નારંગી અને મોસંબીનો સ્વાદ લગભગ એક જેવો જ હોય છે અને તે દેખાવમાં પણ લગભગ એક જેવી જ દેખાય છે. તેમના ગુણોની વાત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર વધુ મોટું નથી. પરંતુ ખાટા ફળની ઘણી બધી જાત હોય છે જેમાં મોસંબી અને નારંગી પણ સામેલ છે. મોસંબીને સ્વીટ લાઇમ અને સૂથુકુળી ફળ પણ કહેવામાં આવે છે. ત્યાં જ નારંગીને ઓરેન્જ અને સંતરા કહેવામાં આવે છે. તે બંને ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, બંને દેખાવમાં પણ થોડા થોડા સરખા જ છે. હવે સવાલ એ છે કે નારંગી અને મોસંબીમાં અંતર શું છે ? બંને સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની અસર નાખે છે ? આવો આ વાત આપણે ડાયેટિશ્યન પાસેથી જાણીએ.
મોસંબીમાં ઉપસ્થિત પોષક તત્વો : મોસંબી વિટામિન સીથી ભરપૂર હોય છે તેની સાથે જ તે ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે તે દેખાવમાં અંડાકાર જેવી હોય છે અને તેનો રંગ લીલો હોય છે. વધુ પાકવા પર તે પીળા રંગની થઈ જાય છે. તેની છાલ પાતળી હોય છે અને તે ખૂબ જ રસાદાર ફળ હોય છે તેથી ઘણા બધા લોકો તેનું જ્યૂસ પીવાનો ખૂબ જ પસંદ કરે છે. તેની છાલની નીચેની પરત મોટી હોય છે અને તેનો સ્વાદ ઓછો મીઠો અને લીંબુ જેવો ખાટો હોય છે.
એક મધ્યમ આકારની 100 ગ્રામની મોસંબીમાં ઉપસ્થિત પોષકતત્વો આ પ્રમાણે છે : કેલરી – 30, કાર્બોહાઇડ્રેટ્સ – 10.5 ગ્રામ, પ્રોટીન – 0.5 ગ્રામ, ફાઇબર – 2.8 ગ્રામ, વિટામિન સી : 22%, આયર્ન : DV ના 2%, કેલ્શિયમ – 33 મિલિગ્રામ, વિટામિન B6: DV ના 2%, થાઇમિન – ડીવીના 2%, પોટેશિયમ – 102 મિલિગ્રામ.
નારંગીમાં ઉપસ્થિત પોષક તત્વો : ડાયટિશિયન જણાવે છે કે મોસંબીની જેમ નારંગી પણ વિટામિન સી થી ભરપૂર હોય છે. તે સિવાય તેમાં ઘણા બધા પોષકતત્વો પણ ઉપસ્થિત હોય છે. તે દેખાવમાં ગોળ હોય છે. પરંતુ મોસંબીની તુલનામાં નારંગીનું સેવન કરવું વધુ આસાન હોય છે. તેથી લોકો નારંગીને વધુ પ્રાથમિકતા આપે છે.
એક મધ્યમ આકારની 100 ગ્રામ નારંગીમાં ઉપસ્થિત પોષકતત્વો આ પ્રમાણે છે : કેલરી- 47, પાણી – 87%, પ્રોટીન – 0.9 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ – 11.8 ગ્રામ, ખાંડ – 9.4 ગ્રામ, ફાઇબર – 2.4 ગ્રામ, ચરબી – 0.1 ગ્રામ.
નારંગી અને મોસંબી વચ્ચેનું અંતર : 1) મોસંબી ખાવાના ફાયદા : મોસંબી વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં પ્રાકૃતિક રીતે સર્કરા ઉપસ્થિત હોય છે. જેનાથી આપણા શરીરને ખૂબ જ સારી ઊર્જા મળે છે. તે સ્કર્વી નામના રોગને દૂર કરવા માટે આપણી મદદ કરે છે. તે સિવાય મોસંબી એન્ટિઓક્સિડન્ટનો પાવર હાઉસ ગણાય છે. નિયમિત રૂપથી મોસંબીનો જ્યૂસ પીવાથી આપણા શરીરમાંથી ઝેરી કચરો દૂર થઈ જાય છે. મોસંબીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને તેની સાથે જ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. શિયાળામાં મોસંબીનું સેવન કરવામાં આવે તો તેનાથી પાચનતંત્રને સુધારવામાં પણ મદદ મળે છે. મોસંબીમાં ઉપસ્થિત હાઈ ફાઈબર આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ ફાઈબર વજન ઓછું કરવા માટે પણ અસરકારક હોય છે.
રમતવીરો માટે મોસંબીનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક અને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. કારણ કે આ જ્યૂસનું સેવન કરવાથી માંસપેશીઓનો દુઃખાવો ઓછો થઈ જાય છે અને તેમાં ખેંચાણ પણ ઓછું થઈ જાય છે. તેની સાથે તે હાડકાના સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. મોસંબીમાં ઉપસ્થિત પોષકતત્વો આંખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપથી મોસંબીનો જ્યૂસ પીવાથી આંખોમાં થતાં સંક્રમણ અને મોતિયાબિંદ જેવી બીમારીથી દુર રહી શકાય છે.
2) નારંગી ખાવાના ફાયદા : નારંગીનુ સેવન કરવાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર સંતુલિત રહે છે. તેની સાથે જ તે આપણા હૃદયના સ્વાસ્થ્ય અને પણ સારું રાખે છે. નારંગીનું નિયમિત રૂપથી સેવન કરવાથી આપણું કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ફળ ખૂબ જ લાભદાયક છે. કારણ કે તે ગ્લાયસેમિક ઇન્ડેક્સને ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. કેન્સરના જોખમને ઓછું કરવા માટે નારંગીનું સેવન તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે. નારંગીમાં વિટામિન એ જોવા મળે છે જે આપણે આંખો માટે ખૂબ જ સારું છે.
ડાયટિશિયન જણાવે છે કે તેમાં ફાયદાની દૃષ્ટિએ અમુક અંતર જોવા મળે છે જે આપણને ઉપર દેખાઈ રહ્યા છે. પરંતુ આ બંને સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તેથી તમે બંનેમાંથી કોઈ પણ એકનું જ્યુસ નિયમિત રૂપથી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી