આજના સમયમાં દરેક લોકોને ક્રીમી વસ્તુઓ ખાવી ખુબ જ ગમતી હોય છે. કારણ કે તેનાથી સ્વાદમાં વધારો થાય છે. તેમજ તે ખાવામાં મજા પણ આવે છે. તેના વગર વસ્તુનો ટેસ્ટ નથી આવતો. પણ જો તમે કોઈપણ વસ્તુઓમાં વધુ પડતા મેયોનીઝ ને ખાવ છો તો તમને નુકશાન થઇ શકે છે. કારણ કે તેમાં આવતા અમુક તત્વો લાંબા ગાળે સ્વાસ્થ્યને ભારે નુકશાન કરી શકે છે. આથી તેનું પ્રમાણસર સેવન કરવું તમારા માટે ખુબ જ જરૂરી છે.
ભલે નાના બાળકો હો કે મોટા, મેયોનીઝ બધાને ખૂબ જ પસંદ હોય છે. બર્ગર, પિઝ્ઝા કે મોમોઝ સાથે મેયોનીઝ ન હોય, તો સ્વાદ ફિકો લાગે છે. અમુક લોકો સેન્ડવિચ અને પાસ્તામાં પણ મેયોનીઝ નાખીને ખાતા હોય છે. મેયોનીઝનું ક્રીમી ટેક્સ્ચર મોટા ભાગના લોકોને સારું લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મેયોનીઝ આપણાં સ્વાસ્થ્ય માટે હેલ્થી છે કે નહીં?જો તમે પણ મેયોનીઝ ખાવાના શોખીન હોય તો, તમને તેના નુકસાન વિશે પણ જરૂરથી ખબર હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે, વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. તેનાથી તમે ઘણી ગંભીર બીમારીની ઝપેટમાં આવી શકો છો. તો ચાલો વિસ્તારથી જાણીએ વધારે મેયોનીઝ ખાવાના નુકસાન શું છે.
વધારે મેયોનીઝ ખાવાના નુકસાન:-
1) બ્લડ શુગર લેવલ વધી શકે છે:- જે લોકોને બ્લડ શુગર લેવલને લગતી બીમારી છે તેઓ જો મેયોનીઝ નું વધુ સેવન કરે છે તો તેનું શુગર લેવલ વધી શકે છે. મેયોનીઝનું વધારે સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે. જો તમે દરરોજ વધારે માત્રામાં મેયોનીઝ ખાઓ તો, તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેમજ, જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમારે મેયોનીઝ ખાવાથી બચવું જોઈએ.2) ઝડપથી વધી શકે છે વજન:- મેયોનીઝનું વધારે સેવન કરવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે. મેયોનીઝમાં કેલોરી ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. તેમજ, તેમાં ફૈટની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે. એવામાં વધારે મેયોનીઝ ખાવાથી તમે સ્થૂળતાનો શિકાર થઈ શકો છો. તેનાથી બેલી ફૈટ પણ ખૂબ ઝડપથી વધી શકે છે. જો તમે વજન કંટ્રોલ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા હો તો તમારે મેયોનીઝ નું સેવન ઓછુ કરવું જોઈએ. કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે. તેનાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે.
3) બ્લડ પ્રેશર વધી શકે છે:- વધારે મેયોનીઝ ખાવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં, મેયોનીઝમાં ઓમેગા 6 ફૈટી એસિડની માત્રા ખૂબ જ વધારે હોય છે જે, બ્લડ પ્રેશરને વધારી શકે છે. મેયોનીઝના વધારે સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ પણ ઘણું વધી શકે છે. બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટે પણ તમારે મેયોનીઝ નું ઓછુ સેવન કરવું.4) હ્રદયની બીમારીઓનું જોખમ:- મેયોનીઝ ના વધુ સેવન થી હૃદયને લગતી બીમારી વધી શકે છે. વધારે માત્રામાં મેયોનીઝનું સેવન કરવાથી હ્રદયની બીમારીઓનું જોખમ વધી શકે છે. મેયોનીઝની એક ચમચીમાં લગભગ 16 ગ્રામ સેચૂરેટેડ ફૈટ જોવા મળે છે. એવામાં જો તમે વધારે મેયોનીઝ ખાઓ છો તો, તેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ વધે છે.
5) માથાનો દુખાવો અને ઉલ્ટી:- જે લોકોને માથાના દુખાવાની તકલીફ છે તેમના માટે પણ મેયોનીઝ નુકશાનકારક છે. બજારમાં રહેલ મેયોનીઝમાં પ્રિઝર્વેટિવ અને આર્ટિફિશિયલ ઇંગ્રિડિયાંટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલ MSG સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને વધારે મેયોનીઝ ખાવાથી માથાનો દુખાવો, નબળાઈ અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. માટે, તમારે મેયોનીઝનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી