મિત્રો તમે પોતાના વડીલો પાસે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે, ઘી અને ગોળનું સેવન તમને તંદુરસ્ત રાખે છે. તેમજ શરીરને સ્વસ્થ રાખવાની સાથે તેનું સેવન અનેક બીમારી સામે પણ રક્ષણ આપે છે. આથી ઘી અને ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અનેક ગુણોથી ભરપુર ગોળ અને ઘી ઘણી રીતે લાભકારી છે. આથી હેલ્દી અને ફીટ રહેવા માટે ભોજન કર્યા પછી આવી રીતે કરો આ બંને વસ્તુઓનું સેવન.
ઘણા લોકોને ભોજન કર્યા પછી કંઈકને કંઈક ગળ્યું (સ્વીટ) ખાવાની આદત હોય છે. અને તેઓ અનેક પ્રકારની મીઠાઈ ખાવાનો આનંદ લે છે. જ્યારે તમે ઘણી વખત પોતાના વડીલોને જોયા હશે કે, તેઓ મીઠાઈને બદલે ગોળ અથવા ગોળની સાથે ઘી ખાવાનું વધુ પસંદ કરે છે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, તેઓ આમ શા માટે કરે છે ? તો તમને જણાવી દઈએ કે, આ બંને વસ્તુઓ શરીરની તંદુરસ્તી માટે ખુબ જ સારી માનવામાં આવે છે. તેનાથી પાચન ઠીક થવાની સાથે ઇમ્યુનિટી પણ મજબુત બને છે. ચાલો તો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.જાણવા મળતી માહિતી અનુસાર ગોળ અને ઘી નું આ શક્તિ શક્તિશાળી સંયોજન ભોજન કર્યા પછી સ્વીટ ખાવાની ક્રેવિંગથી છુટકારો અપાવવાનો એક પ્રભાવી ઉપાય છે. જાણવા મળતી વિગત અનુસાર આયરન અને આવશ્યક ફેટી એસિડથી ભરપુર આ સંયોજન માત્ર દાંતને જ મીઠા નથી કરતા પણ હોર્મોન અને ઇમ્યુનિટીને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે.
ગોળ અને ઘી માં મળતા પોષક તત્વ :
ગોળ એ રીફાઇન્ડનો એક સ્વસ્થ વિકલ્પ છે. તેમાં પોષક તત્વો રહેલા છે અને તે બ્લડ શુગર લેવલને ઘટાડે છે. તે ખાંડના સેવનથી વધતા બ્લડ શુગરની જેમ નથી. ગોળમાં આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીન બી અને વિટામીન સી જેવા વિટામીન હોય છે. જ્યારે બીજી બાજુ ઘી વિભિન્ન પ્રકારના વિટામીન અને ફેટી એસિડનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં વિટામીન એ, ઈ અને ડી સિવાય વિટામીન કે પણ રહેલ છે અને તે કેલ્શિયમને હાડકાઓમાં અવશોષિત કરવામાં મદદ કરે છે.ભોજન કર્યા પછી ગોળ અને ઘી ખાવાના ફાયદાઓ : ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે, શરીરમાંથી વિષાક્ત તત્વને બહાર કાઢવામાં મદદ કરે છે, લોહીને સાફ કરવામાં મદદ કરે છે, પાચન તંત્રને સુધારે છે, ક્રેવિંગથી છુટકારો અપાવવામાં મદદ કરે છે, શરીરમાં લોહીની કમીને પૂરી કરે છે. જેના કારણે તમને આવનાર સમયમાં એનીમિયા જેવી બીમારીનો સામનો ન કરવો પડે, હોર્મોનના અસંતુલનની સમસ્યાઓને કંટ્રોલ કરે છે, તે તમારા મુડને સારો કરવામાં મદદ કરે છે. શરીરની સાથે તે વાળ અને સ્કીનને પણ હેલ્દી રાખે છે.
ગોળ અને ઘીનું સેવન કેવી રીતે કરવું :
એક ચમચી ઘીમાં થોડો ગોળ મિક્સ કરીને સેવન કરો. તમે ઈચ્છો તો ડીનર કર્યા પછી પણ તેનું સેવન કરી શકો છો. આમ તમે ગોળ અને ઘીનું સેવન કરીને પોતાના હાડકાઓને પણ મજબુત બનાવી શકો છો. તેમજ શરીરમાં રોગ પ્રતિકારક પ્રણાલી સુધારવા માટે પણ તમે ગોળ અને ઘીનું સેવન કરી શકો છો. આમ શરીરને એનર્જીથી ભરપુર બનાવવા માટે ગોળ અને ઘીનું એક સાથે સેવન ઘણા ફાયદાઓ આપે છે. તો આજથી જ આ પ્રયોગ તમે કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી