સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

મિત્રો જો કે તમે એ જાણતા હશો કે હળદરને આપણા સ્વાસ્થ્ય માટે અને ત્વચા માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. પણ ઘણા લોકો માટે તે નુકશાનકારક પણ હોઈ શકે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે હળદરની અંદર એન્ટી ફંગલ, એન્ટી ઓક્સીડેંટ, એન્ટી બેકટેરીયલ, એન્ટી સેપ્ટિક, વગેરે ગુણો રહેલા છે. જે તમારા શરીરને લડવાની શક્તિ આપે છે. આ સિવાય હળદરમાં વિટામીન કે, પોટેશિયમ, વિટામીન સી, મેગ્નેશિયમ, કોપર, જીંક નું પ્રમાણ પણ વધુ રહેલ છે. આ સિવાય હળદર શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, ઘણી વિશેષ સ્થિતમાં તે નુકશાનકારક પણ છે. 

એક્સપર્ટની રાય શું છે ? : જો કે દરેક વસ્તુનું સીમિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક જ હોય છે. પણ વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે. આથી તમારે એ જાણવું જરૂરી છે કે તમે હળદરનું કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ચાલો તો એ જાણી લઈએ ક્યાં લોકોએ હળદરનું વધુ સેવન ન કરવું જોઈએ. 

1) ગેસ અને એસીડીટી : મિત્રો તમને જણાવી દઈએ કે જો તમને ગેસ અને એસીડીટીની વધુ ફરિયાદ રહેતી હોય તો તમારે હળદરનું વધુ સેવન ન કરવું જોઈએ. કારણ કે જો હળદરનું વધુ સેવન કરવામાં આવે તો તેનાથી આ સમસ્યામાં વધારો થઇ શકે છે.

2) પેટમાં જલન : એક ખાસ વાત એ કે હળદરની તાસીર ગરમ હોય છે. આથી જો તમને પેટમાં જલનની તકલીફ હોય તો હળદરનું સેવન ન કરવું જોઈએ. જો તમને પેટમાં સોજો અને જલનની તકલીફ રહેતી હોય તો આ સ્થિતિમાં હળદરનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

3) અલ્સર : મિત્રો અલ્સર એક ખુબ જ ગંભીર સમસ્યા છે. હળદરની તાસીર ગરમ હોય છે આથી જો તેનું વધુ સેવન કરવામાં આવે તો નુકસાન થઇ શકે છે. આથી અલ્સરના દર્દીએ હળદરનું ઓછુ સેવન કરવું જોઈએ, નહિ તો તેના લક્ષણોમાં વૃદ્ધિ થઇ શકે છે.

4) સ્કીન માટે નુકશાનકારક છે : આમ જોઈએ તો સ્કીન માટે હળદર એ ખુબ જ ફાયદાકારક છે, પણ આયુર્વેદ અનુસાર જે લોકોને પિત્તની પ્રકૃતિ રહેતી હોય તો તેમણે તેનું સેવન વધુ ન કરવું જોઈએ. હળદર ગરમ હોય છે આથી સ્કીનને નુકશાન કરી શકે છે. તેના વધુ સેવન કરવાથી સ્કીન પર ખીલ, લાલીમાં, તેમજ સ્કીન એલર્જી થઇ શકે છે.

5) એનીમિયા : મહિલાઓને એનીમિયાની તકલીફ વધુ રહે છે. એટલે કે લોહીની કમી વધુ રહે છે. આથી જો તમને એનીમિયા છે તો હળદરનું વધુ સેવન ન કરવું જોઈએ. આથી તમારા શરીરમાં આયર્નની કમી છે તો હળદરનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.

6) કમળો : જો તમને કમળો થાય તો તમારે તમારી ડાયેટનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેમાંથી એક હળદર પણ છે. કમળો થવા પર હળદરનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે તે તમારા શરીરને નુકશાન કરી શકે છે.

7) બ્લીડીંગ અથવા રક્તસ્ત્રાવ : શરીરમાં વધુ પડતી ગરમી થવાથી રક્તસ્ત્રાવની સમસ્યા થઇ શકે છે. આથી જે લોકોને નાકમાંથી લોહી નીકળતું હોય તેમણે હળદરનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. હળદર લોહીના ગઠ્ઠા થવાની પ્રક્રિયાને ધીમી કરે છે. આથી જે લોકોને લોહી પાતળું થવાની સમસ્યા રહેતી હોય તેમણે હળદરનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. કારણ કે હળદર લોહીને પાતળું કરે છે.

8) પથરી : જો તમને પથરીની સમસ્યા રહેતી હોય તો હળદરનું સેવન ઓછુ કરવું જોઈએ. જો તમારી કિડનીમાં પથરીની સમસ્યા છે તો તમારે ડોક્ટરની સલાહ અનુસાર હળદરનું સેવન કરવું જોઈએ. હળદરમાં ઓક્સલેટ હોય છે જે કેલ્શિયમને અઘુલનશીલ બનાવે છે. જે કિડનીમાં પથરીનું કારણ બને છે.

9) ઉલ્ટી : જો તમને વારંવાર ઉલ્ટીની તકલીફ રહેતી હોય તો તમારે હળદરનું સેવન કરવાથી બચવું જોઈએ. હળદરમાં કરક્યુંમિન નામનું તત્વ હોય છે જે પાચન સંબંધી સમસ્યાને વધારે છે. કરક્યુંમિનના વધુ સેવનથી ઉલ્ટીની સમસ્યા રહે છે. પણ સીમિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો આવું નથી થતું.

10) પ્રેગ્નેન્સી : હળદરની તાસીર ગરમ હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ નહિ તો પેટમાં જલન, પેટમાં એઠન, અથવા સોજાની સમસ્યા રહે છે. ગર્ભાવસ્થામાં કાચી હળદરનું વધુ સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. તેમજ તે વધુ રક્તસ્ત્રાવ નું કારણ બને છે. આથી આ સ્થિતિમાં ડોકટરની સલાહ અનુસાર હળદરનું સેવન કરવું જોઈએ. 

જો કે હળદર એ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ખૂબ લાભ મળે છે, પણ તેનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ અને વધુ સેવન કરવામાં આવે તો નુકશાન થઇ શકે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment