કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે અને તે કેટલું જરૂરી કાર્ય કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. શરીરમાંથી કચરાને ગાળીને ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. જો લોહીમાં કચરો બહાર ન નીકળે તો શરીરમાં અનેક પ્રકારના રોગ અને વિકૃતિઓ જન્મ લઈ શકે છે અને બાદમાં આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
જોકે કિડની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ માટે ટાઇપ-૨ ડાયાબિટીસ અને હૃદયનું ખરાબ સ્વાસ્થ્ય આવી સ્થિતિઓ કિડની પર દબાણ વધારી શકે છે જેનાથી તેના કાર્યની ક્ષમતામાં કમી આવી શકે છે. તેથી કિડની ને હેલ્ધી રાખવી અત્યંત જરૂરી છે. કિડની ને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે અનેક પ્રકારની રીતો છે. કેટલાક એવા પીણા છે જે કિડનીને ક્લીન કરીને તેની ક્ષમતા વધારવામાં ઘણા જ ફાયદાકારી છે. અહીંયા પાંચ પ્રકારના એવા સ્વાસ્થ્યવર્ધ પીણા છે જે, કિડની ફ્લશ ડ્રિંક્સ છે, જેને તમે કિડનીને ક્લીન કરવા અને ડીટોક્સ કરવા માટે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.1) આદુનો રસ:- આદુ પોતાના અનેક સ્વાસ્થ્ય લાભ માટે જાણીતું છે. જેવી રીતે શરદી અને ઉધરસ માં રાહત પ્રદાન કરે છે, પાચન અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આદુનો રસ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને કિડનીના કાર્યને સારું બનાવવામાં મદદ કરે છે.
2) નારિયેળ પાણી:- નારિયેળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય ને વધારો આપવામાં મદદ કરે છે. જો તમે કિડનીની સમસ્યાઓના જોખમને દૂર કરવા ઇચ્છતાં હોવ તો નારિયેળ પાણી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો કારણ કે આ વિટામિન થી ભરપૂર ડ્રિન્ક છે.3) એપલ સાઈડર વિનેગર:- આ ખીલની સમસ્યાને દૂર કરે છે અને વજન ઘટાડવા માટે ઓળખાય છે. એપલ સાઇડર વિનેગર શરીરને ડિટોક્ષીફાય કરીને અને ફ્રી રેડીકલ ની ગતિવિધિને દૂર કરીને કિડનીના કાર્યને વેગ આપવામાં મદદ કરે છે.
4) બીટનો રસ:- બીટ તેના સમૃદ્ધ લાલ રંગ અને વિવિધ સ્વાસ્થ્ય લાભો માટે ઓળખીતું છે. જોકે બીટનો રસ શરીર, વિશેષરૂપે કિડનીને સાફ કરવા માટે મદદ કરે છે. બીટ વિવિધ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે કિડનીને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવામાં મદદ કરે છે.5) લીંબુનો રસ:- લીંબુનો રસ વિટામિન સી ની ઉચ્ચ સામગ્રી માટે ઓળખાય છે. તેમાં રહેલા પોષક તત્વો જે બીમારીઓ અને વિકૃતિઓના જોખમોને દૂર કરવામાં મદદ કરવા માટે ઓળખીતા છે. લીંબુમાં વિટામિન સી કિડની ને ડિટોક્ષીફાય કરવામાં મદદ કરે છે અને તેને સારી રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી