છે. તેનાથી વેક્સ તો સાફ થઈ જાય છે પરંતુ તેનાથી કાનની ત્વચા પર ખૂબ જ દબાણ પડે છે અને દર્દીને દુખાવો પણ થઈ શકે છે.
👉 માઈક્રોસક્શન:- ઈયર વેક્સ થી પરેશાન દર્દીને માઈક્રોસક્શનની પણ સલાહ આપવામાં આવે છે. તેમાં પહેલા એક માઈક્રોસ્કોપની મદદથી તમારા ઈયર કેનાલની તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ વેક્સને બહાર કાઢવા માટે એક નાનું શસ્ત્ર જેને હુવર કહેવામાં આવે છે તેનાથી વેક્સ ને ખેંચી લેવામાં આવે છે, જે રીત ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી