ડ્રાયવિંગ લાયસન્સ મેળવવું હવે થઈ જશે ખુબ જ આસાન, ડ્રાયવિંગ ટેસ્ટ વગર જ તમારા ઘરે આવી જશે લાયસન્સ.

ડ્રાયવિંગ લાયસન્સ મેળવવું થઈ જશે ખુબ જ આસાન, ડ્રાયવિંગ ટેસ્ટ વગર જ તમારા ઘરે આવી જશે લાયસન્સ.

ડ્રાયવિંગ લાયસન્સ માટેની પ્રક્રિયા હવે થવાની છે અને હવે ડ્રાયવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે ડ્રાયવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે. ખરેખર મૌજુદ નિયમો હેઠળ ડ્રાયવિંગ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ડ્રાયવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ સરકાર હવે ડ્રાયવિંગ લાયસન્સ આપવા માટે નવા નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે. જે અનુસાર ડ્રાયવિંગ ટેસ્ટ વગર જ આ લાયસન્સ પ્રાપ્ત કરી શકાશે.

અત્યારે હાલના નિયમો અનુસાર ડ્રાયવિંગ લાયસન્સ લેતા પહેલા આવેદન કરવું પડે છે. ત્યાર બાદ નિર્ધારિત સમય પર જઈને ટેસ્ટ આપવામાં આવે છે. જો કોઈ આવેદનકર્તા આ ટેસ્ટમાં ફેલ થઈ જાય તો ડ્રાયવિંગ લાયસન્સ નથી મળતું. જો કે નવા નિયમ અનુસાર ડ્રાયવિંગ લાયસન્સ મેળવવા માટે આવેદનકર્તાઓએ ટેસ્ટ નહિ આપવી પડે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ આ દિશામાં ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરી દીધું છે. અને લોકો પાસે તેનો અભિપ્રાય માંગ્યો છે.

નવા ડ્રાફ્ટ અનુસાર આવેદનકર્તાને ટેસ્ટ વગર ડ્રાયવિંગ લાયસન્સ ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેણે કોઈ માન્યતા પ્રાપ્ત ડ્રાયવિંગ ટ્રેનિંગ સેન્ટર પાસેથી ડ્રાયવિંગ શીખ્યું હોય. માન્યતા પ્રાપ્ત ડ્રાયવિંગ ટ્રેનિંગ સેન્ટર પાસેથી ડ્રાયવિંગ શીખવા પર ડ્રાયવરને ડ્રાયવિંગ લાયસન્સ માટે યોગ્ય માનવામાં આવશે. તેને આવેદન બાદ કોઈ પણ ડ્રાયવિંગ ટેસ્ટ વગર જ લાયસન્સ આપી દેવામાં આવશે.

આ કારણે આવી રહ્યો છે આ નિયમ : RTO ઓફિસમાં રોજ ડ્રાયવિંગ લાયસન્સ માટે હજારોની સંખ્યામાં આવેદન આવે છે. આટલા બધા  આવેદન આવવાના કારણે ટેસ્ટ લેવામાં ખુબ જ મુશ્કેલી આવી રહી છે. આ સમસ્યાથી બચવા માટે હવે આ નિયમ લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. નવી યોજના અનુસાર આવેદનકર્તા જો પહેલેથી કોઈ માન્યતા પ્રાપ્ત કરેલ ટ્રેનિંગ સેન્ટરથી જ ડ્રાયવિંગ શીખી રહ્યું હોય તો તેણે ડ્રાયવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે ટેસ્ટ નહિ આપવી પડે.તેમજ જે ટ્રેનિંગ સેન્ટરને માન્યતા આપવામાં આવશે, તેના માટે નિયમો બનાવવામાં આવશે. કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી માત્ર તેને જ ડ્રાયવિંગ ટ્રેનિંગ સેન્ટરને માન્યતા આપવામાં આવશે. જે બનાવેલ બધા જ નિયમોનું પાલન કરે. મંત્રાલય તરફથી આ ડ્રાફ્ટ નોટિફિકેશનને આધિકારિક વેબસાઈટ પર જારી કરી દીધી છે. સરકારને ઉમ્મીદ છે કે, આ નિયમથી સડક પ્રશિક્ષિત ડ્રાયવર્સની સંખ્યા વધશે. જો કે આ નિયમ બનાવવામાં થોડો સમય લાગી શકે.

નોંધપાત્ર છે કે, માન્યતા પ્રાપ્ત ડ્રાયવિંગ સેન્ટર પર લોકોને ડ્રાયવિંગ શીખવાડવામાં આવે છે. જેના માટે શુલ્ક લેવામાં આવે છે. ઘણા બધા શહેરોમાં માન્યતા પ્રાપ્ત ડ્રાયવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ જોવા મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment