લો બ્લડ પ્રેશર દર્દીએ ખાવાપીવામાં કરવો જોઈએ આટલો ફેરફાર, મોંઘી દવાઓ વગર જ આવી જશે ફટાફટ કંટ્રોલમાં…

હાલ આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને લો બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય છે. જેના માટે તેને દવાનું સેવન કરવું પડે છે. પણ તમે ઘરે પણ ઉપચાર કરીને લો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકો છો. જેના માટે આજે અમે તમને અમુક ખાસ ટીપ્સ જણાવશું.

ઘણા લોકો લો બ્લડ પ્રેશરથી પરેશાન રહેતા હોય છે. કામ કરતી વખતે પણ તેમને સુસ્તી અનુભવાતી હોય છે. સાથે જ ચક્કર આવવા અને જલ્દી થાકી જવાની સમસ્યાઓ પણ જોવા મળે છે. એવામાં લો બ્લડ પ્રેશર વાળા લોકો માટે એક સાધારણ દિનચર્યાનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. તેમના માટે બહાર જવામાં પણ ઘણી મુશ્કેલી થાય છે. લો બ્લડ પ્રેશરના ઘણા કારણો હોય શકે છે. એક તો તમે સંતુલિત આહારનું સેવન નથી કરી રહ્યા, જેના કારણે તમારા શરીરમાં બધા પોષકતત્વો નથી મળી રહ્યા. ક્યારેક ક્યારેક લો બ્લડ પ્રેશરમાં લોકોને ખાવાનું મન પણ નથી થતું અથવા તો ઘણી વાર લોકો વજન ઘટાડવાના ચક્કરમાં પણ ઓછું જમતા હોય છે, જેના કારણે બ્લડ પ્રેશર લો થઈ શકે છે.

તેવામાં તમારું શરીર સરખી રીતે કામ પણ નથી કરતું. લો બ્લડ પ્રેશરનું  બીજું કારણ છે ઓછું પાણી પીવું. ઘણા લોકોને ઓછું પાણી પીવાની ટેવ હોય છે અથવા કામના સમયે પાણી પીવાનું ભૂલી જાય છે. એવા લોકોમાં લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પણ લો બ્લડ પ્રેશરના બીજા ઘણા કારણો હોય શકે છે. તેવામાં તમારે તમારા આહાર પર ધ્યાન દેવાની ખુબ જ જરૂર છે જેથી કરીને આ સમસ્યા ન થાય. તો ચાલો જાણીએ લો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની દિનચર્યા.

લો બ્લડ પ્રેશરમાં સવારનો નાસ્તો આ પ્રમાણેનો રાખવો : 1 ) લો બ્લડ પ્રેશરમાં સવારની શરૂઆત તમે ડ્રાય ફ્રૂટ્સથી કરવી. આ પછી જો તમને ચાની ટેવ હોય તો પિય શકો છો.
2 ) ફિટ નાસ્તામાં તમે મગની દાળ, ઈંડા, પૌંવા અને ઓટ્સનો સમાવેશ કરી શકો છો.
3 ) આ સિવાય તમે નાસ્તામાં દાળ, રોટલી, સબ્જી અને નમકીન છાશ પણ લઈ શકો છો. ધ્યાન રહે કે નમકીન છાશનો ઉપયોગ તમારા લો બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

4 ) ફળોના રસનું સેવન સંતુલિત માત્રામાં કરવું કારણ કે તેમાં પોટેશિયમની માત્ર વધારે હોય છે, જેનાથી બ્લડ પ્રેશર વધારે લો થઈ શકે છે.
5 ) તમારા આહારમાં વધુમાં વધુ પેય પદાર્થોનો સમાવેશ કરવો કારણ કે તેનાથી શરીરને હાઈડ્રેડ રાખી શકાય છે.

બપોરના જમવામાં સમાવેશ કરો આ વસ્તુઓ : 1 ) લો બ્લડ પ્રેશર વાળા લોકો બપોરના જમવામાં ફ્રૂટ સલાડ સમાવિષ્ટ કરી શકે છે. સાથે જ તમે તેમાં ચાટ મસાલો પણ નાખી શકો છો. જો તમે બહાર કામ કરો છો તો આ તમારા માટે એક સારો એવો વિકલ્પ છે.
2 ) આ સિવાય ભાત, દાળ કે સબ્જી ખાઈ શકો છો. જો તમને શરદી, ઉધરસની સમસ્યા હોય તો નમકીન છાશ પણ તમે બપોરના ભોજન સાથે લઈ શકો છો.

3 ) જો તમે નોનવેજ ખાતા હોય તો, બપોરના સમયે, માછલી, ઈંડા અને ચિકન પણ ખાઈ શકો છો.
4 ) લો બ્લડ પ્રેશરમાં તમે તમારી ડાયેટને હેવી રાખી શકો છો. પરંતુ આ સમયે તમારે વજન ઘટાડવા વિશે ન વિચારવું જોઈએ કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
5 ) જો કે આ સમયે બહારનું ભોજન સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે, જંક ફૂડ ખાવાથી તમને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

સાંજના નાસ્તામાં સમાવેશ કરો આ વસ્તુઓ : 1 ) સાંજનો નાસ્તો પણ તમે હેવી રાખી શકો છો. આ માટે તમે ચણા ચાટ ખાઈ શકો છો.
2 ) આ સિવાય જો તમે હેલ્થી વસ્તુઓ ખાવા માંગો છો તો, સ્પ્રાઉટ પણ એક સારો એવો વિકલ્પ છે.
3 ) સાંજના નાસ્તામાં તમે શાકભાજીનું સૂપ પણ પિય શકો છો. તેનાથી તમને પોષણ પણ મળી રહે છે.
4 ) શિયાળાની ઋતુમાં તમે જુદા જુદા પ્રકારના શાકભાજીનું જ્યુસ પણ પિય શકો છો. તેનાથી તમને સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું મિશ્રણ મળી રહે છે.
5 ) આ સિવાય તમે ભેળપુરી ચાર્ટ, કોર્ન ચાર્ટ, ઓટ્સ અને હલવો વગેરે પણ સાંજના નાસ્તામાં ખાઈ શકો છો.

રાતના ભોજનમાં સમાવેશ કરો આ વસ્તુઓ : 1 ) રાતના ભોજનમાં તમે એક રોટલી, ભરપૂર લીલા શાકભાજી અને દાળ ખાઈ શકો છો.
2 ) આ સિવાય રાત્રે ભારે ભોજનનું સેવન ન કરવું કારણ કે તેને તમારું શરીર સરળતાથી પચાવી શકતું નથી.
3 ) રાતના ભોજનમાં તમે ખિચડી કે ઉપમા પણ ખાઈ શકો છો.
4 ) રાત્રે સુવાના બે કલાક પહેલા ભોજન કરવાનો પ્રયત્ન કરવો.
5 ) આમ, રાતનું ભોજન હેવી ન લેતા હળવું રાખવું જોઈએ જેથી તમારૂ શરીર તેને સરળતાથી પચાવી શકે.

આ સિવાય લો બ્લડ પ્રેશરમાં તમે વધુમાં વધુ પાણીનું સેવન કરો અને સારા પાચન માટે અમુક વ્યાયામ પણ જરૂરથી કરો. તેનાથી શરીર અને મસ્તિષ્ક બંને સ્વસ્થ રહે છે. સાથે જ તમારું બીપી બરોબર સરખું ચેક કરતું રહેવું જોઈએ. તેનાથી તમને તમારી સ્થિતિ વિશે ખબર પડતી રહે છે. શરીરને હાઈડ્રેડ રાખવા માટે તમે મીઠું અને લીંબુ પાણી પણ પિય શકો છો. સાથે જ ડોક્ટરની સલાહ લીધા પછી જ કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment