મિત્રો તમે કદાચ અંજીર તો ખાધા હશે. તે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેમજ તે અનેક પોષક તત્વોથી ભરપુર પણ માનવામાં આવે છે. જો કે બજારમાં તમને સુકા અને તાજા અંજીર બંને જોવા મળે છે. આથી તમે ઘણી વખત વિચારમાં પડી જાવ છો કે તાજા અને સુકા બંને માંથી ક્યાં અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટે આજે આ લેખમાં તેના વિશે માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. અંજીર એક અનોખું અને સારું એવું ફળ છે. સાથે જ તેમાં ઘણા બધા બીજ પણ રહેલા છે. અંજીરમાં હળવો મીઠો સ્વાદ હોય છે, તેની ઉપરની છાલ રીંગણી અથવા લીલા રંગ અને અંદરનું ફળ ગુલાબી હોય છે. અંજીરને ફિક્સ કૈરિકાના નામથી પણ ઓળખવામાં આવે છે. અંજીરનું સેવન તમને ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. માત્ર અંજીર જ નહિ, પરંતુ અંજીરના પાંદડા પણ તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. અંજીર અને અંજીરના પાંદડા બંને પોષકતત્વોથી ભરપૂર હોય છે. જે તમને સંભવિત લાભ પ્રદાન કરે છે. અંજીર તમારા પાચનને સારું બનાવે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં બ્લડ શુગરના સામાન્ય સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.
જ્યારે અંજીરના સેવનની વાત આવે છે તો તેનું સેવન બે પ્રકારે કરવામાં આવે છે, પહેલા તાજા અંજીર અને બીજા ડ્રાય અંજીર. સામાન્ય રીતે લોકો એ વાતને લઈને અસમંજસમાં રહે છે કે, વધારે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે તાજા અંજીર ખાવા વધારે ફાયદાકારક છે કે, સૂકા અંજીર. ફિટનેસ એક્સપર્ટ અને ડાયેટિશિયન જણાવે છે કે, અંજીર સૌથી પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેને તમે તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. તેને આખુ વર્ષ ખાઈ શકાય છે. જ્યારે તે તાજા રૂપમાં ઉપલબ્ધ હોય અને સૂકા અંજીર, બંને પ્રકારના અંજીરનું સેવન કરી શકાય છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, વધારે શું ફાયદાકારક છે ?
શું ફળને સુકવવાથી તેમના પોષકતત્વો ઘટી જાય છે ? : હેલ્થ એક્સપર્ટનું કહેવું માનો તો, ફળને સુકવવાથી પોષકતત્વો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. જ્યારે ફળને સુકવવામાં આવે છે ત્યારે ફળને સુકવતી વખતે સૂર્યના પ્રકાશ અને ઑક્સીજનના સંપર્કમાં આવવાથી આંશિક રૂપથી ફળના પોષકતત્વો નષ્ટ પામે છે. સુકવવાથી ફળના વિટામિન સી અને ફોલિક એસિડ જેવા અમુક વિટામિન સમાપ્ત થઈ જાય છે. જો કે, નટ્સ સાથે તેવું થતું નથી. નટ્સને સુકવવાથી તેમાં અમુક એવી અસર જોવા મળે છે જે તાજા હોય ત્યારે જોવા મળતી નથી.
સૂકા અંજીર અને તાજા અંજીર વચ્ચેનો તફાવત : 1 ) જ્યારે તાજા અંજીર ઘણા સારા હોય છે, પરંતુ સૂકા ફળ સરળતાથી કોઈ પણ ઋતુમાં મળી જાય છે અને લાંબા સમય સુધી જાળવી પણ શકાય છે.
2 ) સૂકા અંજીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર પેક્ટિનની માત્રા વધારે હોય છે.
3 ) સૂકા અંજીરમાં પણ તાજાની તુલનાએ એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધારે હોય છે, જે હાનિકારક કોલેસ્ટ્રોલને ટક્કર આપે છે અને એથેરોસ્ક્લેરોસિસથી બચાવે છે.
4 ) સૂકા અંજીરમાં ઉચ્ચ પોટેશિયમ અને સોડિયમની માત્રા ઓછી હોય છે જે હાઇ બ્લડ પ્રેશરને વાસ્તવમાં સરખી રીતે પ્રબંધિત કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય માટે ક્યાં અંજીર વધારે ફાયદાકારક છે ? : ડાયેટિશિયનના મત મુજબ સૂકા અંજીર તાજા અંજીરની તુલનાએ વધારે ફાયદાકારક હોય છે, પરંતુ તેનો મતલબ એ નથી કે, તમારે અંજીરને તેના પ્રાકૃતિક રૂપમાં ન ખાવા જોઈએ. જયારે અંજીરની રૂતુ હોય ત્યારે તેને તાજા ખાવા જોઈએ અને બાકી સમયે સૂકા અંજીરના રૂપમાં પણ તેનું સેવન કરી શકો છો. આમ અંજીર એ અનેક પોષક તત્વોથી ભરપુર હોવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો આપે છે. આથી તમે ગમે ત્યારે સુકા અંજીરનું સેવન પણ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી