ડ્રગ્સ કેસમાં આ રીતે ખુલી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પોલ, જુઓ દીપિકાની ચેટ કેવી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે, તો તમને જણાવી દઈએ કે, આ કેસમાં બોલીવુડની ટોપ એક્ટ્રેસસના પણ નામ સામે આવ્યા છે. સુશાંત કેસમાં NCB હવે પૂરું ફોકસ ડ્રગ્સ એંગલ કરી રહી છે. બોલીવુડની મશહુર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને અન્યને પણ સમન્સ મોકલ્યું છે. આ સિવાય NCB એ ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાને પણ પુછ્તાજ માટે બોલાવ્યા છે. એક્ટ્રેસસ વિરુદ્ધ NCB ને ઘણા ઘણા એવા સબુત મળ્યા છે જે તેની પરેશાની વધારી શકે છે.

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરે લગભગ ક્યારેય એ વિચાર્યું પણ નહિ હોય કે, આ રીતે તેનું નામ સામે આવશે અને તે NCB ની જાળમાં ફસાય જશે. ખરેખર તો આ દિવસોમાં એક્ટ્રેસને NCB એ 2017 ના વોટ્સએપ ચેટના આધાર પર પુછપરછ કરવા માટે બોલાવ્યા છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહાના મોબાઈલ ફોનમાંથી NCB ને મળી હતી. જયા સાહા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ટેલેન્ટ મેનેજર હતી. NDTV ના એક રિપોર્ટ અનુસાર, ચેટ ટ્રાન્સક્રિપ્શનમાં બે વ્યક્તિઓમાં હશિશ (Hash) ની ખરીદી વિશે વાતચીત થઈ રહી છે. તે બંને કથિત રૂપે દીપિકા પાદુકોણ અને તેની બિઝનેસ મેનેજર કરિશ્મા પ્રકાશ છે.

જે વોટ્સએપ ચેટ સામે આવી છે તે અહિયાં અમે તમને જણાવશું. તે ચેટમાં જે વાત થઈ છે તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ કે દીપિકાએ અને કરિશ્માએ વોટ્સએપમાં શું વાત કરી હતી. જે નીચે પ્રમાણે છે.દીપિકા પાદુકોણ : ક….માલ તારી પાસે છે ?

કરિશ્મા : મારી પાસે છે ઘર પર…..હું બાંદ્રામાં છું

કરિશ્મા : જો તું ઈચ્છે તો હું અમિતને પૂછું

દીપિકા પાદુકોણ : હા પ્લીઝ….

કરિશ્મા : તે અમિતની પાસે છે.

દીપિકા પાદુકોણ : હશીશ (Hash) ન ઘાંસ ફૂસ નહિ

કરિશ્મા : હા હશીશ

કરિશ્મા : તું કોકો ક્યાં સમયે આવીશ ?

દીપિકા પાદુકોણ : 11.30/12 ઈશ ?

દીપિકા પાદુકોણ : શાલ ત્યાં કેટલા સમય સુધી છે ?

કરિશ્મા : મને લાગે છે કે, તેણે 11.30 કહ્યું કેમ કે તે 12 થી બીજી જગ્યા હોવી જોઈએ.

ત્યાં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની મુસીબત પણ વોટ્સએપ ચેટથી બધી ગઈ છે. જયાની પૂછપરછ દરમિયાન ઘણા એવા ખુલાસા થયા છે જેના કારણે હવે બોલીવુડના મોટા સેલેબ્સ સવાલોના ઘેરામાં આવી ગયા છે. શ્રદ્ધા કપૂરને લઈને પણ દાવો કરવામાં આવ્યો હતો કે CBD OIL નું સેવન કરી રહી હતી. તેની જયા સાહા સાથેની વાયરલ ચેટ પણ ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. ડ્રગ્સના મામલામાં પહેલેથી જ જેલમાં બેઠેલી રિયા ચક્રવર્તીએ પણ શ્રદ્ધા કપૂરનું નામ લીધું હતું.

Leave a Comment