આજકાલ આપણે જોઈએ છીએ કે ભાગદોડ ભરેલી જિંદગીમાં ઓછા સમયમાં તૈયાર થતા ભોજનને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, પણ લોકો તેનાથી બેફીકર છે. તેવા ભોજનમાં એક વસ્તુ છે નુડલ્સ. નુડલ્સ ખુબ જ ઓછા સમયમાં અને ઓછા પૈસામાં બનીને તૈયાર થઇ જાય છે.
આ સિવાય તેમાં મળી આવતા હાનિકારક કેમિકલ તેનો સ્વાદ વધારી દે છે. આ જ કારણ છે કે બાળકો તેને પોતાની ફેવરીટ વસ્તુ માને છે. ઘણા પેરેન્ટ્સ પણ સમયના અભાવને જોતા બાળકોને નુડલ્સ બનાવીને આપે છે. જો તમે પણ એવું કરો છો તો તમે તમારા બાળકોના સ્વાસ્થ્યની સાથે ખિલવાડ કરી રહ્યા છો.
તમને જણાવી દઈએ કે જાપાનમાં પહેલીવાર ઇન્વેન્ટ થયેલ આ નુડલ્સ આજે દુનિયાભરમાં ખુબ જ પ્રચલિત થઈ ગયું છે. આજે બજારમાં નુડલ્સ ઘણી પ્રકારના ફ્લેવરમાં મળી જાય છે. આ નુડલ્સના એવા ફ્લેવર છે, જેમાં ઘણા પ્રકારના હાનિકારક તત્વ મળેલા હોય છે. તેનું વધુ સેવન કરવાથી બાળકોમાં ફેટ વધુ માત્રામાં વધે છે. સાથે જ લિવર પર પણ ખોટો પ્રભાવ પાડે છે. તો ચાલો જાણીએ કે ઇન્સ્ટન્ટ નુડલ્સ શરીર માટે કેટલું નુકશાનકારક છે.
શું છે ઈન્સ્ટન્ટ નુડલ્સ ? : એક્સપર્ટના જણાવ્યા અનુસાર નુડલ્સ મેંદાના લોટ માંથી તૈયાર થાય છે. આ સિવાય ઈન્સ્ટન્ટ નુડલ્સમાં સિઝનીંગ, નમક અને મોનોસોડિયમ પણ હોય છે. તેમાં ન્યુટ્રીશન શૂન્ય હોય છે. તેનું સેવન કરવાથી અમુક કલાકો સુધી પેટ ભરી શકાય છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટન્ટ નુડલ્સનો વરાળમાં પકવીને પછી ડીપ ફ્રાય કરવામાં આવે છે. આવું કરવાનો મતલબ એવો હોય છે કે નુડલ્સની આયુષ્ય લાંબી થાય. આવું કરવાથી તેમાં ટ્રાંસ ફેટની માત્રા વધી જાય છે. આ જ કારણ છે કે વધુ સેવન કરવાથી બાળકોમાં વજન વધવાની સમસ્યા વધી જાય છે.
ઈન્સ્ટન્ટ નુડલ્સ અનહેલ્દી હોવાનું મૂળ કારણ – વેક્સ કોટિંગ : બાળકોના સ્વાસ્થ્યની માટે વેક્સ નુકશાનદાયક હોય છે. તે તેના લિવર પર ખોટો પ્રભાવ પાડે છે. તમને જણાવી દઈએ કે દરેક કંપની પોતાના નુડલ્સ તૈયાર થયા બાદ ઉપરથી વેક્સની પરત ચડાવી દે છે. માટે બાળકોએ આના સેવનથી બચવું જોઈએ, અથવા માતા-પિતાએ પણ બાળકોને નુડલ્સ અથવા મેગીથી દુર રાખવા જોઈએ.
હાઈ સોડિયમ : નુડલ્સમાં રહેલું હાઈ સોડિયમ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનદાયક હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 100 ગ્રામ નુડલ્સમાં લગભગ 397 થી 3678 એમજી સોડિયમ મળી આવે છે. તેવામાં તેનું વધુ સ્વેન કરવાથી સ્ટોમક કેન્સર, સ્ટ્રોક, હાર્ટ ડિસીઝ, હાઈ બ્લડ પ્રેશર, કિડની જેવી બીમારીઓનો ખતરો વધે છે. તમને જણાવી દઈએ કે WHO એક દિવસમાં માત્ર 2 ગ્રામ સોડિયમનું સેવન કરવાની સલાહ આપે છે.
એમએસજી (MSG) ની વધુ માત્રા : નુડલ્સને ફ્લેવર આપવા માટે તેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) મિક્સ કરવામાં આવે છે. એવામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ નુડલ્સનું વધુ સેવન કરવાથી માથામાં દુખાવો, ચક્કર આવવા, હાઈ બ્લડ પ્રેશર, થાક, કમજોરી, મસલ્સમાં ખેંચાણ, છાતીમાં દુખાવો, હાઈ પેલ્પેટીશન વગેરેની સમસ્યા થઈ શકે છે. તેમજ નુડલ્સને સુરક્ષિત રાખવા માટે નમક વધુ માત્રામાં નાખવામાં આવે છે, જે બાળકોની વાઈટલ ઓર્ગનને નુકશાન પહોંચાડે છે.
પ્રોટીન અને ફાઈબરની કમી : ઈન્સ્ટન્ટ નુડલ્સમાં પ્રોટીન અને ફાઈબરની કમી થાય છે. તમને જણાવી દઈએ કે આ બંને વસ્તુ કોઈ પણ ભોજનમાં હોવી ખુબ જ જરૂરી હોય છે. કેમ કે પ્રોટીન તમારા પેટને ભરેલું રાખે છે અને ફાઈબરગટને ક્લીન કરવામાં મદદ કરે છે. તેવામાં વધુ ઈન્સ્ટન્ટ નુડલ્સનું સેવન ડાયજેશન સિસ્ટમને બગાડી શકે છે.
પ્રોફાઈલિંગ ગ્લાઈકોલથી યુક્ત : નુડલ્સને સૂકાયેલ રાખવા ખુબ જ જરૂરી હોય છે. તેવામાં નુડલ્સ કંપનીઓ પેન્કિંગની અંદર ન્મીઈને રાખવા ઈચ્છે છે. તેના માટે તે તેમાં પ્રોપાઇલિન ગ્લાઈકોલ મિક્સ કરે છે. તમને જણાવી દઈએ કે બાળકોના હૃદય માટે પ્રોપાઈલિનગ્લાઈકોલ સારું માનવામાં નથી આવતું. એક્સપર્ટ અનુસાર નુડલ્સનું વધુ સેવન કરવાથી બાળકોને હાર્ટ, લિવર અને કિડની સાથે જોડાયેલ સમસ્યાઓ થઈ શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી