મિત્રો આપણી આસપાસ કુદરતી વનસ્પતિનો ખજાનો છે અને આ અનેક રીતે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. તેમાંથી જ એક મીઠા લીમડા નો છોડ છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મીઠા લીમડાનો છોડ તમને ક્યાંય પણ મળી જશે. શું તમે જાણો છો કે તેના સુગંધીત પાન ન માત્ર ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ બ્લડ સુગરને પણ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
ડાયાબિટીસ એક સાઇલેન્ટ કિલર રોગ છે. એકવાર જો કોઈ ડાયાબિટીસની ઝપટમાં આવી જાય તો આ બીમારી ધીમે ધીમે તેના શરીરને અંદરથી ખોખલું કરી દે છે. દુર્ભાગ્યવશ તેનો કોઈ ઈલાજ નથી. આ બીમારીમાં દર્દીને શુગર લેવલ વધવા લાગે છે જેને નિયંત્રિત રાખવા થી જ સ્વસ્થ જીવન જીવી શકાય છે. બ્લડ સુગર વધવા પર દર્દીને વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો, ઝાંખું દેખાવું, થાક, કમજોરી, ચક્કર આવવા,ઘાવ જલ્દી ન રુઝાવવા વગેરે જેવા લક્ષણોનો અહેસાસ થાય છે.ડાયાબિટીસને કંટ્રોલ ન રાખવાથી આ કિડની સહિત શરીરના ઘણા અંગોને ડેમેજ કરી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આમ તો હેલ્ધી ડાયટ લેવો અને એક્સરસાઇઝ જરૂરી છે. પરંતુ કેટલીક દવાઓ છે જેને સુગરના દર્દી બ્લડ સુગર નિયંત્રિત રાખવા માટે લે છે. જો તમે ડાયાબિટીસની કડવી દવાઓથી બચવા ઇચ્છતા હોય તો તમે બ્લડ શુગર કંટ્રોલ રાખવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. NCBI મા પ્રકાશીત એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે મીઠાં લીમડાના પાન દ્વારા આ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
👉મીઠાં લીમડાના પાન શું છે?:- ધાણા અને ફુદીનાના પાન ની જેમ જ મીઠા લીમડાના પાન પણ સુગંધીદાર મસાલો છે. આ નાના લીલા રંગના પાન હોય છે જે ખાવાનો સ્વાદ અને સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરે છે. સાઉથ ઇન્ડિયામાં તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દાળ, શાક, ખીચડી, પૌવા, ઈડલી, સાંભર અને ઉપમા જેવા પકવાનોમાં કરવામાં આવે છે. લીમડાના પાનનો છોડ તમને સરળતાથી કોઈ પણ નર્સરીમાં મળી શકે છે. ઘણા બધા લોકો પોતાના ઘરમાં આ છોડને લગાવે છે અને જરૂર પડવા પર તેનો ઉપયોગ પણ કરે છે.👉 ડાયાબિટીસનો ઘરેલુ ઉપચાર છે મીઠો લીમડો:- તેમાં કોઈ શંકા નથી કે મીઠો લીમડો ખાવાનો સ્વાદ અને પોષણ બંને વધારે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નાના નાના લીલા પાન બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમારે મીઠા લીમડાના છોડને તમારા ઘરમાં જરૂર લગાવવો જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ. સુગરને નિયંત્રિત રાખવા સિવાય આ પાચનને પણ સારું બનાવે છે અને હાઈ કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ રાખવામાં પણ સહાયક છે.
👉 મીઠા લીમડાના પાન થી ઉંદરમાં ઓછું થયું બ્લડ સુગર લેવલ:- અધ્યયન દરમિયાન અભ્યાસકર્તાઓએ ઉંદરને સતત 10 દિવસ સુધી દરરોજ 80mg/kg મીઠા લીમડાના પાનમાંથી કાઢવામાં આવેલા રસનું ઈન્ટ્રાપેરીટોનિયલ ઈન્જેક્શન આપવામાં આવ્યું. તેમને જાણવા મળ્યું કે મીઠા લીમડાના રસથી ઉંદરોમાં બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ ગ્લુકોઝનું સ્તર ઘટી ગયું હતું.
👉 દસ દિવસમાં ઘટી ગયું બ્લડ સુગર:- વૈજ્ઞાનિકોએ પોતાના અધ્યયનમાં જાણ્યું કે જે ઉંદરોને મીઠા લીમડાના પાનના રસનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેમનું બ્લડ સુગર લેવલ પહેલા દિવસે 387.0 +/- 15.6 mg/dl થી ઘટીને દસમા દિવસ સુધી 214.0 +/- 26.6 mg/dl થઈ ગયું હતું.👉 મીઠા લીમડાના પાન કેવી રીતે ઘટાડે છે બ્લડ સુગર:- મીઠા લીમડાના પાન અનેક ઓક્સિડન્ટ વિશેષ રૂપે ફ્લેવોનોઇટ્સ થી ભરપૂર હોય છે. આ ફ્લેવોનોઇટ્સ શરીરની અંદર ગ્લુકોઝમાં સ્ટાર્ચ ના ચયાપચયને રોકે છે, આ પ્રકારે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ પાનમાં એન્ટીઇમ્ફલેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ પણ હોય છે. મીઠા લીમડાના પાન કુદરતી રીતે ઇન્સ્યુલિનને વધારે છે.
👉સુગરને નિયંત્રિત કરવા માટે કેવી રીતે કરવો મીઠા લીમડાના પાન નો ઉપયોગ?:- અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ મીઠા લીમડાના પાનના રસ નો ઉપયોગ કર્યો. તેનો મતલબ એ છે કે તમે ડોક્ટરની સલાહ પર તેનો રસ પી શકો છો. તેના સિવાય તમે તેને તમારા ભોજનમાં પણ સામેલ કરી શકો છો. તમે દરરોજ મીઠા લીમડાના પાનથી બનેલી ચા પી શકો છો કે તેને ઉકાળીને પણ પી શકો છો. આમ તો આ પાન ને કાચા પણ ચાવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી