મિત્રો તમે કદાચ મીઠા લીમડા વિશે જાણતા હશો. તેમજ તેના ગુણો વિશે પણ જાણતા જ હશો. પણ જયારે તમે અમુક જીવલેણ બીમારીમાં મીઠા લીમડાનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થાય છે. જેમ કે જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો તમે તેને ઘટાડવા માટે મીઠા લીમડાનું સેવન કરી શકો છો. તેમજ જે લોકોને હાઈ બીપી અને હૃદય રોગ જેવી બીમારી રહેતી હોય તો તમારે જરૂરથી મીઠા લીમડાનું સેવન કરવું જોઈએ.
રક્તમાં કોલેસ્ટ્રોલનું વધારે સ્તર ઘણા ગંભીર રોગોના જોખમને વધારે છે. ખાસ કરીને હાઇ બ્લડ પ્રેશર અને હ્રદય રોગો માટે તો પ્રમુખ જોખમ કારણો માંથી એક છે. માટે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અને કંટ્રોલમાં રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો કરે છે, છતાં પણ કોઈ ખાસ ફાયદો જોવા મળતો નથી. પરંતુ શું તમે જાણો છો કે, જો તમે મીઠા લીમડાને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરો છો તો, તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે. હા, તમે બિલ્કુલ સાચું જ વાંચ્યું.હવે તમે વિચારી રહ્યા હશો કે, મીઠો લીમડો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કઈ રીતે મદદ કરી શકે છે. સાથે જ કોલેસ્ટ્રોલ કંટ્રોલ માટે તેને ડાયેટમાં કેવી રીતે સમાવિષ્ટ કરવો? તમારા આ સવાલોના જવાબ જાણવા માટે અમે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન ગરિમા ગોયલ સાથે વાત કરી. આ લેખમાં અમે તમને કોલેસ્ટ્રોલ માટે મીઠા લીમડાના ફાયદા, સાથે જ સેવનની રીત જણાવવા જઈ રહ્યા છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મીઠા લીમડાના ફાયદા:- એક્સપર્ટ ની વાત માનીએ તો, મીઠા લીમડાનો ઉપયોગ ઘણા ઉદ્દેશો માટે કરવામાં આવે છે. તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. સાથે જ ફાઇટોન્યુટ્રિએંટ્સનો એક સારો એવો સ્ત્રોત છે. ઘણી શોધમાં જાણવા મળ્યું છે કે, મીઠા લીમડાના હાઇપોકોલેસ્ટેરોલેમિયામાં સકારાત્મક અસર જોવા મળે છે. જે ઉંદરે મીઠા લીમડાના રસનું અમુક સતત દિવસો સુધી સેવન કર્યું તેમાં કોલેસ્ટ્રોલના સ્તર અને બ્લડ શુગર લેવલ ઓછું થતું જોવા મળ્યું. જ્યારે કોલેસ્ટ્રોલનું ઓક્સિકરણ તો તેનાથી ઘનત્વ વાળા લીપોપ્રોટીન કે લો ડેંસિટી લીપોપ્રોટીનનો વિકાસ થાય છે, જેને સામાન્ય ભાષામાં આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. મીઠા લીમડામાં રહેલા શક્તિશાળી એંટીઓક્સિડેંટ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને અટકાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી હાઇ બીપી અને હ્રદય રોગોથી નીપજવામાં મદદ મળી શકે છે.1) સવારે ખાલી પેટ ચાવવો:- આ મીઠા લીમડાના ઉપયોગની સૌથી સરળ અને ખૂબ જ અસરકારક રીત છે. જે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી પણ બની શકે છે. દરરોજ સવારે ખાલી પેટ 5-8 મીઠા લીમડાને ચાવવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ મદદ મળે છે.
2) પકવાનોમાં સમાવિષ્ટ કરો:- તમે તમારા પકવાનોના વઘાર માટે મીઠા લીમડાનો પ્રયોગ કરી શકો છો. તેને તમારા શાક, દાળ, કઢી વગેરેમાં સમાવિષ્ટ કરી શકાય છે. તેનાથી તમારા ભોજનનો સ્વાદ પણ ઘણો વધી જાય છે.
3) મીઠા લીમડાની ચા પીઓ:- તમે સવારે નોર્મલ ચા પીવાને બદલે મીઠા લીમડાની ચાથી દિવસની શરૂઆત કરી શકો છો. તે માટે તમારે બસ એક કપ પાણીમાં 8-10 મીઠા લીમડાના પાને ઉકાળવાના છે, તેને ગાળીને મધ મિક્સ કરીને પીઓ. 4) મીઠા લીમડાની ચટણી ખાઈ શકાય છે:- તે પણ મીઠા લીમડાને ડાયેટમાં સમાવિષ્ટ કરવાનો સારો ઉપાય છે. તેને બનાવવી ખૂબ જ સરળ છે. તમારે બસ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવાનું છે, તેમાં ¼ ચમચી હિંગ, ½ ચમચી રાઈ, 2 ચમચી અડદની દાળ અને 1 સૂકું લાલ મરચું નાખો. તેને રોસ્ટ કરો. તેને ઠંડુ કરી લો. પછી એક કપમાં કાઢી લો. તમે તેને પીસી શકો છો અથવા તો ગ્રાઈન્ડ કરી શકો છો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને એન્જોય કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી