ઘણા લોકોને સવારે નાસ્તામાં સફેદ બ્રેડ જ ખાવાનું પસંદ હોય છે. શું તમે પણ સવારે નાસ્તામાં સફેદ બ્રેડ ખાવાનું પસંદ કરો છો અને તમે તેનું દરરોજ સેવન કરો છો, તો તમને જણાવી દઈએ કે આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને વિસ્તારથી માહિતી જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
વ્યક્તિ જેટલી રમત પોતાના શરીર સાથે કરે છે, એવું ક્યારેક જ તે કોઈ અન્ય સાથે કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, વ્યક્તિનો જીવનભર કોઈ સાથ આપે છે, તો તે છે તેનું શરીર. પરંતુ વ્યક્તિ પોતાના શરીરની અંદર ખરાબ ખોરાકને નાખીને તેને વિનાશ તરફ લઈ જાય છે. આપણી આસપાસ એવા અનેક ઉત્પાદનો છે, જે કોઈ સ્લો પોઈઝનથી ઓછું નથી. પરંતુ તેમ છતાં પણ લોકો તેનું સેવન બેધડક કરે છે. તેમાંથી જ એક છે સફેદ બ્રેડ.ભારત સાથે દુનિયાભરના લોકોની સવારની શરૂઆત સફેદ બ્રેડની સાથે થાય જ છે, જે જમવાનો એક ખરાબ વિકલ્પ છે. જો તમે પણ તમારી રોજની ડાયટમાં સફેદ બ્રેડનું સેવન કરો છો, તો તેને છોડવાનો ફેસલો આજે જ કરો. નહિતર ખુબ જ ખરાબ પરિણામ આવી શકે છે. આજે અમે તમને જણાવશું કે, શું કામ તમારે સફેદ બ્રેડનું સેવન ન કરવું જોઈએ.
કંઈ રીતે તૈયાર થાય છે બ્રેડ :
સફેદ બ્રેડને તૈયાર કરવા માટે ઘઉંના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બ્રેડને બનાવ્યા પહેલા તેને ખુબ જ મસળવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન બધા જ વિટામિન અને પોષકતત્વો પૂરી રીતે દૂર કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે બ્રેડ જેવા ઉત્પાદનોને લાંબા સમય સુધી તાજી અને ખાવા યોગ્ય રાખી શકાય.શું કામ નુકશાનકારક છે સફેદ બ્રેડ : તમને જણાવી દઈએ કે, બ્રેડ બનાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાતા લોટના બધા જ પોષકતત્વો અને ઓયલ કાઢ્યા પછી બ્લીચ કરવામાં આવે છે. કારણ કે સફેદ બ્રેડ લાંબા સમય સુધી ખરાબ ન થાય. સાથે જ, તેમાં પોટેશિયમ બ્રોમેટ, એજોડિકાર્બોનામાઈડ અથવા ક્લોરીન ડાયોક્સોડાઈડ ગેસ જેવા રસાયણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તેથી તેમાંથી કુદરતી પીળા રંગને પણ દૂર કરી શકાય.
તેનું પરિણામ એ થાય છે કે, જે પણ લોકો સફેદ બ્રેડનું સેવન કરે છે, તેને ડાયાબિટીસ, હૃદય રોગ અને જાડાપણું જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિવાય બ્રેડમાં કેટલાક પર્સવેટિવ્ય પણ મેળવવામાં આવે છે, કારણ કે તે લાંબા સમય સુધી બ્રેડને તાજી રાખે.શું ચરબી વધારે છે સફેદ બ્રેડ : સફેદ બ્રેડનું સેવન કરવાથી તમે નિશ્ચિત પણે વજન વધારાનો શિકાર થશો. એવું એટલા માટે કે, બ્રેડને બનાવતા સમયે જ કેટલીક પ્રકારના રસાયણ, પ્રિજ્વેટિવ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. કુલ મળીને સફેદ બ્રેડ એક હાઈલી રિફાઈન્ડ ઉત્પાદન છે, એ એટલી ખતરનાક છે કે, તેમાં રહેલ ગ્લાઇસેમિક ઇંડેક્સ તમારા બ્લડ શુગરના લેવલને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં સફેદ બ્રેડના સેવનથી કબજિયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યા પણ થઈ શકે છે.
ફાઈબર હોતો નથી :
સફેદ બ્રેડ એક હાઈલી સ્ટાર્ચ ઉત્પાદન છે. બ્રાઉન બ્રેડની જેમ જ તેમાં ફાઈબર હોતો નથી. સફેદ બ્રેડના આ જ દોષના કારણે તે પેટની સમસ્યા તો કરે જ છે, સાથે જ તે અનેક સમસ્યાને વધારી પણ શકે છે.શું હૃદય રોગ અને ડાયાબિટીસનું કારણ છે સફેદ બ્રેડ ? : સફેદ બ્રેડ તેની બનાવવાની પ્રક્રિયામાં જ બધા જ પોષકતત્વો અને વિટામિનો ગુમાવે છે. આ સિવાય તેમાં જો કંઈ રહી જાય છે, તો તે છે માત્ર ખાંડ, અને તે જ મીઠાશ આપણાં શરીરમાં ભારી માત્રામાં જમા થાય છે. જે ડાયાબિટીસનું કારણ બને છે. આ તે લોકો માટે વધારે ખતરનાક છે, જેની ફેમિલીની હિસ્ટ્રીમાં ડાયાબિટીસ પહેલેથી જ રહેલ છે.
એટલું જ નહિ, પરંતુ સફેદ બ્રેડ હૃદય રોગ માટે પણ એટલી જ જોખમી થઈ શકે છે. ખરેખર સફેદ બ્રેડ એક રિફાઈન્ડ ઉત્પાદન છે અને શરીર તેને પૂરી રીતે તોડી શકતું નથી. તેવામાં જો તમે તેને લાંબા સમય સુધી સેવન કરો છો, તો તેમાં એટલી ક્ષમતા હોય છે કે તે શરીરમાં લોહીના ગઠ્ઠા બનવાનું કારણ બની શકે છે. એટલા માટે લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી આ કેટલાક હૃદય રોગનું કારણ બને છે.સફેદ બ્રેડનો વિકલ્પ : જો તમે તમારા નાસ્તામાંથી અને થાળીમાંથી પૂરી રીતે સફેદ બ્રેડને દૂર કરવા માંગો છો અને બીજા પદાર્થનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે બ્રાઉન અથવા હૉલ ગ્રેન બ્રેડ વિશે વિચાર કરી શકો છો. હૉલગ્રેન બ્રેડની અંદર વિટામિન, પ્રોટીન આને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જ્યારે બ્રાઉન બ્રેડની અંદર આયરન, ઝીંક, કોપર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય હોલગ્રેન બ્રેડ અથવા બ્રાઉન બ્રેડની અંદર વિટામિન-બી, અને અન્ય કેટલાક ખનીજ પદાર્થ હોય છે, જે તમને હૃદય રોગ, વજન વધારો અને ડાયાબિટીસથી બચાવીને રાખે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી