મિત્રો આજકાલ લોકોમાં ડાયાબિટીસનો રોગ એ ખુબ જ સામાન્ય રોગ થઈ ગયો છે. પરંતુ જો તેમાં પુરતું ધ્યાન ન આપવામાં આવે તો તમારા માટે તે જાનલેવા પણ સાબિત થઈ શકે છે. આથી જ ડાયાબિટીસના દર્દીને પોતાની તંદુરસ્તીને લઈને ગંભીર થવાની જરૂર છે. આવું એટલા માટે કારણ કે, જો તમે પોતાના ખાનપાનમાં બેદરકારી કરશો તો તેની સીધી અસર તમારા બ્લડ શુગર લેવલ પર થઈ શકે છે.
સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીએ એ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ જે મીઠી હોય એટલે કે જેમાં ગળપણ હોય. પરંતુ આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ હોય છે જેમાં થોડી મીઠાસ હોય છે અને દર્દી તેને ખાઈ લે છે. જો તમે તેવું કરો છો તો અત્યારથી જ સાવધાન થઈ જાવ. આજે અમે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવશું જેનું સેવન ડાયાબિટીસના દર્દીએ ન કરવું જોઈએ.
બટેટા : ડાયાબિટીસના દર્દીએ બટેટાનું સેવન કરવાથી બચવું જોઈએ. એવું એટલા માટે કારણ કે બટેટામાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે. ડાયાબિટીસના દર્દીના શરીરમાં કાર્બ્સ શુગરના રૂપમાં લોહીમાં ભળી જાય છે. અને સર્ક્યુલેટ કરતું રહે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ વધી જાય છે. સામાન્ય રૂપે ડાયાબિટીસના દર્દીને દરરોજ લગભગ 20 થી 0 ગ્રામ કાર્બોહાઈડ્રેટનું જ સેવન કરવું જોઈએ.
કિશમિશ : ડ્રાયફ્રુટ્સની વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીએ કિશમિશનું સેવન ખુબ જ ઓછું કરવું જોઈએ. અથવા તો તેનાથી બચવું જોઈએ. એક કપ કિશમિશમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધીને 115 ગ્રામ સુધી થઈ શકે છે. જે એક ડાયાબિટીસના દર્દી માટે ખુબ જોખમકારક સાબિત થઈ શકે છે.
ચીકુ : જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ચીકુનું સેવન કરવાથી બચવું જોઈએ. કારણ કે તે સ્વાદમાં ખુબ જ મીઠા હોય છે. આ સિવાય તેનું ગ્લાઈ સેમીક ઇન્ડેકસ શુગરના લેવલને વધારી શકે છે. આ કારણથી ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન કરવાથી હંમેશા પરેજી પાળવી જોઈએ.
સફેદ બ્રેડ : જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમને બ્રેડ ખુબ ભાવે છે તો તમને જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીએ સફેદ બ્રેડનું સેવન કરવાથી બચવું જોઈએ. તેમાં સ્ટાર્ચ વધુ હોય છે, જે શુગરના દર્દીની પરેશાની વધારી શકે છે. આ રીતે દર્દીનું શુગર લેવલ વધી શકે છે. તમારા ટેન્શનને કારણે પણ ડાયાબિટીસનું લેવલ વધી શકે છે અથવા તો ઘટી શકે છે.
ફૂલ ક્રીમ વાળું દૂધ : જો એ વાત સાચી છે કે, તંદુરસ્તી માટે દૂધ એ ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. અને તે શરીર માટે ખુબ સારું છે. પરંતુ જ્યારે વાત ડાયાબિટીસના દર્દીની આવે છે ત્યારે તેમણે ફૂલ ક્રીમ દૂધ પીવાથી બચવું જોઈએ. આ ફૂલ ક્રીમ દુધમાં ફેટ ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે દર્દીના શરીરમાં ઇન્સુલીનની માત્રા ઘણી વધી શકે છે. આથી જ ડાયાબિટીસના દર્દીએ ફૂલ ક્રીમ દૂધ પીવાની જગ્યાએ ટોન્ડ મિલ્ક દૂધ પીવું જોઈએ.
આમ ડાયાબિટીસના દર્દીએ અમુક વસ્તુઓનું સેવન કરવામાં ખુબ જ પરેજી રાખવાની જરૂર હોય છે. આ બધી વસ્તુઓ સિવાય ડાયાબિટીસના દર્દીએ એક ખાસ વાત એ યાદ રાખવાની છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પર સ્ટ્રેસ ન આવવા દેવો જોઈએ. આમ ડાયાબિટીસના દર્દીએ ખાનપાનની સાથે માનસિક રીતે પણ પ્રસન્ન રહેવું ખુબ જ જરૂરી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી