પગમાં બેચેની થવાના ઘણાં બધાં કારણો હોય શકે છે, સૌથી પહેલાં તો વધારેમાં વધારે લોકોને રેસ્ટલેશ લેગ્સ સિન્ડ્રોમનું કારણ હોય શકે છે. તે સિવાય ઘણી વખત ડાયાબિટીસ અને માનસિક બિમારીના કારણે પણ લોકોને પગમાં બેચેની થાય છે. પરંતુ શું તમે ક્યારેય આ બાબતો પર ધ્યાન આપ્યું છે કે, શરીરમાં વિટામિનની ઊણપને કારણે પણ પગમાં બેચેની થઈ શકે છે ઘણી વખત શરીરમાં અમુક વિટામીનના કારણે પગની બેચેની બની શકે છે.
ખરેખર તો જ્યારે શરીરમાં અમુક ખાસ વિટામિનની ઊણપ હોય ત્યારે તેની અસર કમજોરી અને સ્નાયુ ખેંચાણના રૂપમાં થાય છે, તે જ કારણે તેમને પગમાં સતત બેચેનીનો અનુભવ થાય છે. માટે તમારે આ તકલીફથી દૂર રહેવા માટે તેના વિશે જાણવું ખુબ જ જરૂરી છે, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
1 ) વિટામીન બી-12 : વિટામીન બી-12 લોહીના પરિભ્રમણને બહેતર બનાવવામાં મદદ કરે છે. તે રેસ્ટલેશ લેગ્સ સિન્ડ્રોમને ઓછું કરે છે અને પગમાં થતી બેચેનીમાં આરામ આપે છે. તમે વિટામિન બી-12 મગફળી કઠોળ દાળ અને પાલક જેવી વસ્તુઓનું સેવન કરીને મેળવી શકો છો. જે ડાયરેક્ટ તમારા શરીરમાં એનર્જી લાવે છે અને આ બેચેનીને દૂર કરે છે.
2 ) વિટામિન સી ની ઊણપ : વિટામિન સીનો આપણા શરીરમાં ઘણો મોટો ફાળો છે, વિટામીન સી ખરેખર તો આપણા શરીરના આયર્ન અને સારી રીતે અવશોષિત કરવામાં મદદ કરે છે તેમજ અને આયર્નની ઉણપને દૂર કરીને લોહીના પરિભ્રમણને બહેતર બનાવે છે. ખરેખર તો આયર્નની ઉણપને કારણે શરીરમાં લોહીની કમી થવા લાગે છે અને જેનાથી લોહી પરિભ્રમણમાં તકલીફ આવી શકે છે, તેનાથી પગની બેચેની વધે છે. તેથી જ તમારે આ વસ્તુઓથી બચવા માટે વિટામિન સીથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ.
જેમાં સાઇટ્રસ ફળો, જેમ કે, નારંગી, મરચાં, બટાકા, સ્ટ્રોબેરી, બ્રોકોલી, બ્રસેલ સ્પ્રાઉટ વગેરે તમારી વિટામીન સીની ઉણપને દુર કરે છે પગની બેચેનીની સમસ્યામાં રાહત આપે છે.
3 ) વિટામિન ડી ની ઉણપ : વિટામિન ડી એક અત્યંત મહત્વપૂર્ણ વિટામિન છે. જે આપણા સંપૂર્ણ શરીરમાં ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે અન્ય વિટામીન એથી વિપરીત વિટામીન-ડી એક હોર્મોનની જેમ કાર્ય કરે છે. જે આપણા શરીરની ઘણી કોશિકાઓમાં તેમની માટે એક રિસેપ્ટર હોય છે. તમારું શરીર તેને કોલેસ્ટ્રોલથી બનાવે છે જ્યારે તમારી ત્વચા સૂરજની રોશનીના સંપર્કમાં આવે છે. પરંતુ જ્યારે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ થઈ જાય છે, ત્યારે પગમાં બેચેની થવા લાગે છે. તેની સાથે જ માંસપેશીઓના તણાવને પણ વધારી શકે છે. એવામાં તમારે વિટામીન ડીથી ભરપુર ખોરાકનું સેવન કરવું જોઇએ. જેમાં, ચરબીયુક્ત માછલી, ઇંડા જરદી, દાણેદાર અનાજ અને દહીં.
4 ) વિટામિન ઈ : વિટામિન ઈ રક્તવાહિનીઓના સ્વાસ્થ્ય અને ધમનીઓના લોહી પરિભ્રમણને બહેતર બનાવવામાં મદદ કરે છે. ખરેખર જ્યારે તમારી રક્તવાહિની સ્વસ્થ નથી હોતી, ત્યારે તમારું લોહીનું પરિભ્રમણ પ્રભાવિત થાય છે અને તેનાથી તમારા પગમાં થોડી થોડી વારે બેચેની થાય છે. તેથી જ તમારે આ જ સ્થિતિમાં વિટામિન ઈ થી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ અને તે માટે તમે આ ખોરાકનું સેવન કરી શકો છો. જેમ કે, કોળુ, સૂર્યમુખીના બીજ, બદામ, મગફળી, મગફળીનું બટર, બીટ, પાલક, લાલ સિમલા મરચાં વગેરે.
આ તમામ વસ્તુ સિવાય પણ તમારા પગમાં બેચેની રહે છે તો તમારા શરીરમાં ડોપામાઈનની ઉણપથી પણ દૂર રહેવું જોઈએ. કારણ કે ડોપામાઇન રક્તવાહિનીને સ્વસ્થ રાખે છે તે સિવાય એક્સરસાઇઝ ન કરવાથી પગમાં બેચેની થઈ શકે છે. કારણ કે એક્સરસાઈઝ લોહી પરિભ્રમણ અને બહેતર બનાવે છે અને તમારા પગની બેચેનીને ઓછી કરે છે. તેની સાથે જ તેનાથી તમારા પગ સ્વસ્થ રહે છે અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના પગથી જોડાયેલી સમસ્યાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની કોશિશ કરવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી